________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભિક્ષા' દ્વાર-‘ઇર્ચા' દ્વાર | ગાથા ૩૨૨-૩૨૩ પ્રાયશ્ચિત્ત છે, એ પ્રમાણે સમયજ્ઞો—સિદ્ધાંતને જાણનારાઓ, કહે છે. કયા કારણથી ?=ઇર્યાપથિકીમાં ચિંતવાતા અતિચારો જ પ્રાયશ્ચિત્ત કયા કારણથી છે ? એથી કહે છે – જે કારણથી તીર્થંકર-ગણધરો વડે સદા=સર્વકાળ જ, શુભયોગ=કુશલવ્યાપાર, કર્મક્ષયનું કારણ કહેવાયો છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ:
૧૩૦
ભિક્ષાટનથી પાછા ફર્યા પછી સાધુએ માત્રુ કરેલ હોય કે ન કરેલ હોય, એ બંને સંબંધી ઇરિયાવહિયાપૂર્વકના કાયોત્સર્ગમાં ફક્ત સામુદાનિક અતિચારોનું ચિંતવન એ જ પ્રાયશ્ચિત્ત છે, એમ શાસ્ત્ર જાણનારાઓ કહે છે. માટે ઇર્યાપથિકીના કાયોત્સર્ગમાં લોગસ્સનું ચિંતવન સાધુ કરતા નથી, પરંતુ ભિક્ષાટનમાં લાગેલા દોષોનું ચિંતવન કરે છે.
હવે તેમાં યુક્તિ બતાવે છે કે તીર્થંકરો અને ગણધરો વડે શુભયોગ જ કર્મક્ષયનું કારણ કહેવાયેલો છે, અને ઇરિયાવહિયાપૂર્વક કાઉસ્સગ્ગમાં અતિચારોનું ચિંતવન કરવું એ શુભયોગ છે. માટે તેનાથી કર્મનો નાશ થાય છે. તેથી મુનિ કાયોત્સર્ગમાં સામુદાનિક અતિચારોનું ચિંતવન કરે. ॥૩૨૨
અવતરણિકા :
ततः किमित्याह
-
અવતરણિકાર્ય
પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે જે કારણથી શુભયોગ કર્મક્ષયનું કારણ કહેવાયો છે, તેનાથી શું ? એથી કહે છે –
ભાવાર્થ:
ગાથા ૩૨૨માં ગ્રંથકારે કહ્યું કે સામુદાનિક અતિચારોનું ચિંતવન પ્રાયશ્ચિત્ત છે, જે કારણથી શુભયોગ કર્મક્ષયનું કારણ કહેવાયો છે. ત્યાં કોઈને પ્રશ્ન થાય કે શુભયોગ કર્મક્ષયનું કારણ હોય, તેનાથી શું પ્રાપ્ત થાય ? કે જેથી કાયોત્સર્ગમાં કરાતું સામુદાનિક અતિચારોનું ચિંતવન પ્રાયશ્ચિત્તરૂપે સિદ્ધ થાય ? તેથી તેનો ખુલાસો ગ્રંથકાર પ્રસ્તુત ગાથામાં કરે છે
-
ગાથાઃ
सुहजोगो अ अयं जं चरणाराहणनिमित्तमणुअं पि । मा होज्ज किंचि खलिअं पेहेइ तओवउत्तो वि ॥ ३२३ ॥
અન્વયાર્થ:
અર્થ ==અને આસામુદાનિક અતિચારોના ચિંતનરૂપ પૂર્વગાથામાં કહ્યું એ, યુદ્ઘનોનો=શુભયોગ છે; ખં=જે કારણથી ચાર હળનિમિત્ત=ચરણના આરાધનનું નિમિત્ત છે. તોતેના કારણે=સામુદાનિક અતિચારોના ચિંતવનને કારણે, વડત્તો વિ=ઉપયુક્ત પણ=ભિક્ષાગ્રહણકાળમાં ઉપયુક્ત પણ સાધુ, અનુસં પિ=અણુ પણ=સૂક્ષ્મ પણ, વિધિ વૃત્તિઅં=કાંઈ સ્ખલિત મા હો—=ન થાઓ, (એ પ્રમાણે) પેન્ડે=પ્રેક્ષણ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org