________________
૧૨૯
પ્રતિદિનક્રિયાવસ્તક “ભિક્ષા' દ્વાર-ઇ) દ્વાર / ગાથા ૩૨૧-૩૨૨
(૪) પ્રતિસેવના અનુલોમ નથી અને વિકટના અનુલોમ નથી : કોઈ સાધુથી ભિક્ષાટનકાળમાં દોષો સેવાયા હોય અને તે સાધુ ગીતાર્થ ન હોય, તેથી તેઓ દોષોનું ચિંતવન અને ગુરુ આગળ નિવેદન આલોચનારૂપ વિકટનાના ક્રમથી પણ કરતા ન હોય અને પોતે જે ક્રમથી દોષો સેવ્યા છે તે રૂપ પ્રતિસેવનાના ક્રમથી પણ કરતા ન હોય, પરંતુ કોઈ આડાઅવળા જ ક્રમથી કરતા હોય, તો તેમનું આલોચન ચોથા ભાંગામાં પ્રાપ્ત થાય. ૩૨૧|| અવતરણિકા:
ગાથા ૩૨૦માં બતાવ્યું કે કાયોત્સર્ગમાં રહેલા સાધુ સામુદાનિક અતિચારોનું ચિંતવન કરે, ત્યારબાદ ગાથા ૩૨૧માં તે દોષોના ચિંતવનનો ક્રમ બતાવ્યો.
ત્યાં પ્રશ્ન થાય કે ઇર્યાપથ પ્રતિક્રમણના કાયોત્સર્ગમાં તો લોગસ્સનું ચિંતવન કરાય છે, તેને બદલે સામુદાનિક અતિચારોનું ચિંતવન સાધુ કરે છે તેમ કેમ કહ્યું? તેથી કહે છે – ગાથા :
ते चेव तत्थ नवरं पायच्छित्तं ति आह समयण्णू ।
जम्हा सइ सुहजोगो कम्मक्खयकारणं भणिओ ॥३२२॥ અન્વયાર્થ :
તત્ત્વ=ત્યાં=ગોચરીથી આવ્યા પછી માત્રુ કરેલ હોય કે ન કરેલ હોય, એ બંને સંબંધી કરાતા ઇરિયાવહિયામાં, નવરંતે વેવ ફક્ત તેઓ જ=સામુદાનિક અતિચારો જ, પાછિદં પ્રાયશ્ચિત્ત છે, તિ એ પ્રમાણે સમયUપૂ સમયજ્ઞો સિદ્ધાંતને જાણનારાઓ, માકકહે છે; નફા=જે કારણથી સંસદા સુગોનો શુભયોગ વક્રમ+gયાર કર્મક્ષયનું કારણ પણ કહેવાયો છે. ગાથાર્થ :
ગોચરીથી આવ્યા પછી માત્રુ કરેલ હોય કે ન કરેલ હોય, એ બંને સંબંધી કરાતા ઇરિયાવહિયામાં ફક્ત સામુદાનિક અતિચારો જ પ્રાયશ્ચિત્ત છે. એ પ્રમાણે સિદ્ધાંતને જાણનારાઓ કહે છે; જે કારણથી સદા શુભયોગ કર્મક્ષયનું કારણ કહેવાયો છે.
ટીકાઃ
ते एव नवरं केवलं सामुदानिका अतिचाराश्चिन्त्यमानाः सन्तः तत्र कायिकादीर्यापथिकायां प्रायश्चित्तमिति एवमाहुः समयज्ञाः सिद्धान्तविदः, किमिति ? यस्मात् सदा सर्वकालमेव शुभयोगः= कुशलव्यापारः कर्मक्षयकारणं भणित: तीर्थकरगणधरैरिति गाथार्थः ॥३२२॥
* “શ્વવિદ્યાલીથીયા''માં ‘મારિ' પદથી અકાયિકીયપથિકાનું ગ્રહણ કરવાનું છે. તેથી એ પ્રાપ્ત થાય કે ગોચરી લાવ્યા પછી સાધુ માગુ કરીને આવેલ હોય કે માત્રુ કર્યા વગર આવેલ હોય, એમ બંને સંબંધી ઇર્યાપથિકી ક્રિયામાં સામુદાનિક અતિચારોનું ચિંતવન એ પ્રાયશ્ચિત્ત છે. ટીકાર્ય :
ત્યાં=કાયિકાદિની ઇર્યાપથિકામાં, કેવલ ફક્ત, તેઓ જ=ચિંતવાતા છતા સામુદાનિક અતિચારો જ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org