________________
૧૦૬
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભિક્ષા’ દ્વાર | ગાથા ૩૦૨
કાળમાં (ભિક્ષાટન શ્રેય નથી). પવત્તળ મા=પ્રવર્તન ન થાઓ. તોતેથી મો=મધ્ય એવા કાળમાં (ભિક્ષાટન શ્રેય છે.)
* ‘' વાક્યાલંકારમાં છે.
ગાથાર્થ:
ભિક્ષા આપનાર અને લેનાર બંનેને સૂક્ષ્મ પણ અપ્રિયત્વ ન થાઓ, એથી અપ્રાપ્તકાળમાં અને અતીતકાળમાં ભિક્ષાટન શ્રેય નથી; અને અપ્રાપ્તકાળમાં કે અતીતકાળમાં અધિકરણરૂપ પ્રવર્તન ન થાઓ, તેથી મધ્યકાળમાં ભિક્ષાટન શ્રેય છે.
ટીકા
ददत्प्रतीच्छकयोः=गृहिभिक्षाचरयोः मा भूत्सूक्ष्ममपि अचियत्तम् - अप्रीतिलक्षणम्, इति = एतस्माद्धेतोरप्राप्ते अतीते च भिक्षाकालेऽटनं न श्रेय इति गम्यते, प्रवर्त्तनं च अधिकरणरूपं मा भूत्, ततो मध्ये= भिक्षाकालमध्येऽटनं श्रेय इति गाथार्थः ॥ ३०२ ॥
ટીકાર્ય
આપતા અને પ્રતીચ્છકને=ગૃહી અને ભિક્ષાચરને=ભિક્ષા આપનારા ગૃહસ્થને અને ભિક્ષા ગ્રહણ કરનારા સાધુને, સૂક્ષ્મ પણ અપ્રીતિના લક્ષણવાળું અપ્રિયત્વ ન થાઓ, એથી–એ હેતુથી, અપ્રાપ્ત અને અતીત એવા ભિક્ષાકાળમાં અટન શ્રેય નથી; અને અધિકરણરૂપ પ્રવર્તન ન થાઓ, તે કારણથી મધ્યમાં ભિક્ષાકાળના મધ્યમાં, અટન શ્રેય છે—ભિક્ષાટન કલ્યાણરૂપ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ:
પૂર્વગાથામાં કાળવિષયક ત્રણ પ્રકારના અભિગ્રહ બતાવ્યા. તેમાંથી ભિક્ષાના અપ્રાપ્તકાળમાં કે અતીતકાળમાં ગોચરી માટે જવાથી, ભિક્ષા આપનારને અપ્રીતિ થવાની સંભાવના રહે છે, અને ભિક્ષા લેનાર સાધુને પણ કોઈ ભિક્ષા વહોરાવે નહિ તો અપ્રીતિ થવાની સંભાવના રહે છે. તેથી ભિક્ષાના અપ્રાપ્તકાળમાં કે અતીતકાળમાં ભિક્ષા અર્થે જવું એ શ્રેય નથી.
વળી, ભિક્ષાના અપ્રાપ્તકાળમાં કે અતીતકાળમાં ગોચરી માટે જવાથી, સાધુને ભિક્ષાના સમયથી વહેલાં આવતા જોઈને ગૃહસ્થો પણ “સાધુઓ ગોચરી માટે વહેલા પારે છે”, એમ વિચારી રસોઈ વહેલી કરે; અથવા સાધુને ભિક્ષાના સમયથી મોડા આવતા જોઈને “સાધુઓ ગોચરી માટે મોડા પધારે છે,” એમ વિચારી ગૃહસ્થો રસોઇ મોડી કરે અથવા તો કરેલી રસોઈ મોડે સુધી રાખી મૂકે. અને સાધુ માટે રસોઈ વહેલી કરવી, મોડી કરવી કે રાખી મૂકવી, તે અધિકરણરૂપ ક્રિયા છે; કેમ કે સાધુ માટે રસોઈ વહેલી કરવાથી, મોડી કરવાથી કે રાખી મૂકવાથી, તે તે આરંભનું પ્રવર્તન કરવામાં સાધુ નિમિત્ત બને છે. માટે મધ્ય કાળમાં સાધુઓએ ભિક્ષા માટે જવું શ્રેય છે.
આમ છતાં, કાળના અભિગ્રહધારી સાધુએ ભિક્ષાનો કાળ શરૂ થયા પહેલાં કે ભિક્ષાનો કાળ પસાર થયા પછી, ભિક્ષા ગ્રહણ કરવાનો અભિગ્રહ કર્યો હોય તો, આપનારને અને પોતાને અપ્રીતિ ન થાય અને અધિકરણરૂપ પ્રવર્તન ન થાય, તે રીતે અભિગ્રહધારી સાધુઓએ ભિક્ષા ગ્રહણ કરવા જવું જોઈએ, એ પ્રકારે ગાથા ૩૦૧-૩૦૨ ઉપ૨થી જણાય છે, તત્ત્વ બહુશ્રુત જાણે. ૩૦૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org