________________
પ્રતિદિનક્રિયાવસ્તુક | ‘ભિક્ષા’ દ્વાર | ગાથા ૩૦૫
અવતરણિકા :
अभिग्रहविषयोपदर्शनायाह
ગાથા :
અવતરણિકાર્ય
અભિગ્રહોના વિષયના ઉપદર્શન માટે કહે છે અર્થાત્ પૂર્વમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અભિગ્રહો બતાવ્યા. હવે તે અભિગ્રહો કેવા પુરુષોને આશ્રયીને ઉચિત છે ? તે રૂપ અભિગ્રહોના વિષયભૂત જીવોને દર્શાવવા માટે કહે છે –
અન્વયાર્થ:
-
2
पुरिसे पडुच्च एए अभिग्गहा नवरि एत्थ विण्णेआ । सत्ता विचित्तचित्ता केई सुज्झति एमेव ॥ ३०५ ॥
૧૦૯
પત્થ=અહીં=ભગવાનના શાસનમાં, નવફિક્ત પુત્તેિ પડુથ્વ=પુરુષોને આશ્રયીને=આવા પ્રકારની ક્રિયાવાળા સાધુઓને આશ્રયીને, ણ અમિTMા=આ અભિગ્રહો વિન્ગે=જાણવા. વિચિત્તચિત્તા-વિચિત્ર ચિત્તવાળા š=કેટલાક સત્તા=સત્ત્વો=જીવો, મેવ=આ રીતે જ=અભિગ્રહોના સેવનથી જ, મુાંતિ=શુદ્ધ થાય છે.
ગાથાર્થ:
ભગવાનના શાસનમાં ફક્ત આવા પ્રકારની ક્રિયાવાળા સાધુઓને આશ્રયીને આ અભિગ્રહો જાણવા. વિચિત્ર ચિત્તવાળા કેટલાક જીવો અભિગ્રહોના સેવનથી જ શુદ્ધ થાય છે.
ટીકા
पुरुषान् प्रतीत्यैवंविधक्रियान् विनेयानेतेऽभिग्रहाः अत्र शासने नवरं विज्ञेया इति, किमेतदेवमित्यत्राहसत्त्वा विचित्रचित्ता:-विचित्राभिसन्धयः केचन शुध्यन्ति कर्म्ममलापेक्षया एवमेव अभिग्रहासेवनेनैवेति ગાથાર્થ: ॥૨૦॥
ટીકાર્ય
ફક્ત પુરુષોને=આવા પ્રકારની ક્રિયાવાળા વિનેયોને, આશ્રયીને અર્થાત્ ભિક્ષાટન કરતી વખતે જુદા જુદા અભિગ્રહો કરે એવા સાધુઓને આશ્રયીને, આ શાસનમાં—ભગવાનના શાસનમાં, અભિગ્રહો જાણવા.
આ આમ કેમ છે ? અર્થાત્ અભિગ્રહો આવા પ્રકારની ક્રિયાવાળા સાધુઓને આશ્રયીને જ કેમ છે, સર્વને આશ્રયીને કેમ નથી ? એ પ્રકારની શંકામાં કહે છે –
–
Jain Education International
કર્મમલની અપેક્ષાથી વિચિત્ર ચિત્તવાળા વિચિત્ર અભિસંધિવાળા, કેટલાક સત્ત્વો=જીવો, આ રીતે જ=અભિગ્રહોના આસેવનથી જ શુદ્ધ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org