________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભિક્ષા’ દ્વાર / ગાથા ૨૯૯-૩૦૦
અન્વયાર્થઃ
અ૬ ૩ ગોગભૂમી=વળી આઠ પ્રકારની ગોચરભૂમિઓ છે. પન્નુનવિસ્તૃમમિત્તાળું ==અથવા એલુકના વિષ્મભમાત્રથી ગ્રહણ. સમવામ=સ્વગ્રામ-૫૨ગ્રામવિષયક વજ્ઞ ય થા=અથવા આટલાં ધરોને વિષે (ભિક્ષા લેવી આ) વ્રુિત્તનિ=ક્ષેત્રવિષયક (અભિગ્રહ) છે.
ગાથાર્થ:
વળી આઠ પ્રકારની ગોચરભૂમિઓ છે. તેમાંથી અમુક ગોચરભૂમિમાંથી હું ભિક્ષા ગ્રહણ કરીશ તેવો અભિગ્રહ કરે, અથવા માત્ર ઉંબરાને ઓળંગતી એવી વ્યક્તિ પાસેથી આહાર ગ્રહણ કરીશ તેવો અભિગ્રહ કરે, સ્વગામ અને પરગામવિષયક ભિક્ષા ગ્રહણ કરીશ તેવો અભિગ્રહ કરે, અથવા આટલાં ઘરોમાંથી હું ભિક્ષા ગ્રહણ કરીશ એવો અભિગ્રહ કરે, તે ક્ષેત્રવિષયક અભિગ્રહ છે.
ટીકા :
अष्टौ गोचरभूमयो वक्ष्यमाणलक्षणाः, तथा एलुकविष्कम्भमात्रग्रहणं च यथोक्तं-"एलुकं विक्खंभइत्ता " तथा स्वग्रामपरग्रामयोः, एतावन्ति च गृहाणि, क्षेत्र इति क्षेत्रविषयोऽभिग्रह इति गाथार्थः ॥ २९९ ॥ ટીકાર્ય
કહેવાનાર લક્ષણવાળી આઠ ગોચરભૂમિઓ છે. તેમાંથી કોઈ એક ગોચરભૂમિમાંથી ભિક્ષા ગ્રહણ કરવી અથવા તે રીતે એલુકના વિષ્લેભમાત્રથી ગ્રહણ=માત્ર ઉંબરાને ઓળંગતા પુરુષ પાસેથી ભિક્ષા ગ્રહણ કરવી. જે પ્રમાણે કહેવાયું છે – “એલુકને ઓળંગીને...” તે રીતે સ્વગામ અને પરગામવિષયક ભિક્ષા ગ્રહણ કરવી અથવા આટલાં ઘરોને વિષે ભિક્ષા માટે જવું. આ ક્ષેત્રના વિષયવાળો અભિગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ:
ક્ષેત્રવિષયક અભિગ્રહ અનેક પ્રકારનો છે : (૧) તેમાં પ્રથમ આઠ પ્રકારની ગોચરભૂમિઓમાંથી સાધુ કોઈ એક પ્રકારની ભૂમિમાંથી જ ભિક્ષા લાવવાનો અભિગ્રહ કરે. (૨) અથવા સાધુ માત્ર ઉંબરાને ઓળંગતી એવી વ્યક્તિ પાસેથી આહાર ગ્રહણ કરવાનો અભિગ્રહ કરે. (૩) અથવા સાધુ સ્વગામ કે પરગામમાંથી ગોચરી લાવવાનો અભિગ્રહ કરે. (૪) અથવા સાધુ આટલી સંખ્યાનાં ઘરોમાંથી ભિક્ષા ગ્રહણ કરવાનો અભિગ્રહ કરે. આમ ક્ષેત્રને આશ્રયીને અનેક રીતે અભિગ્રહ ધારણ કરી શકાય. ॥૨૯૯॥
અવતરણિકા : गोचरभूमिप्रतिपादनायाह
ગાથા:
૧૦૧
www
અવતરણિકાર્થ:
પૂર્વગાથામાં કહેલ કે વક્ષ્યમાણ લક્ષણવાળી આઠ ગોચરભૂમિઓ છે. તેથી હવે આઠ પ્રકારની ગોચરભૂમિઓનું પ્રતિપાદન કરવા માટે કહે છે
Jain Education International
-
उज्जुग १ गंतुं पच्चागइआ २ गोमुत्तिआ ३ पयंगविही ४ । पेडा ५ य अद्धपेडा ६ अब्भितर ७ बाहिसंबुक्का ८ ॥ ३००॥
For Personal & Private Use Only
www.jainelibrary.org