________________
૧૦૮
પ્રતિદિનક્રિયાવસ્તક ‘ભિક્ષા' દ્વાર/ ગાથા ૩૦૩-૩૦૪
ગાથા :
ओसक्कण अभिसक्कण परंमुहोऽलंकिओ व इयरो वि ।
भावऽण्णयरेण जुओ अह भावाभिग्गहो नाम ॥३०४॥ અન્વયાર્થ :
મોક્ષT=પાછળ ખસતો, મિસદHE=સન્મુખ આવતો, પરંમુદ્દો પરાભુખ, અશ્વિમ વ=અથવા અલંકૃત, રૂથો વિકઈતર પણ અલંકાર વગરનો પણ, માવડOUTયરે ગુ=અન્યતર ભાવથી યુક્ત પ્રદ માવામિાહો આ ભાવઅભિગ્રહ છે.
* “નામ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ :
પાછળ ખસતો હોય, સન્મુખ આવતો હોય, પરાક્ષુખ હોય, અથવા કદાદિથી અલંકૃત હોય અથવા અલંકૃત ન પણ હોય, આ સર્વ ભાવોમાંથી કોઈપણ ભાવથી યુક્ત પુરષ આ ભાવઅભિગ્રહનો વિષય છે. ટીકા :
स अपसरन् अभिसरन् पराङ्मुखोऽलङ्कृतः कटकादिना इतरोऽपि अनलङ्कृतो वाऽपि भावेनान्यतरेण युक्तः समेतो यावान् कश्चिद्, अथ अयं भावाभिग्रहो नामेति गाथार्थः ॥३०४॥ ટીકાર્યઃ
સપરન્સ મેતો અપસરણ કરતો, અભિસરણ કરતો, પરાઠુખ, કડા આદિ વડે અલંકૃત અથવા ઇતર પણ=નહીં અલંકૃત પણ, અન્યતર ભાવથી યુક્ત=સમેત=આ સર્વ ભાવોમાંથી કોઈપણ એક ભાવથી યુક્ત, યાવાન જેટલો શત્ કોઈ હોય, સ: તે-તે તે ભાવથી યુક્ત ભિક્ષા વહોરાવનાર પુરુષ, =યં માવામહ: એ ભાવઅભિગ્રહ છે=ભાવઅભિગ્રહનો વિષય છે, રૂતિ થાઈ. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : - સાધુઓ ગોચરી વહોરવા જતી વખતે વિવિધ પ્રકારના ભાવઅભિગ્રહને ધારણ કરે છે. ભાજનમાંથી ભોજનનો પિંડ ઉપાડેલો હોય અને તે પિંડ વહોરાવે તો ગ્રહણ કરવું, તે ઉક્ષિપ્તચર નામનો ભાવઅભિગ્રહ છે; અને “ક્ષિત્રિરા "માં વિ' પદથી નિક્ષિપ્તચર નામનો ભાવઅભિગ્રહ ગ્રહણ કરવાનો છે. તેથી એ પ્રાપ્ત થાય કે ભોજન કરનારને થાળીમાં જમવા માટે જે ભોજનનો પિંડ મૂકેલો હોય, અને તે પિંડ વહોરાવે તો ગ્રહણ કરવું, તે નિક્ષિપ્તચર નામનો ભાવઅભિગ્રહ છે.
વળી કોઈ ગાતાં, રડતાં કે બેઠેલા વગેરે ભાવોમાં રહીને વહોરાવે તો જ વહોરવું, તેવો અભિગ્રહ ધારણ કરવો, એ પણ ભાવઅભિગ્રહ છે.
વળી કોઈ પાછો ખસતો, સન્મુખ આવતો કે સાધુથી પરામુખ જતો પુરુષ ભિક્ષા આપે તો જ ભિક્ષા ગ્રહણ કરવી, અથવા કડા વગેરે અલંકારોથી અલંકૃત હોય તેવો ભિક્ષા આપે અથવા અલંકૃત ન હોય તેવો ભિક્ષા આપે તો જ ગ્રહણ કરવી, આવા પ્રકારના અભિગ્રહો ધારણ કરવા, એ પણ ભાવઅભિગ્રહ છે. ૩૦૩/૩૦૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org