________________
- ૧૧
પ્રતિદિનક્રિયાવસ્તુકભિક્ષા' દ્વાર / ગાથા ૩૦૦-૩૦૦ ટીકાઃ
यः कश्चित् परिक्लेशो दारुवहनादिः येषां केषाञ्चित् कर्मकरादीनां शुद्धिहेतुरिति कर्ममलमपेक्ष्य प्राप्नोति एवं गुरुलाघवालोचनशून्याभिग्रहाङ्गीकरणे सति, यस्मादेवं तस्मात् न प्रशस्ता=न शोभनाः कर्मक्षयनिमित्तमभिग्रहा एते=भवतोपन्यस्ता इति गाथार्थः ॥३०६॥ ટીકાર્થ:
આ રીતેeગુરુ-લાઘવના આલોચનથી શૂન્ય એવા અભિગ્રહોનું અંગીકરણ હોતે છત=ગુરુ-લાઘવના વિચાર વગર અભિગ્રહોનો કર્મક્ષયના નિમિત્તરૂપે સ્વીકાર હોતે છતે, કર્મકરાદિકમજૂરી કરનાર વગેરે, જે કોઈનો દારુવડનાદિ=લાકડાને ઊંચકવા વગેરેરૂપ, જે કોઈ પરિક્લેશ કર્મરૂપ મલને અપેક્ષીને શુદ્ધિનો હેતુ પ્રાપ્ત થાય. જે કારણથી આમ =મજૂર વગેરેનો પરિફ્લેશ શુદ્ધિનો હેતુ પ્રાપ્ત થાય એમ છે, તે કારણથી કર્મના ક્ષયના નિમિત્તે આ=તમારા વડે ઉપન્યસ્ત=ગ્રંથકાર વડે કહેવાયેલા, અભિગ્રહો પ્રશસ્ત નથી=શોભન નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પૂર્વપક્ષી સ્થૂલ દષ્ટિથી વિચારીને કહે છે કે નિર્જરા અર્થે સ્વાધ્યાયાદિમાં પ્રવૃત્તિ કરવી ઉચિત છે, પરંતુ કેવલ ક્લેશકારી એવા અભિગ્રહો ગ્રહણ કરીને સ્વાધ્યાયાદિનો વ્યાઘાત કરવો જોઈએ નહીં. તેથી આ અભિગ્રહોનો સ્વીકાર ગુરુ-લાઘવનો સમ્ય વિચાર કર્યા વગર પ્રવૃત્તિ કરવા જેવો છે.
આમ છતાં, અભિગ્રહોના ક્લેશને નિર્જરાનું કારણ સ્વીકારવામાં આવે તો જે કોઈ મજૂરી કરનાર વગેરે લાકડાનું વહન વગેરે કરીને ક્લેશ અનુભવે છે, તેઓની પણ કર્મોની નિર્જરા થવારૂપ શુદ્ધિ થવી જોઈએ; કેમ કે મજૂર વગેરેની જેમ સાધુઓ પણ ગમે તેવા અભિગ્રહો કરીને ભિક્ષા માટે નિરર્થક ફરવારૂપ કષ્ટ વેઠે છે, અને સ્વાધ્યાયાદિનો વ્યાઘાત કરે છે. તેથી જેમ મજૂર વગેરેને નિર્જરા થતી નથી, તેમ સાધુઓને પણ નિર્જરા થતી નથી. આથી આ અભિગ્રહો સુંદર નથી.
અહીં “વ'નો અર્થ “ગુરુ-લાઘવના આલોચનથી શૂન્ય એવા અભિગ્રહો સ્વીકારાયે છતે’ એમ કરવા દ્વારા પૂર્વપક્ષીને એ કહેવું છે કે આત્મામાં નિર્લેપતાના પરિણામથી કર્મનિર્જરા થાય છે, પરંતુ અભિગ્રહો ગ્રહણ કર્યા પછી ભિક્ષા પ્રાપ્ત ન થાય તો સાધુને ભિક્ષાટનનો અને શ્રુધાસહનનો ક્લેશ પ્રાપ્ત થાય, અને
ક્લેશથી નિર્જરા થાય નહીં. માટે સાધુએ અભિગ્રહો ગ્રહણ કરવાને બદલે સંયમમાં ઉપષ્ટભક એવી ભિક્ષા પ્રાપ્ત કરીને નિર્લેપ ચિત્તપ્રાપ્તિના ઉચિત ઉપાયમાં ઉદ્યમ કરવો જોઈએ. ૩૦૬ll અવતરણિકા:
आचार्य आह - અવતરણિતાર્થ :
પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ શંકા કરી કે અભિગ્રહો ક્લેશરૂપ હોવાથી પ્રશસ્ત નથી. તેના જવાબરૂપે આચાર્ય કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org