________________
પ્રતિદિનક્રિયાવસ્તક “ભિક્ષા' દ્વાર/ ગાથા ૨૯૬
અવતરણિકા :
किमेतदेवमित्याह - અવતરણિતાર્થ
આ આમ કેમ છે? અર્થાત્ “જસ જોગો ન બોલે તો યોગ્ય પણ વસ્ત્રાદિ ગ્રહણ કરવાં સાધુઓને કહ્યું નહિ એ, એમ કેમ છે? એથી કહે છે – ગાથા :
साहूण जओ कप्पो मोत्तूणं आणपाणमाईणं ।
कप्पइ न किंचि काउं घित्तुं वा गुरुअपुच्छाए ॥२९६॥ અન્વયાર્થ:
નમો જે કારણથી સાદૂT=સાધુઓનો પોકકલ્પ છે, માછીમારૂં મોજૂ શ્વાસોચ્છવાસાદિને મૂકીને ગુગપુછાણ-ગુરુની અપૃચ્છા વડે=ગુરુને પૂછ્યા વગર, વિચિત્રકાંઈ as fધનું વા=કરવું અથવા ગ્રહણ કરવું જ પ્પટ્ટકલ્પતું નથી. ગાથાર્થ :
જે કારણથી સાધુઓનો કલ્પ છે, શ્વાસોચ્છવાસ આદિને મૂકીને ગુરને પૂછ્યા વગર કાંઈ કરવું કે ગ્રહણ કરવું સાધુઓને કલ્પતું નથી. ટીકાઃ
साधूनां यतः कल्पोमर्यादेयं, यदुत-मुक्त्वा प्राणापानादि उच्छ्वासनिःश्वासादि, आदिशब्दात् क्षुतादिपरिग्रहः, कल्पते न किञ्चित्कर्तुं ग्रहीतुं वा, किं सामान्येन? नेत्याह - गुर्वनापृच्छया गुरोरनादेशेनेति गाथार्थः ॥२९६॥ ટીકાઈઃ
જે કારણથી સાધુઓનો કલ્પ છે=આ મર્યાદા છે. જે યહુત થી બતાવે છે – પ્રાણ-અપાનાદિને=ઉચ્છવાસનિઃશ્વાસાદિને, મૂકીને કાંઈ કરવા માટે કે ગ્રહણ કરવા માટે સાધુને કલ્પતું નથી. શું સામાન્યથી પણ કાંઈ કલ્પતું નથી? ના, એથી કહે છે–ગુરુની અનાપૃચ્છા વડે-ગુરુના અનાદેશ વડે, અર્થાત્ ગુરુની આજ્ઞા મેળવ્યા વગર, સાધુઓને કાંઈપણ કરવું કે લેવું કલ્પતું નથી. ‘મર' શબ્દથી “પ્રVISાનારિ'માં ‘મારિ' શબ્દથી, શુતાદિનો પરિગ્રહ છે છીંક, ખાંસી, બગાસાં આદિનો સંગ્રહ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
સાધુ દીક્ષા ગ્રહણ કર્યા પછી ગુરુને પરતંત્ર હોય છે; અને ગુરુની પરતંત્રતા તો જ સંભવે કે તેમને પૂછીને જ દરેક કૃત્ય કરવામાં આવે, અને કોઈ પણ વસ્તુ તેમને પૂછીને જ ગ્રહણ કરવામાં આવે. તેથી સવારના શ્વાસોચ્છવાસાદિ માટે પણ સામાન્યથી “બહુવેલ સંદિસાઉ” બોલવા દ્વારા આદેશ માંગવામાં આવે છે, વિશેષથી “હું શ્વાસોચ્છવાસ ગ્રહણ કરું?” તે પ્રકારના ઉલ્લેખપૂર્વક આદેશ માંગવામાં આવતો નથી. તેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org