________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ ભિક્ષા' દ્વાર-“ઇ” દ્વાર-“આલોચના' દ્વાર | ગાથા ૩૨૫-૩૨૬
૧૩૫ સ્થાનમાં પણ ભિક્ષાટનાદિના વ્યતિરેકથી કાયિકાગમનાદિમાં પણ, અર્થાત્ ભિક્ષાટનાદિ કર્યા વગર માત્ર જવા વગેરેની પ્રવૃત્તિ કર્યા પછી કરાતી ઇર્યાપથિકમાં પણ, આ=ચતુર્વિશતિસ્તવના અનુસ્મરણથી શૂન્ય એવો કાયનિરોધ જ, નિયમથી=અવશ્યપણાથી, કેમ વળી પ્રાયશ્ચિત્ત નહીં થાય ? એ પ્રકારની અહીં શિષ્યની શંકામાં, ગુરુ કહે છે – થાય જ, પરંતુ ન થાય એમ નહીં. કયા કારણથી થાય? એથી કહે છે – જે કારણથી અનુસ્મરણમાં ચિંતવનમાં, અનિયમ જ છે. અને તે અનિયમ જ તથTદથી સ્પષ્ટ કરે છે – ત્યાં પણ ભિક્ષાટનાદિ કર્યા વગર લઘુનીતિ આદિ કર્યા પછી કરાતી ઇર્યાપથિકમાં પણ, ચતુર્વિશતિસ્તવ જ=લોગસ્સ જ, ચિંતવવો જોઈએ એમ નહીં, પરંતુ જે કાંઈ કુશલ હોય એ ચિંતવવું જોઈએ, અને એટલાથી અમારે પ્રયોજન છે. એથી પ્રસંગ વડે સર્યું, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે ભિક્ષા લાવ્યા પછી સાધુ અતિચારની શુદ્ધિ માટે ઇરિયાવહિયાપૂર્વક કાયોત્સર્ગ કરે છે, અને તેમાં લોગસ્સનું સ્મરણ કરતા નથી પરંતુ સામુદાનિક અતિચારોનું ચિંતવન કરે છે; કેમ કે ભિક્ષાના દોષોની શુદ્ધિનું કારણ તો કાયનિરોધની ક્રિયા જ છે. આથી કોઈને શંકા થાય કે ભિક્ષાટનાદિ સિવાયની માત્રુ આદિની ક્રિયામાં પણ ઇરિયાવહિયાપૂર્વક કરાતા કાયનિરોધથી જ શુદ્ધિ થવી જોઈએ. તેથી ત્યાં પણ લોગસ્સના ચિંતવનની જરૂર રહેશે નહીં.
તેને ગ્રંથકાર કહે છે કે ઇરિયાવહિયાપૂર્વક કાયનિરોધથી શુદ્ધિ થાય જ; ફક્ત કાયનિરોધ કરીને કાયોત્સર્ગમાં કાંઈક શુભ ચિંતવન કરવું જોઈએ. આથી જેમ ગોચરી લાવ્યા પછી સાધુનું વિહિતઅનુષ્ઠાન હોવાથી સામુદાનિક અતિચારોનું ચિંતવન સાધુ કરે છે, તેમ અન્ય સ્થાનમાં પણ કોઈ શુભ ચિંતવન સાધુ કરે તો ચાલે.
આ રીતે પ્રાસંગિક શંકા કરીને તેનું સમાધાન કર્યું, તેથી ગ્રંથકાર કહે છે કે હવે પ્રસંગ વડે સર્યું. ll૩૨પા અવતરણિકા :
ગાથા ૨૩૦માં બતાવેલ પ્રતિદિનક્રિયાના ૧૦ દ્વારોમાંનું ત્રીજું ભિક્ષા દ્વાર ગાથા ૨૮૬થી શરૂ થયું. તેમાં ગાથા ૩૦૮માં કહેલ કે ભિક્ષાચર્યાથી પાછા ફરેલા સાધુઓ શિષ્ટોની સામાચારીની વિરાધના નહીં કરતા વસતિમાં પ્રવેશે છે, અને તે શિસામાચારીની શેષવિધિ બતાવવા ગાથા ૩૧૧માં વસતિમાં પ્રવેશનના પાદપ્રમાર્જનાદિ પાંચ ધારો બતાવ્યાં. તેમાંના છેલ્લા “શુદ્ધિ દ્વારનું વર્ણન ગાથા ૩૧૬ના ઉત્તરાર્ધથી શરૂ કર્યું, તેમાં વચ્ચે ગ્રંથકારે ગાથા ૩૨ રથી ૩૨૫ સુધી પ્રાસંગિક કથન કર્યું.
પાંચમા શુદ્ધિ દ્વારના અંતિમ ભાગને સ્પષ્ટ કરવા માટે ગાથા ૩૨૦માં અંતે કહેલ કે કાયોત્સર્ગમાં રહેલા સાધુ સામુદાનિક અતિચારોનું ચિંતવન કરે અને ભિક્ષાટનમાં લાગેલા દોષોનું મનમાં ચિંતવન કરે. ત્યારપછી સાધુ શું કરે? તે હવે ગ્રંથકાર બતાવે છે –
ગાથા :
चिंतित्तु जोगमखिलं नवकारेणं तओ उ पारित्ता । पढिऊण थयं ताहे साहू आलोअए विहिणा ॥३२६॥ भिक्खिरिअ त्ति दारं गयं ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org