________________
૧૧૬
પ્રતિદિનક્રિયાવસ્તુક/ભિક્ષા' દ્વાર/ ગાથા ૩૦૯ થી ૩૧૧ ભિક્ષા વહોરતી વખતે જોયેલ પણ માખી આદિને કાઢેલ ન હોય તો, ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં પહેલાં અવશ્ય તે માખી વગેરેને સાધુઓ ભિક્ષામાંથી અલગ કરીને ઉચિત સ્થાને ત્યાગ કરે છે. ૩૦લા અવતરણિકા :
यत्र तद्विगिञ्चति तदाह - અવતરણિયાર્થ: - પૂર્વગાથામાં કહ્યું કે ભિક્ષા ગ્રહણકાળમાં અનુપલબ્ધ કે ઉપલબ્ધ એવા માખી વગેરેને ભિક્ષામાંથી ત્યજે છે. તે ક્યાં ત્યજે છે? તેથી જ્યાં જે સ્થાનમાં, તેને માખી વગેરેને, સાધુ ત્યજે છે, તે સ્થાનને કહે છે –
ગાથા :
सुन्नहर देउले वा असई अ उवस्सयस्स वा दारे ।
मच्छिगकंटगमाई सोहेत्तुमुवस्सयं पविसे ॥३१०॥ અન્વયાર્થ :
સુત્રદા રે ને વા=શૂન્યઘરમાં કે દેવકુલમાં, મ ગ ૩વર્સયસ વા વા અથવા નહીં હોતે જીતે જ શૂન્યગૃહાદિ વિદ્યમાન નહીં હોતે છતે જ, ઉપાશ્રયના દ્વારમાં મચ્છવંદના મક્ષિકા, કંટકાદિને સોહેતું=શોધીને ૩વયં=ઉપાશ્રયને વિષે વિશે પ્રવેશે.
* મૂળગાથામાં રહેલ “ગ' વકાર અર્થમાં છે. ગાથાર્થ : - શૂન્ચઘરમાં કે દેવકુલમાં, અથવા શૂન્યગૃહાદિ વિધમાન નહીં હોતે છતે જ ઉપાશ્રયના દ્વારમાં માખી-કાંટા આદિને શોધીને સાધુ ઉપાશ્રયમાં પ્રવેશે. ટીકાઃ
शून्यगृहे देवकुले वा, असति वा=अविद्यमाने वा तच्छून्यगृहादौ, उपाश्रयस्य वा द्वारे मक्षिकाकण्टकाद्यं वस्तु शोधयित्वा उद्धृत्योपाश्रयं प्रविशेदिति गाथार्थः ॥३१०॥ નોંધ:
ટીકામાં તસ્કૂચગૃહાવી માં તત્ શબ્દ વધારાનો ભાસે છે. ટીકાર્ય :
શૂન્યઘરમાં કે દેવકુલમાં અથવા નહીં હોતે છતે જ શૂન્યગૃહ આદિ અવિદ્યમાન હોતે છતે જ, ઉપાશ્રયના દ્વારમાં માખી, કાંટા વગેરે વસ્તુને શોધીને ઉદ્ધરીને=પાત્રમાંથી કાઢીને, ઉપાશ્રયને વિષે પ્રવેશે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૩૧૦ અવતરણિકા:
अत्रैव विधिशेषमाह -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org