________________
૧૦૫
પ્રતિદિનક્રિયાવસ્તુક/ ભિક્ષા' દ્વાર / ગાથા ૩૦૧-૩૦૨ થયો હોય ત્યારે ભિક્ષા લેવા જવાનો અભિગ્રહ, એ પ્રથમ આદિકાળઅભિગ્રહ છે; ભિક્ષાનો કાળ પ્રાપ્ત થાય ત્યારે ભિક્ષા લેવા જવાનો અભિગ્રહ, એ બીજો મધ્યકાળઅભિગ્રહ છે; અને ભિક્ષાનો કાળ પૂરો થાય ત્યારે ભિક્ષા લેવા જવાનો અભિગ્રહ, એ ત્રીજો અવસાનકાળઅભિગ્રહ છે. ટીકાઃ ___ काल इति कालविषयोऽभिग्रहः पुनः, किंविशिष्टः ? इत्याह - आदौ मध्ये तथैवावसाने प्रतीतभिक्षावेलायाः, तथा चाह-अप्राप्ते सति काले भिक्षाकालेऽटतः प्रथम इत्यादौ, द्वितीयो मध्य इति भिक्षाकाल एवाटतः, तृतीयोऽन्त इति भिक्षाकालावसान इति गाथार्थः ॥३०१॥ ટીકાર્ય :
વળી કાળના વિષયવાળો અભિગ્રહ કેવા પ્રકારનો છે? એથી કહે છે – પ્રતીત એવી ભિક્ષાની વેળાની આદિમાં, મધ્યમાં, તે રીતે જ અવસાનમાં કાળવિષયક અભિગ્રહ થાય છે.
અને તે રીતે કહે છે=આદિ, મધ્ય અને અવસાન એ ત્રણ પ્રકારનો કાલાભિગ્રહ કઈ રીતે થાય છે? તે રીતે કહે છે –
કાળ=ભિક્ષાનો કાળ, અપ્રાપ્ત હોતે છતે અટન કરતા એવાને ભિક્ષા માટે ફરતા એવા સાધુને, આદિમાં પ્રથમ થાય છેઃકાળવિષયક પહેલો અભિગ્રહ થાય છે. ભિક્ષાના કાળમાં જ અટન કરતા એવાને મધ્યમાં દ્વિતીય થાય છે=કાળવિષયક બીજો અભિગ્રહ થાય છે. ભિક્ષાના કાળના અવસાનમાં ભિક્ષાટન કરતા સાધુને અંતમાં તૃતીય થાય છેઃકાળવિષયક ત્રીજો અભિગ્રહ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
આદિમાં એટલે કે ભિક્ષાકાળથી પહેલાં, મધ્યમાં એટલે ભિક્ષાકાળના સમયે, અંતે એટલે ભિક્ષાકાળ વીતી ગયા પછી, આ ત્રણમાંથી કોઈપણ એક સમયે ભિક્ષા લેવા જવું, એવો ભિક્ષા માટે કાળનો નિયમ કરવો, તે અનુક્રમે પહેલો, બીજો અને ત્રીજો કાળઅભિગ્રહ છે. li૩૦૧ અવતરણિકા:
कालत्रयेऽपि गुणदोषानाह - અવતરણિયાર્થઃ
આ ત્રણેય પણ કાળમાં થતા ગુણ-દોષોને કહે છે –
ગાથા :
दित्तगपडिच्छगाणं हविज्ज सुहम पि मा ह अचिअत्तं ।
इइ अप्पत्त अईए पवत्तणं मा तओ मज्झे ॥३०२॥ અન્વયાર્થ:
હિં પછિf=દદત અને પ્રતિચ્છિકને=ભિક્ષા આપનાર અને લેનારને, fuસૂક્ષ્મ પણ વિનં-અપ્રિયત્વ મા વિજ્ઞ=ન થાઓ, એથી મuત્ત =અપ્રાપ્ત, (અને) અતીત એવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org