________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ સંકલના
તે વસતિમાં અમુક કાળમર્યાદાથી રહે છે ત્યારે, પક્યના પાલન અર્થે પ્રથમ તે ભૂમિનું કાજો કાઢવારૂપ પ્રમાર્જન કરે છે, તેમ જ દરરોજ પણ પડિલેહણ કર્યા પછી તે ભૂમિનું કાજો કાઢવારૂપ પ્રમાર્જન કરે છે. તે પ્રમાર્જનની ક્રિયાની વિશેષ વિધિ પ્રસ્તુત ગ્રંથમાં ગાથા ૨૬૩થી ૨૬૬માં વર્ણવેલ છે.
(૩) ભિક્ષા દ્વાર : ભિક્ષા એટલે સાધુ દ્વારા કરાતી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક આહારાદિ લાવવાની ક્રિયા. સાધુ સંયમજીવનમાં સુધાવેદના આદિ છે કારણોમાંથી કોઈક કારણ ઉપસ્થિત થાય ત્યારે વિધિપૂર્વક ઊંચનીચ ઘરોમાં ભિક્ષાટન કરીને ૪૨ દોષોથી રહિત ભિક્ષા ગ્રહણ કરે છે, અને તે ભિક્ષા તેઓ દેહને પુષ્ટ કરવા માટે ગ્રહણ કરતા નથી, પરંતુ આ દેહ સંયમની આરાધનાનું સાધન હોવાથી સંયમવૃદ્ધિમાં ઉપખંભક બને તે માટે તેટલું જ દેહનું પાલન કરવા માટે ગ્રહણ કરે છે.
વળી સાધુ દેહનો નિર્વાહ કરવા અર્થે આહારપ્રાપ્તિ માટે જે ભિક્ષાટન કરે છે, તે કઈ રીતે કરે તો તેઓની ભિક્ષા સર્વસંપન્કરી ભિક્ષા બને? અર્થાત્ તે ભિક્ષા આપનાર ગૃહસ્થના અને લેનાર સાધુના કલ્યાણનું કારણ બને? તેમ જ તે ભિક્ષાટનની ક્રિયાથી સાધુને કઈ રીતે સંયમના કંડકોની વૃદ્ધિ દ્વારા નિર્જરાની પ્રાપ્તિ થાય ? તે સર્વ પ્રસ્તુત ગ્રંથમાં ગાથા ૨૮થી ૩૨૬માં વર્ણવેલ છે.
(૪) ઇર્યા દ્વાર : ઇર્યા એટલે ભિક્ષાટન કરીને વસતિમાં પ્રવેશ કર્યા પછી સાધુ દ્વારા કરાતી ઇરિયાવહિયાની ક્રિયા. સાધુ ભિક્ષાટનથી પાછા ફર્યા પછી ભિક્ષાની આલોચના કરતાં પૂર્વે ઇરિયાવહિયા સૂત્રને બોલવાપૂર્વક કાયોત્સર્ગ કરે છે, અને તે કાયોત્સર્ગમાં ભિક્ષાટનની પ્રવૃત્તિ દરમિયાન આહાર મેળવવામાં સૂક્ષ્મ પણ જે કોઈ ખુલના થઈ હોય તે સર્વનું ચિંતવન કરે છે, જેના બળથી સંયમના કંડકોની વૃદ્ધિ થાય છે. તે ઇર્યાપથિકી પ્રતિક્રમણની સંપૂર્ણ વિધિ પ્રસ્તુત ગ્રંથમાં ગાથા ૩૧૭થી ૩૨૬માં વર્ણવેલ છે.
(૫) આલોચના દ્વાર : આલોચના એટલે ઇર્યાપથિકી પ્રતિક્રમણ કરીને સાધુ દ્વારા ગુરુ સમક્ષ કરાતી ભિક્ષાના નિવેદનની ક્રિયા. ભિક્ષાટન કરીને વસતિમાં આવ્યા પછી ઇરિયાવહિયાપૂર્વક કાયોત્સર્ગમાં સાધુ ભિક્ષાટનમાં લાગેલા દોષોનું ચિંતવન કરી લે ત્યારપછી પોતે ભિક્ષાટનકાળમાં ગ્રહણ કરેલ ભિક્ષાનું ગુરુ પાસે શાસ્ત્રોક્ત વિધિ મુજબ નિવેદન કરે છે. આથી ગુણવાન ગુરુના પાતંત્ર્યનો પરિણામ થાય છે, આહારગ્રહણકાળમાં લાગેલા દોષોનું સમ્યગૂ આલોચન થાય છે અને સમ્યગ આલોચન દ્વારા સંયમની શુદ્ધિ થાય છે.
આ આલોચના સાધુએ કેવા કાયિકવ્યાપાર અને માનસવ્યાપારપૂર્વક કરવી જોઈએ ? તે સર્વ પ્રસ્તુત ગ્રંથમાં ગાથા ૩૨૭થી ૩૪૨માં વર્ણવેલ છે.
(૬) ભુજના દ્વાર : ભુજના એટલે સાધુ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરાતી આહાર વાપરવાની ક્રિયા. સાધુ ભિક્ષાની આલોચના કર્યા પછી આહાર વાપરતાં પૂર્વે કઈ વિધિ કરે ? પોતાના આત્માને કઈ રીતે અનુશાસન આપે ? અને આહાર વાપરતી વખતે કયા દોષોનું વર્જન કરે ? જેથી ભોજનની ક્રિયાથી પણ સંયમના પરિણામમાં ક્યાંય માલિન્ય ન થાય, પરંતુ નિર્લેપ પરિણતિરૂપ સંયમના કંડકોની વૃદ્ધિ થાય, તે સર્વ પ્રસ્તુત ગ્રંથમાં ગાથા ૩૪૩થી ૩૮૭માં વર્ણવેલ છે.
(૭) પાત્રકધાવન દ્વાર : પાત્રકધાવન એટલે આહાર વાપર્યા પછી સાધુ દ્વારા કરાતી પાત્રા ધોવાની ક્રિયા. સાધુ વાપર્યા પછી આહારથી ખરડાયેલ પાત્રાને કઈ વિધિથી ધુવે તો પાત્રા ધોવાની નાની પણ ક્રિયા સંયમશુદ્ધિનું એકાંતે કારણ બને ? તે પ્રસ્તુત ગ્રંથમાં ગાથા ૩૮૮થી ૩૯૧માં વર્ણવેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org