________________
૯૮
પ્રતિદિનક્રિયાવરનુક/ “ભિક્ષા દ્વાર/ ગાથા ૨૯૬-૨૯૦ શ્વાસોચ્છવાસ, છીંક, બગાસું વગેરેનો પણ તે આદેશમાં સમાવેશ થતો હોવાથી તેમને છોડીને ગુરુને પૂછ્યા વગર અન્ય કોઈ કાર્ય કરવું કે કોઈ વસ્તુ ગ્રહણ કરવી સાધુને કલ્પતી નથી.
આથી જ ભિક્ષાટન માટે વસતિમાંથી નીકળતી વખતે “જન્સ જોગો’ એ પ્રકારનો વચનપ્રયોગ કોઈ કારણથી કરવાનો રહી ગયો હોય, તો સાધુને ભિક્ષા સિવાય સંયમને ઉપકારક એવાં પણ વસ્ત્રાદિ ગ્રહણ કરવાં કલ્પતાં નથી. આ પ્રકારનો પૂર્વગાથા સાથે સંબંધ છે. ll૧૯૬ll અવતરણિકા:
ગાથા ૨૯૩માં બતાવ્યું કે “આવશ્યકી” અને “જસ્સ જોગો’ એ પ્રમાણે કહીને સાધુઓ વસતિની બહાર નીકળે છે. ત્યારબાદ “આવશ્યકી’ અને ‘જસ્સ જોગો કેમ બોલે છે, તેનો ખુલાસો ગાથા ૨૯૩ના ઉત્તરાર્ધથી માંડીને ૨૯૬ સુધીમાં કર્યો. હવે “આવશ્યકી” અને “જસ્ત જોગો બોલ્યા પછી વસતિમાંથી બહાર નીકળેલા સાધુઓ કેવી રીતે ભિક્ષા ગ્રહણ કરે છે? તે બતાવે છે –
ગાથા :
हिंडंति तओ पच्छा अमुच्छिया एसणाए उवउत्ता ।
दव्वादभिग्गहजुआ मोक्खट्ठा सव्वभावेणं ॥२९७॥ અન્વયાર્થઃ
તો પછી ત્યારપછી મુછિયા=અમૂચ્છિત, સTI ૩૩ત્તા-એષણામાં ઉપયુક્ત, બ્રામિ પદગુમ દ્રવ્યાદિ અભિગ્રહોથી યુત એવા સાધુઓ સત્રમાQui=સર્વના ભાવ વડેગુરુ, બાલ, શૈક્ષાદિ સર્વની ભિક્ષા ગ્રહણ કરવારૂપ ભાવ વડે, મોવરઘટ્ટ મોક્ષ અર્થે હિંતિ–હિંડન કરે છે=ભિક્ષાટન કરે છે. ગાથાર્થ :
ત્યારપછી અમૂચ્છિત, એષણામાં ઉપયુક્ત, દ્રવ્યાદિ અભિગ્રહોથી યુક્ત એવા સાધુઓ ગુરુ, બાલાદિ સર્વની ભિક્ષા ગ્રહણ કરવારૂપ ભાવ વડે મોક્ષ અર્થે ભિક્ષાટન કરે છે. ટીકાઃ
हिण्डन्ति अटन्ति, ततः पश्चाद् विधिनिर्गमनानन्तरमित्यर्थः अमूच्छिता: आहारादौ मूर्छमकुर्वन्तः एषणायां - ग्रहणविषयायाम् उपयुक्ताः तत्पराः द्रव्याद्यभिग्रहयुताः वक्ष्यमाणद्रव्याद्यभिग्रहोपेताः मोक्षार्थं, तदर्थं विहितानुष्ठानत्वाद्भिक्षाटनस्य, सर्वभावेन सर्वभावाभिसन्धिना, तद्वैयावृत्त्यादेरपि मोक्षार्थत्वादिति गाथार्थः ॥२९७॥ ટીકાર્ય :
ત્યારપછી વિધિથી નિર્ગમનની પછી=ગાથા ૨૮૬થી ૨૯૬માં ભિક્ષા માટે વસતિમાંથી નીકળવાની જે વિધિ બતાવી તે સર્વ વિધિપૂર્વક નીકળ્યા પછી, અમૂચ્છિત=આહારાદિમાં મૂચ્છને નહીં કરતા, ગ્રહણના વિષયવાળી એષણામાં ઉપયુક્ત=તત્પર, દ્રવ્યાદિ અભિગ્રહોથી યુતઃકહેવાનાર એવા દ્રવ્ય આદિ અભિગ્રહોથી ઉપેત, એવા સાધુઓ મોક્ષના અર્થે હિંડન કરે છે અટન કરે છે, કેમ કે ભિક્ષાટનનું તદર્થે મોક્ષના અર્થે, વિહિત અનુષ્ઠાનપણું છે=ભગવાન વડે વિધાન કરાયેલ અનુષ્ઠાનપણું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org