________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભિક્ષા' દ્વાર / ગાથા ૩૦૦-૩૦૮
અભિગ્રહો મોહ અને મદને દૂર કરવામાં સમર્થ છે, તે આ રીતે -
-
સાધુ આત્માના કલ્યાણ માટે ભિક્ષાટન કરે છે, અને તે પણ ક્ષુધા-તૃષા લાગી હોય તે વખતે ભગવાનના વચનના સ્મરણપૂર્વક વિશેષ પ્રકારના અભિગ્રહો ગ્રહણ કરીને ભિક્ષાટન કરે છે. વળી પોતાનો અભિગ્રહ પૂરો ન થાય ત્યાં સુધી કોઈ જાતની દીનતા કર્યા વગર ભગવાનના વચન ઉપર પૂર્ણ આસ્થાપૂર્વક ક્ષુધાતૃષા સહન કરે છે, અને પોતાના અભિગ્રહ પ્રમાણે ભિક્ષા ન મળે તોપણ ભિક્ષાની અપ્રાપ્તિકૃત ખેદ કરતા નથી, પરંતુ પોતાના અભિગ્રહ અનુસાર ભિક્ષાપ્રાપ્તિ માટે સમભાવપૂર્વક ઉચિત યત્ન કરે છે. આથી તેવા મુનિઓના મોહાદિના સંસ્કારો અભિગ્રહો ગ્રહણના કારણે ક્ષીણ-ક્ષીણતર થાય છે. વળી આ અભિગ્રહો તીર્થંકરોએ પણ સેવ્યા છે. માટે મહાપુરુષોથી સેવાયેલા આ અભિગ્રહો નિર્જરાનું કારણ છે.
વળી, પૂર્વપક્ષીએ અભિગ્રહોની મજૂરોનાં કષ્ટો સાથે તુલના કરી તે અનુચિત છે; કેમ કે મજૂરો જે કષ્ટો વેઠે છે તે શાસ્ત્રમાં વિહિત નથી, સાવઘ પ્રવૃત્તિરૂપ છે, અને તે કષ્ટો વેઠવાથી મજૂરોના મોહાદિ નાશ પામતા નથી, ફક્ત તે કષ્ટો વેઠવામાં તેઓને અરિત વર્તે છે, છતાં ધનના લોભથી તેઓ તે કષ્ટો વેઠે છે, માટે તે કષ્ટ વેઠવાથી પણ તેઓને ધનની મૂર્છા જ વધે છે. જ્યારે મુનિના અભિગ્રહો વિવેકવાળા અને સમભાવની વૃદ્ધિના યત્નયુક્ત છે. માટે વિવેકી સાધુ પોતાની શક્તિ અનુસાર ગુરુ-લાઘવનું આલોચન કરીને અભિગ્રહો કરે તો અભિગ્રહોના બળથી અવશ્ય તે મુનિના સમભાવની વૃદ્ધિ થાય છે, અને અભિગ્રહોના પાલનથી આત્માની વિશુદ્ધિરૂપ સ્વસંવેદિત ફળ પ્રાપ્ત થાય છે. માટે વિવેકી મુનિના અભિગ્રહો સુપ્રશસ્ત છે. II૩૦૭ના
અવતરણિકા :
अलं प्रसङ्गेन, प्रस्तुतमाह
અવતરણિકાર્ય
પ્રસંગથી સર્યું, હવે પ્રસ્તુતને કહે છે
૧૧૩
ભાવાર્થ:
ગાથા ૨૮૬થી ‘ભિક્ષા’દ્વારનો પ્રારંભ થયો, અને ત્યાં કહ્યું કે મૃતયોગસમાચારવાળા સાધુઓ ગુરુ પાસે ઉપયોગ કરીને ‘આવશ્યી’ અને ‘યસ્ય યોગ' વડે ભિક્ષા અર્થે વસતિમાંથી નીકળે છે. ત્યારપછી ગાથા ૨૮૭થી ૨૯૫માં ઉપયોગની ક્રિયાનું સ્વરૂપ બતાવ્યું, ત્યારપછી ગાથા ૨૯૭માં કહ્યું કે સાધુઓ દ્રવ્યાદિ અભિગ્રહોથી યુક્ત, એષણામાં ઉપયુક્ત અને આહારાદિમાં મૂર્છા વગરના થઈને ભિક્ષાટન કરે છે.
ત્યાં પ્રશ્ન થાય કે અભિગ્રહો શું છે ? તેથી પ્રાસંગિક રીતે ગાથા ૨૯૮થી ૩૦૫ સુધી અભિગ્રહોનું સ્વરૂપ બતાવ્યું. ત્યારપછી અભિગ્રહોથી ક્લેશ થાય છે, પણ નિર્જરા નથી થતી, એવી શંકાનું ગાથા ૩૦૬માં ઉદ્ભાવન કરીને તેનું ગાથા ૩૦૭માં સમાધાન કર્યું આ રીતે અભિગ્રહોનું સ્વરૂપ અને તેની સફળતા પ્રાસંગિક બતાવી.
હવે સાધુઓ ભિક્ષાટન કરીને કઈ રીતે વસતિમાં આવે છે, તે રૂપ પ્રસ્તુતને કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org