________________
૧૨૪
પ્રતિદિનક્રિયાવસ્તક, ભિક્ષા દ્વાર-“ઇ” દ્વાર | ગાથા ૩૧૪ થી ૩૧૭, ૩૧૮ થી ૩૨૦ ટીકાર્યઃ
અને કાયિકાને=મૂત્રને, વોસિરાવીને પરિત્યજીને, અને ત્યારપછી અસંભ્રાંત વિશુદ્ધ છતા, સાધુ યોગ્ય દેશને વિષે, આવીને, ઇર્યાપથિકનું પ્રતિક્રમણ કરે છે એમ આગળ સાથે સંબંધ છે. દંડ-ઉપાધિમોક્ષદ્વાર વ્યાખ્યાન કરાયું
હવે શુદ્ધિદ્વારને કહેવાની ઇચ્છા વડે કહે છે – અને પાછળથી=ગમનની અનંતર–યોગ્ય દેશમાં ગયા પછી, રજોહરણ દ્વારા વિશિષ્ટ સ્થંડિલરૂપ યોગ્ય દેશને વિશેષ પ્રકારની શુદ્ધ ભૂમિરૂપ ઉચિત પ્રદેશને, પ્રમાર્જીને, કેવી રીતે પ્રમાર્જીને? એથી કહે છે – સૂત્રની વિધિથી-ચક્ષુથી પ્રત્યુપેક્ષવા પૂર્વક, પ્રમાર્જીને, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ઇર્યાને=ઈર્યાપથિકને, પ્રતિક્રમે છે. કેવી રીતે? એથી કહે છે – “ઇચ્છામિ પડિક્કમિઉંઇરિયાવહિયાએ” એવમાદિરૂપ ગણધર વડે કહેવાયેલ સૂત્રને બોલે છે, અતિચારના શોધન અર્થે=સંયમમાં અલિતની વિશુદ્ધિના નિમિત્તે, ઊર્ધ્વસ્થાનાદિ પ્રકારથી દઢ=અત્યર્થ=અત્યંત, કાયનિરોધન=કાયોત્સર્ગને, કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પૂર્વે કહ્યું કે ભિક્ષાટનથી પાછા ફરેલા સાધુઓ શિષ્ટોની સામાચારીની વિરાધના કર્યા વગર પોતાની વસતિમાં આવે છે. ત્યારપછી ગાથા ૩૧૪માં બતાવ્યા મુજબ સ્વસ્થાનમાં દાંડાને સ્થાપે છે અને યોગ્ય સ્થાનમાં ઉપધિને મૂકીને તેના પર ચોલપટ્ટો મૂકે છે. પરંતુ જો સાધુને મૂત્રની શંકા હોય તો પડલા સહિત પાત્રા અન્ય સાધુને ભળાવીને ચોલપટ્ટા સહિત જ મૂત્ર વોસિરાવે છે, અને ત્યારપછી ભિક્ષાટનમાં લાગેલા અતિચારોની શુદ્ધિ કરવા માટે સાધુ ઇરિયાવહી આદિ ક્રિયા કરવાના સ્થાને જઈને યોગ્ય પ્રદેશને, જીવરહિત છે કે નહીં એ પ્રમાણે ચક્ષથી જોઈને. ત્યારપછી રજોહરણથી પ્રમાર્જીને અસંભ્રાંત મનવાળા થઈને અર્થાત ત્વરા આદિ ભાવોથી રહિત ભિક્ષાટનની પ્રવૃત્તિથી સંયમની શુદ્ધિ કરવાને અભિમુખ ભાવવાળા થઈને, ઇરિયાવહી સૂત્ર બોલે છે, જેથી ભિક્ષાટનમાં ગમન-આગમન કરતી વખતે કોઈ અતિચાર લાગ્યો હોય અર્થાત્ સમિતિઓના પાલનમાં કંઈ અલના થઈ હોય, તો તેની શુદ્ધિ થાય. અને ઇરિયાવહિયા કરીને ત્યારપછી ભિક્ષાચર્યામાં લાગેલા અતિચારોથી સંયમમાં મલિનતા થઈ હોય તો તેની વિશુદ્ધિ માટે સાધુ અત્યંત ઉપયોગવાળા થઈને ઊભા રહીને કાયાના નિરોધરૂપ કાયોત્સ કરે છે. ll૩૧૪/૩૧૫/૩૧૬/૩૧ણા અવતરણિકા:
तत्रैव विधिमाह - અવતરણિકા:
ત્યાં જ સાધુ ઇરિયાવહિયા કરીને અતિચારના શોધન માટે દઢ કાયોત્સર્ગ કરે છે તે વિષયમાં જ, વિધિને
ગાથા :
चउरंगुलमप्पत्तं जाणुं हिट्ठाऽछिवोवरिं नाभिं । उभओ कोप्परधरियं करिज्ज पढें च पडलं वा ॥ ३१८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org