________________
૧૧૪
પ્રતિદિનક્રિયાવસ્તક ભિક્ષા’ દ્વાર/ ગાથા ૩૦૮
ગાથા :
सुत्तभणिएण विहिणा उवउत्ता हिंडिऊण ते भिक्खं ।
पच्छा उर्विति वसहिं सामायारिं अभिदंता ॥३०८॥ અન્વયાર્થઃ
સુત્તમા વિદિ=સૂત્રમાં કહેવાયેલ વિધિથી યુવક તે=ઉપયુક્ત એવા તેઓ=સાધુઓ, મળ્યું fઈંડિV=ભિક્ષા માટે ફરીને પછ=પાછળથી સામાયરિંમવંતા સામાચારીને નહીં ભેદતાવરિં-વસતિને વિષે વિંતિ=આવે છે. ગાથાર્થ
સૂત્રમાં કહેલ વિધિથી ઉપયુક્ત એવા સાધુઓ ભિક્ષા માટે ફરીને પાછળથી સામાચારીને નહીં વિરાધતા વસતિમાં આવે છે. ટીકા? ___ सूत्रभणितेन विधिना-शङ्कितादिपरिहारेण उपयुक्ताः तथा हिण्डित्वा=अटित्वा ते साधवः भिक्षासर्वसम्पत्करी, पश्चात् तदुत्तरकालं उविति=आगच्छन्ति वसतिं सामाचारी - शिष्टसमाचरणलक्षणां अभिन्दन्तः अविराधयन्त इति गाथार्थः ॥३०८॥ ટીકાઈઃ
શંકિતાદિના પરિહારરૂપ સૂત્રમાં કહેવાયેલ વિધિથી ઉપયુક્ત એવા તેઓ-સાધુઓ, સર્વસંપન્કરી ભિક્ષા માટે, તે પ્રકારે=જે પ્રકારે ગ્રહણ કરેલ અભિગ્રહોમાં કોઈ સ્કૂલના ન થાય તે પ્રકારે, ફરીને=અટન કરીને, પાછળથી તેનાથી ઉત્તર કાળને વિષે, શિષ્ટોના સમાચરણના લક્ષણવાળી સામાચારીને નહીં ભેદતા=નહીં વિરાધતા, વસતિને વિષે આવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
પૂર્વે ગ્રંથકારે કહ્યું કે ઉપયોગનો કાયોત્સર્ગ કર્યા પછી સાધુઓ અભિગ્રહપૂર્વક ભિક્ષાટન કરે છે, તે ભિક્ષાટન કરતી વખતે સાધુઓ ભિક્ષાના અંકિતાદિ ૪૨ દોષોને સ્મૃતિમાં રાખીને શાસ્ત્રવિધિ અનુસાર ઉપયુક્ત હોય છે અને ગમનાદિ ચેષ્ટા પણ ઉપયોગપૂર્વક કરે છે, જેથી કોઈ પ્રકારની વિરાધના ન થાય. આ રીતે સ્વ-પરને એકાંતે કલ્યાણકર એવું ભિક્ષાટન કરીને પોતાને જે કાંઈ ભિક્ષા પ્રાપ્ત થઈ હોય તે મેળવ્યા પછી સાધુ વસતિમાં આવે છે, અને વસતિમાં પ્રવેશવા માટેની સાધુની જે સામાચારી છે તેની વિરાધના ન થાય તે પ્રકારની યતનાપૂર્વક તેઓ વસતિમાં પ્રવેશે છે.
આથી ફલિત થાય કે સાધુની ભિક્ષાટનની ક્રિયા માત્ર ઉદર ભરવા માટે નથી કે કષ્ટ વેઠવા માટે નથી, પરંતુ અત્યંત ઉપયોગપૂર્વક સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરવા દ્વારા સંવરભાવની અત્યંત વૃદ્ધિ કરવા માટે છે. Hi૩૦૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org