________________
૧૧૦
પ્રતિદિનક્રિયાવસ્તુક/ ભિક્ષા' દ્વાર/ ગાથા ૩૦૫-૩૦૬
ભાવાર્થ :
પૂર્વે બતાવ્યું કે સાધુઓ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયીને જુદા જુદા અભિગ્રહો કરે છે, જે અભિગ્રહો સર્વ સાધુઓ માટે સામાન્યથી નથી, પરંતુ કેટલાક સાધુઓનાં તેવા પ્રકારનાં કર્મો હોય છે, જેથી તેઓ વિવિધ પ્રકારના અભિગ્રહો ગ્રહણ કરીને ભિક્ષાટન કરે, અને અભિગ્રહો પ્રમાણે ભિક્ષા ન મળે તોપણ ચિત્તને સમભાવમાં રાખીને અભિગ્રહો પ્રત્યે બદ્ધરાગથી અપ્રમાદપૂર્વક યત્ન કરે, તો તેઓના સમભાવની વૃદ્ધિ થાય.
જેમ ઢંઢણઋષિને ભૂતકાળનાં તેવાં કર્મોના ઉદયથી સ્વલબ્ધિથી ભિક્ષા પ્રાપ્ત થતી ન હતી, ત્યારે તે મહાત્માએ અભિગ્રહ ગ્રહણ કર્યો કે “મને સ્વલબ્ધિથી ભિક્ષા પ્રાપ્ત થશે તો જ હું ભોજન કરીશ.” આ પ્રકારના અભિગ્રહના પાલનમાં પ્રતિદિન અપ્રમાદભાવથી ઉદ્યમ કરતાં ઢંઢણઋષિના સંયમના કંડકોની વૃદ્ધિ થતી હતી, જેથી છ મહિના પછી કૃષ્ણ મહારાજાના વંદનને કારણે તેમને નિર્દોષ પણ પ્રાપ્ત થયેલા મોદક મને સ્વલબ્ધિથી પ્રાપ્ત થયા નથી.' એમ ભગવાન પાસેથી જાણીને પોતાના અભિગ્રહની શુદ્ધિ અર્થે પરઠવવા યત્ન કરે છે, ત્યારે તેના બળથી જ સંયમની શુદ્ધિ થવાથી તે મહાત્માને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ.
આથી ફલિત થાય છે કે કેટલાક જીવોનાં તેવા કર્મો હોય છે, જેથી તેઓ અભિગ્રહોમાં દઢ યત્ન કરે તો જ સમભાવની વૃદ્ધિ થાય, અન્યથા ન થાય. માટે તેવા સાધુઓને આશ્રયીને શાસ્ત્રમાં અભિગ્રહોનું વિધાન કરેલ છે. આ૩૦પા અવતરણિકાઃ
મત્રાદિ – અવતરણિકાર્ય :
અહીં કહે છે–પૂર્વમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયીને જે અભિગ્રહો બતાવ્યા, એમાં પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે –
ગાથા :
जो कोइ परिकिलेसो जेसि केसिंचि सुद्धिहेठ त्ति ।
पावइ एवं तम्हा ण पसत्थाऽभिग्गहा एए ॥३०६॥ અન્વયાર્થઃ
વં=આ રીતે=ગુરુ-લાઘવના આલોચન વગર અભિગ્રહો સ્વીકારવામાં આવે એ રીતે, હરિ જે કોઈનો સુઘે શુદ્ધિનો હેતુ નો હો વિષનેરો જે કોઈ પરિફ્લેશ પાવડું પ્રાપ્ત થાય, તહીં–તે કારણથી મિહા આ અભિગ્રહો પસંસ્થા =પ્રશસ્ત નથી=સુંદર નથી.
* “ત્તિ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ:
ગુર-લાઘવના આલોચન વગર અભિગ્રહો રવીકારવામાં આવે એ રીતે, શુદ્ધિનો હેતુ જે કોઈ પરિફ્લેશ પ્રાપ્ત થશે, તે કારણથી આ અભિગ્રહો સુંદર નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org