________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / સંકલના
| : પંચવસ્તુક ગ્રંથરત્ન અંતર્ગત દ્વિતીય પ્રતિદિનક્રિયા વસ્તુના
પદાર્થોની સંક્ષિપ્ત સંકલના :
યોગ્ય જીવ શાસ્ત્રવિધિ અનુસાર પ્રવ્રયા ગ્રહણ કરે તો તેની મતિ શાસ્ત્રથી ભાવિત થવાને કારણે પ્રાયઃ કરીને પ્રવ્રજયાગ્રહણકાળમાં જ તેને ભાવથી છä ગુણસ્થાનક સ્પર્શે છે, અને જેઓને છઠ્ઠા ગુણસ્થાનકનો સ્પર્શ થાય છે તે જીવો પ્રવ્રયાગ્રહણકાળથી માંડીને મન-વચન-કાયાની ગુપ્તિવાળા થાય છે, અને સુભટની જેમ મોહનો નાશ કરવા માટે ભગવાનના વચનનું અવલંબન લઈને પ્રતિદિન સવારથી સાંજ સુધી સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે, જે ક્રિયાઓના બળથી તે મહાત્માનું ચિત્ત ષયના પાલનમાં યત્નવાળું બને છે. તેથી તેમના આત્મા પર રહેલા મોહના સંસ્કારો ક્ષીણ-ક્ષીણતર થાય છે, તેમ જ તેઓનું સમભાવના પરિણામરૂપ સામાયિક અતિશય-અતિશયતર થાય છે, કેમ કે શાસ્ત્રમાં કહેલ સંયમની સર્વ ક્રિયાઓ વિધિપૂર્વક કરવાથી તે સમભાવની વૃદ્ધિ દ્વારા વીતરાગભાવને અનુકૂળ દેઢ વ્યાપાર ઉલ્લસિત કરે છે. માટે જે મહાત્માને પ્રવ્રયાગ્રહણકાળમાં સર્વવિરતિ ગુણસ્થાનક સ્પર્શેલું હોય તેઓને પ્રતિદિનક્રિયા કરવાથી ઉત્તરોત્તર તે ગુણસ્થાનકના કંડકોની વૃદ્ધિ થાય છે.
વળી શાસ્ત્રવિધિ અનુસાર પ્રવ્રજયા ગ્રહણ કરવા છતાં કોઈ જીવને પ્રવ્રયાગ્રહણકાળમાં સમભાવરૂપ સંયમનો પરિણામ ભાવથી સ્પર્શે તેવું વીર્ય ઉલ્લસિત થયું ન હોય, તોપણ તે મહાત્મા પ્રતિદિન શાસ્ત્રોક્ત વિધિ મુજબ સંયમની ક્રિયાઓ કરે તો તે ક્રિયાઓના બળથી તે જીવમાં ભાવથી સંયમનો પરિણામ પ્રગટે તેવું વીર્ય ઉલ્લસિત થાય છે. માટે વિધિપૂર્વક પ્રવ્રજયા ગ્રહણ કર્યા પછી સાધુએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રતિદિનક્રિયા કરવી જોઈએ.
આથી પ્રસ્તુત પંચવસ્તુક ગ્રંથમાં બતાવેલ પાંચ વસ્તુઓમાંથી ગાથા ૧થી ૨૨૮ સુધી પ્રથમ પ્રવ્રયાવિધાન નામની વસ્તુ બતાવ્યા પછી ગાથા ૨૨૯થી ૬૦૯ સુધી બીજી પ્રતિદિનક્રિયા નામની વસ્તુ બતાવેલ છે.
વળી તે પ્રતિદિનક્રિયા નામની વસ્તુનું સ્વરૂપ ગ્રંથકારે પ્રસ્તુત ગ્રંથમાં મુખ્ય દશ દ્વારોના વિભાગથી દર્શાવેલ છે, તે આ પ્રમાણે : (૧) પ્રત્યુપેક્ષણા દ્વાર (ર) પ્રમાર્જના દ્વાર (૩) ભિક્ષા દ્વાર (૪) ઇર્યા દ્વાર (૫) આલોચના દ્વાર (૬) ભુજના દ્વાર (૭) પાત્રકધાવન ધાર (૮) વિચાર દ્વાર (૯) અંડિલ દ્વાર (૧૦) આવશ્યકાદિ દ્વાર.
(૧) પ્રત્યુપેક્ષણા દ્વાર : પ્રત્યુપેક્ષણા એટલે સાધુ દ્વારા પ્રતિદિન કરાતી ઉપધિના પડિલેહણની ક્રિયા. સાધુ વસ્ત્ર-પાત્રની પડિલેહણામાં શક્તિ ગોપવ્યા વગર, શાસ્ત્રોક્ત વિધિ અનુસાર, ઉપયોગપૂર્વક ઉદ્યમ કરે તો સૂમમાં સૂક્ષ્મ જીવની રક્ષણવિષયક યતનાનું પરિપૂર્ણ પાલન થાય છે, પર્કાયના પાલનના અધ્યવસાયના બળથી સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય બુદ્ધિ થવાને કારણે સમભાવરૂપ સંયમનો પરિણામ થાય છે, તેમ જ ઉલ્લસિત થયેલો તે સમભાવ પુષ્ટ-પુષ્ટતર થાય છે. તે પડિલેહણની ક્રિયાની શાસ્ત્રોક્ત વિધિ પ્રસ્તુત ગ્રંથમાં ગાથા ૨૩૧થી ૨૮૫માં વર્ણવેલ છે.
(૨) પ્રમાર્જના દ્વાર : પ્રાર્થના એટલે સાધુ દ્વારા પ્રતિદિન કરાતી દંડાસણ દ્વારા વસતિના પ્રમાર્જનની ક્રિયા. સાધુ સંયમની આરાધના અર્થે શાસ્ત્રોક્ત વિધિ મુજબ નિર્દોષ વસતિની ગૃહસ્થ પાસે યાચના કરીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org