________________
૧૦૦
પ્રતિદિનક્રિયાવસ્તુક/ ભિક્ષા' દ્વાર/ ગાથા ૨૯૮-૨૯૯
અવયાર્થ :
અન્ન=આજે ત્રેવડમલ્લેવર્ડ વા=લેપવાળાને અથવા અલેપવાળાને, અમુi ā =અથવા અમુક દ્રવ્યને અમુકો વચ્ચેvi અથવા અમુક દ્રવ્ય દ્વારા હિચ્છામિ હું ગ્રહણ કરીશ. મદરબ્રામ હો પ્રે=આ દ્રવ્ય અભિગ્રહ જ છે. ગાથાર્થ :
આજે લેપવાળા દ્રવ્યને અથવા અલેપવાળા દ્રવ્યને, અથવા અમુક દ્રવ્યને અથવા અમુક દ્રવ્ય દ્વારા હું ગ્રહણ કરીશ. આ દ્રવ્ય અભિગ્રહ જ છે. ટીકાઃ __ लेपवत् जगादि तन्मिश्रं वा, अलेपवद्वा-तद्विपरीतम्, अमुकं द्रव्यं वा मण्डकादि अद्य ग्रहीष्यामि अमुकेन वा द्रव्येण दीकुन्तादिना, अथ अयं द्रव्याभिग्रहो नाम साध्वाचरणाविशेष इति गाथार्थः ॥२९८॥ ટીકાર્યઃ
આજે જગારી આદિ લેપવાળાને અથવા તેનાથી મિશ્રને=જગારી આદિ લેપવાળા દ્રવ્યથી મિશ્ર એવા દ્રવ્યને, અથવા અલેપવાળાને તેનાથી વિપરીતને લેપવાળા દ્રવ્યથી વિપરીત એવા દ્રવ્યને, અથવા મંડકાદિ દ્રવ્યને, અથવા દર્વી, કુંતાદિ અમુક દ્રવ્ય દ્વારા હું ગ્રહણ કરીશ. આ દ્રવ્ય અભિગ્રહ છે, એટલે સાધુની આચરણાવિશેષ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
સાધુ ભિક્ષા ગ્રહણ કરતી વખતે ત્રણ રીતે દ્રવ્યવિષયક અભિગ્રહ કરે છે, તે આ પ્રમાણે – (૧) જગારી આદિ લેપવાળા દ્રવ્યને હું આજે ગ્રહણ કરીશ, અથવા લેપ અને અલેપવાળા મિશ્ર દ્રવ્યને હું આજે ગ્રહણ કરીશ, અથવા વાલ, ચણાદિ અલેપવાળા રૂક્ષ દ્રવ્યને હું આજે ગ્રહણ કરીશ, (૨) અથવા તો રોટલા વગેરે અમુક દ્રવ્યને જ હું આજે ગ્રહણ કરીશ, (૩) અથવા કડછી, ભાલા વગેરે અમુક દ્રવ્ય દ્વારા કોઈ વહોરાવશે તો જ હું ગ્રહણ કરીશ. આમ દ્રવ્યને આશ્રયીને ત્રણ રીતે અભિગ્રહ ધારણ કરી શકાય છે. અને ધારણ કરેલો અભિગ્રહ પૂરો ન થાય તોપણ અદીન ભાવથી ભિક્ષા લીધા વગર પાછા ફરતા સાધુને ભિક્ષાટનમાં યત્ન કરવાથી મહાનિર્જરાની પ્રાપ્તિ થાય છે. ૨૯૮. અવતરણિકાઃ
क्षेत्राभिग्रहमाह - અવતરણિકાર્ય : હવે ક્ષેત્રવિષયક અભિગ્રહને કહે છે –
ગાથા :
अट्ठ उ गोअरभूमी एलुगविक्खंभमित्तगहणं च । सग्गामपरग्गामे एवइअ घरा य खित्तंमि ॥२९९॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org