________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ ભિક્ષા' દ્વાર / ગાથા ૩૧૧
૧૧૭
અવતરણિકાર્ય :
ગાથા ૩૦૮માં કહેલ કે શિષ્ટ સામાચારીની વિરાધના નહીં કરતા સાધુઓ વસતિમાં આવે છે, અને તેમાં સામાન્યથી શિષ્ટ સામાચારી બતાવી કે માખી-કાંટા વગેરેને કાઢીને વસતિમાં પ્રવેશે. હવે અહીં જ=વસતિના પ્રવેશમાં જ, વિવિશેષને બાકી રહેલ વિધિને, કહે છે –
ગાથા :
पायपमज्ज निसीहिअ अंजलि दंडुवहिमोक्खणं विहिणा ।
सोहिं च करिति तओ उवउत्ता जायसंवेगा ॥३११॥ पडिदारगाहा ॥ અવાર્થ :
પાયામ=પાદપ્રમાર્જનને, નિશીહિમ=મૈષેબિકીને, મંત્રિ=અંજલિને, વિહિપ સંકુરિમોમgui= વિધિથી દંડ અને ઉપધિના મોક્ષણને, તો ઘ=અને ત્યારપછી નાયા –ઉત્પન્ન થયેલા સંવેગવાળા, ૩૩=ઉપયુક્ત એવા સાધુઓ સોëિ વારિત્તિ શુદ્ધિને કરે છે. ગાથાર્થ :
વસતિમાં પ્રવેશતા સાધુઓ પગની પ્રમાર્જના, નૈષેલિકી, અંજલિ, વિધિથી દાંડો અને ઉપધિનું મોક્ષણ કરે છે, અને ત્યારબાદ ઉત્પન્ન થયેલા સંવેગવાળા, ઉપયુક્ત એવા સાધુઓ શુદ્ધિને કરે છે. ટીકા : __प्रविशन्तः पादप्रमार्जनं कुर्वन्ति तथा नैषेधिकीम् अञ्जलिमित्यञ्जलिग्रहं तथा दण्डोपधिमोक्षणं विधिना वक्ष्यमाणेन, शुद्धिं चाऽऽलोचनया कुर्वन्ति तत उपयुक्ताः सन्तो जातसंवेगा इति द्वारगाथासमासार्थः
રૂા . ટીકાર્ય :
પ્રવેશતા=વસતિમાં પ્રવેશ કરતા સાધુઓ, પાદના પ્રમાર્જનને તથા નૈષેબિકીને, અંજલિને= અંજલિના ગ્રહને, તથા કહેવાનાર વિધિથી દંડ અને ઉપધિના મોક્ષણને કરે છે, અને ત્યારપછી ઉત્પન્ન થયેલો છે સંવેગ જેમને એવા ઉપયુક્ત છતા સાધુઓ આલોચના વડે શુદ્ધિ કરે છે. આ પ્રમાણે તારગાથાનો સમાસાર્થ છે=સંક્ષેપથી અર્થ છે. ભાવાર્થ :
ગાથા ૩૦૮માં કહેલ કે ભિક્ષાટન કરીને સાધુઓ શિષ્ટ સામાચારીને અવિરાધતા વસતિમાં પ્રવેશે છે. તે વસતિમાં પ્રવેશ કરવાની શિષ્ટ સામાચારી બતાડવા માટે પાંચ દ્વારોનું પ્રસ્તુત ગાથામાં વર્ણન કરેલ છે, જે દ્વારોનું વિશેષ વર્ણન ગ્રંથકાર આગળમાં કરવાના છે. તેમાં પ્રથમ વાર વસતિમાં પ્રવેશતાં સાધુઓ પાદપ્રમાર્જના કરે છે તેનું છે. બીજું દ્વાર નિસીહિ બોલે છે તેનું છે, ત્રીજું દ્વાર અંજલિ જોડે છે તેનું છે, ચોથું દ્વાર વિધિપૂર્વક દાંડો અને ઉપધિ મૂકે છે તેનું છે અને ત્યારપછી પાંચમું દ્વાર સંવેગપૂર્વક ઉપયુક્ત થયેલા સાધુઓ ભિક્ષા સંબંધી આલોચના વડે શુદ્ધિ કરે છે તેનું છે. ll૩૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org