________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / સંકલના (૮) વિચાર દ્વાર : વિચાર એટલે સાધુ દ્વારા મળ-મૂત્રાદિના ત્યાગ માટે કરાતી બહિર્ભુમિમાં ગમનની ક્રિયા. સાધુ જેમ દેહના પાલન માટે ભિક્ષા ગ્રહણ કરે છે, તેમ દેહના ધર્મરૂપે મળ-મૂત્રાદિનું વિસર્જન પણ કરે છે. તે મળાદિ ત્યાગ કરવા માટે સાધુ વસતિની બહાર તેવા કોઈ નિર્જન ભૂભાગમાં જાય છે ત્યારે કઈ રીતે ગમનાદિ ચેષ્ટા કરે? જેથી તે મળાદિ ત્યાગની પણ ક્રિયા સંયમવૃદ્ધિનું કારણ બને? તે સર્વ પ્રસ્તુત ગ્રંથમાં ગાથા ૩૯૩થી ૩૯૮માં વર્ણવેલ છે.
છબસ્થતાને કારણે પ્રસ્તુત ગ્રંથના લખાણમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ જાણતાં કે અજાણતાં કંઈ પણ લખાણ થયું હોય તો તે બદલ ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડ
માંગું છું.
– પ્રવીણચંદ્ર ખીમજી મોતા
મહા સુદ-૪, વિ.સં. ૨૦૬૪ તા. ૧૦-૨-૨૦૦૮, રવિવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org