________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ ભિક્ષા' દ્વાર-“ઇ” દ્વાર/ ગાથા ૩૨૩
૧૩૧
ગાથાર્થ :
સામુદાનિક અતિચારોના ચિંતવનરૂપ પૂર્વગાથામાં કહ્યું એ શુભયોગ છે, જે કારણથી ચરણના આરાધનાનું નિમિત્ત છે. તેના કારણે ભિક્ષા ગ્રહણકાળમાં ઉપયુક્ત પણ સાધુ “સૂક્ષ્મ પણ કાંઈ ખલના ન થાઓ.” એ પ્રમાણે પ્રેક્ષણ કરે છે. ટીકાઃ
शुभयोगश्च अयं - सामुदानिकातिचारचिन्तनरूपः, कथमित्याह - यद् यस्मात् चरणाराधननिमित्तम् अस्खलितचारित्रपालनार्थम्, अण्वपि सूक्ष्ममपि माभूत् किञ्चित् स्खलितं प्रेक्षते-पर्यालोचयति तत उपयुक्तोऽपि भिक्षाग्रहणकाल इति गाथार्थः ॥३२३॥ ટીકાર્ય
અને સામુદાનિક અતિચારોના ચિંતનરૂપ આ પૂર્વગાથામાં કહ્યું એ, શુભયોગ છે. કેવી રીતે? એથી કહે છે – જે કારણથી ચરણના આરાધનનું નિમિત્ત છે=અસ્મલિત ચારિત્રના પાલન અર્થે છે. ત્યાં શંકા થાય કે અતિચારોનું ચિંતવન ચરણના આરાધનનું નિમિત્ત કઈ રીતે છે? એથી કહે છે – તેના કારણે= અતિચારોના ચિંતનને કારણે, ભિક્ષાના ગ્રહણકાળમાં ઉપયુક્ત પણ સાધુ “અણુ પણ=સૂક્ષ્મ પણ, કાંઈ અલિત=સ્મલના, ન થાઓ” એમ પ્રેક્ષણ કરે છે પર્યાલોચન કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
ગાથા ૩૨૨ના પૂર્વાર્ધમાં કહ્યું કે કાયોત્સર્ગમાં સામુદાનિક અતિચારોનું ચિંતવન એ પ્રાયશ્ચિત્ત છે. ત્યાં પ્રશ્ન થાય કે સામુદાનિક અતિચારોનું ચિંતવન પ્રાયશ્ચિત્ત કેમ છે? તેથી ઉત્તરાર્ધમાં ખુલાસો કર્યો કે તીર્થકરો અને ગણધરોએ શુભયોગને કર્મક્ષયનું કારણ કહેલ છે. ત્યાં કોઈને પ્રશ્ન થાય કે શુભયોગ કર્મક્ષયનું કારણ હોય તેની સાથે સામુદાનિક અતિચારોના ચિંતવનને શું સંબંધ? તેથી પ્રસ્તુત ગાથામાં બતાવ્યું કે સામુદાનિક અતિચારોનું ચિંતવન શુભયોગ છે, તેથી તે કર્મક્ષયનું કારણ છે, માટે તે પ્રાયશ્ચિત્તરૂપ છે.
અહીં પ્રશ્ન થાય કે સામુદાનિક અતિચારોનું ચિંતવન શુભયોગ કેમ છે? તેથી કહે છે કે જે કારણથી સામુદાનિક અતિચારોનું ચિંતવન ચારિત્રની આરાધનાનું નિમિત્ત છે અર્થાત્ સાધુના અસ્મલિત ચારિત્રના પાલનમાં કારણ છે.
ત્યાં પ્રશ્ન થાય કે સાધુ ગોચરી લાવ્યા પછી ગોચરી સંબંધી લાગેલા અતિચારોનું શોધન કરે, તેટલામાત્રથી તે ચિંતવન અસ્મલિત ચારિત્રના પાલનનું કારણ કઈ રીતે બને ? તેથી કહે છે કે ગોચરી લાવ્યા પછી કાયોત્સર્ગમાં સંવેગપૂર્વક સામુદાનિક અતિચારોનું ચિંતવન કરવાથી ફરી જ્યારે ભિક્ષાગ્રહણનો કાળ આવે, ત્યારે વિશેષ ઉપયુક્ત થઈને ભિક્ષા ગ્રહણની પ્રવૃત્તિ થઈ શકે.
વળી, તે ઉપયોગ કઈ રીતે રાખી શકાય? તે બતાવે છે – “મારી ભિક્ષા ગ્રહણની ક્રિયામાં સૂક્ષ્મ પણ સ્મલના ન થાઓ,” એ પ્રકારનું સાધુ પર્યાલોચન કરે છે, અને ભિક્ષા ગ્રહણકાળમાં આવું પર્યાલોચનનું કારણ પૂર્વમાં સંવેગપૂર્વક સામુદાનિક અતિચારોના ચિંતવનથી ઉત્પન્ન થયેલો શુભભાવ છે. તેથી સામુદાનિક અતિચારોનું ચિંતવન સાધુમાં નિરતિચાર ચારિત્રના પાલનને અનુકૂળ એવી ઘણી શક્તિનો સંચય કરાવીને અસ્મલિત ચારિત્રના પાલન માટે સમર્થ બનાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org