________________
* ૯૯
પ્રતિદિનક્રિયાવસ્તુક/ ભિક્ષા' દ્વાર/ ગાથા ૨૯૦-૨૯૮
સર્વના ભાવ વડે=સર્વના ભાવની અભિસંધિ વડે–ગુરુ આદિ સર્વ સાધુઓની વૈયાવચ્ચ કરવાના આશયના અનુસંધાન વડે, સાધુઓ ભિક્ષાટન કરે છે, કેમ કે તેના વૈયાવૃત્યાદિનું પણ=ગુરુ આદિની વૈયાવચ્ચાદિનું પણ, મોક્ષાર્થપણું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
ગાથા ૨૮દથી માંડીને ર૯૬ સુધીમાં બતાવ્યું એ રીતે, “આવશ્યકી” અને “જર્સી જોગો’ બોલ્યા પછી સાધુઓ ભિક્ષા માટે નીકળે છે, અને સાધુ આહારાદિમાં મૂચ્છ નહિ કરતા હોવાથી કયું સારું ભોજન છે? અને કયું ખરાબ ભોજન છે ? તેની ગવેષણા કરતા નથી, પરંતુ સંયમને ઉપકારક એવા આહારાદિની ગવેષણામાં ઉપયુક્ત હોય છે.
વળી સાધુઓ ગોચરીના ૪૨ દોષોના પરિવારમાં તો ઉપયુક્ત હોય છે, પરંતુ તે સિવાય પણ વીર્યના પ્રકર્ષ અર્થે ગોચરી જતી વખતે દ્રવ્યાદિ અભિગ્રહો ધારણ કરે છે, જે અભિગ્રહો ગ્રંથકાર સ્વયં આગળમાં બતાવવાના છે.
આ રીતે પણ ભિક્ષા લાવવાની ક્રિયા સાધુઓ શાતા અર્થે કે શરીરના પાલન અર્થે કરતા નથી, પરંતુ કેવલ મોક્ષાર્થે કરે છે; કેમ કે ભિક્ષા માટે જવું તે ભગવાનથી વિહિત અનુષ્ઠાન છે, અને ભગવાનથી જે અનુષ્ઠાન વિહિત હોય તે મોક્ષાર્થક જ હોય, અને સાધુઓ ગુરુ આદિ સર્વની વૈયાવચ્ચ કરવાના ભાવથી ભિક્ષા માટે કરે છે; કેમ કે ગુરુ, બાલ વગેરેના વૈયાવચ્ચ વગેરેનું પણ મોક્ષાર્થકપણું છે.
આશય એ છે કે સાધુ મોક્ષ પ્રાપ્ત કરવા માટે જ સર્વ પ્રવૃત્તિઓ ભગવાનના વચન અનુસાર કરે છે. તેથી સાધુ ભિક્ષાટનની પ્રવૃત્તિ પણ ભગવાનના વચનનું સ્મરણ કરીને મોક્ષ માટે કરે છે, માટે મોક્ષનો ઉપાય જણાય ત્યારે સમભાવની વૃદ્ધિ થાય તે રીતે જ સાધુ ભિક્ષાટન કરે છે. આથી તેઓ સમભાવવૃદ્ધિના અંગભૂત ભિક્ષાટનકાળમાં અભિગ્રહો ધારણ કરે છે, એટલું જ નહીં, પરંતુ સમભાવવૃદ્ધિના અંગભૂત ગુરુ આદિની વૈયાવચ્ચાદિ કરવાના પરિણામથી ક્ષુધા-તૃષા પ્રત્યે પણ નિરપેક્ષ થઈને ભિક્ષાટનની પ્રવૃત્તિ કરે છે. માટે સાધુને ભિક્ષા ગ્રહણકાળમાં લેશ પણ સંગનો પરિણામ થતો નથી, પરંતુ ભગવાનની આજ્ઞાપાલનને અનુકૂળ સર્વ ઉચિત યતના સાધુ કરે છે. ૨૯૭
અવતરણિકા :
अभिग्रहानाह -
અવતરણિતાર્થ
પૂર્વગાથામાં કહ્યું કે દ્રવ્યાદિ અભિગ્રહોથી યુક્ત એવા સાધુઓ ભિક્ષાટન કરે છે. તેથી હવે અભિગ્રહોને કહે છે, તેમાં પ્રથમ દ્રવ્યવિષયક અભિગ્રહ બતાવે છે –
ગાથા :
लेवडमलेवडं वा अमुगं दव्वं व अज्ज घिच्छामि। अमुगेण व दव्वेणं अह दव्वाभिग्गहो चेव ॥२९८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org