________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ ભિક્ષા' દ્વાર/ ગાથા ૨૯૪-૨૫
લય
ગાથાર્થ:
સાધુને જેવી રીતે નિષ્કારણ વસતિની બહાર જવું કલ્પતું નથી, તેવી રીતે જ કારણ હોતે છતે પણ ગુરુ વડે અપ્રેષિત એવા સાધુઓને અથવા ગુરુથી સંદિષ્ટ સાથે સૂક્ષ્મ શ્રુતચિંતનાદિ કાર્ય હોતે જીતે વસતિની બહાર જવું કલ્પતું નથી, કેમ કે દોષનો સદ્ભાવ છે. ટીકા?
गुरुणा=आचार्येण अप्रेषितानां सतां गुरुसन्दिष्टेन वाऽपि ज्येष्ठार्यादिना कार्ये-सूक्ष्मश्रुतचिन्तनिकादौ गुरोः तथैव कारणेऽपि भिक्षाटनादौ न कल्पते वसतिनिर्गमनं, दोषसद्भावात् स्वातन्त्र्येण मार्गातिक्रमादिति માથાર્થ ર૬૪ ટીકાર્થ:
તે રીતે જ ભિક્ષાટનાદિ કારણ હોતે છતે પણ ગુરુ વડે આચાર્ય વડે, અમેષિત છતાઓને ભિક્ષા માટે નહીં મોકલાયેલા સાધુઓને, અથવા ગુરુથી સંદિષ્ટ એવા જ્યેષ્ઠાર્ય આદિ સાથે ગુરુનું સૂક્ષ્મ એવી શ્રતની ચિંતનિકા આદિ કાર્ય હોતે છતે વસતિમાંથી નીકળવું કલ્પતું નથી, કેમ કે સ્વતંત્રપણાથી માર્ગના અતિક્રમરૂપ દોષનો સદ્ભાવ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ
પૂર્વગાથામાં બતાવ્યું કે સાધુ “આવશ્યકી' બોલીને ગોચરી માટે વસતિમાંથી બહાર નીકળે. ત્યાં પ્રશ્ન થાય કે “આવશ્યકી' કેમ બોલે છે ? તેથી ખુલાસો કર્યો કે અવશ્ય કાર્ય ન હોય તો સાધુને વસતિની બહાર જવું કલ્પતું નથી.
અહીં પ્રશ્ન થાય કે આવશ્યક કાર્ય હોય ત્યારે પણ સાધુને ક્યારે વસતિની બહાર જવું કલ્પતું નથી? તે સ્પષ્ટ કરે છે –
કોઈ કારણ ન હોય ત્યારે જે રીતે સાધુને વસતિની બહાર જવું કલ્પતું નથી, તે રીતે જ ભિક્ષાટનાદિનું કારણ વિદ્યમાન હોય ત્યારે પણ જો ગુરુએ બહાર જવાની અનુજ્ઞા ન આપી હોય તો સાધુને વસતિની બહાર જવું કલ્પતું નથી; કેમ કે ગુરુની આજ્ઞા વગર સ્વતંત્રતાથી કારણે પણ બહાર જવાથી ગુણવાનની આજ્ઞાને પરતંત્ર નહીં થવારૂપ ભગવાનના માર્ગનો અતિક્રમ થાય છે.
અથવા તો ગુરુએ કોઈ જયેષ્ઠાર્યાદિ સાથે સૂક્ષ્મ શ્રુતચિંતનાદિ કાર્ય સોંપ્યું હોય ત્યારે પણ, તે કાર્યને છોડીને ભિક્ષાટનાદિ કાર્ય વિદ્યમાન હોવા છતાં સાધુને વસતિની બહાર જવું કલ્પતું નથી; કેમ કે ગુરુથી આદેશ કરાયેલા જયેષ્ઠ સાધુ આદિ સાથે સૂક્ષ્મ શ્રતની વિચારણા વગેરે કાર્ય પોતાને કરવાનું હોય તો તેની ઉપેક્ષા કરીને બહાર જવાથી ગુરુની આજ્ઞાને પરતંત્ર નહીં થવારૂપ ભગવાનના માર્ગનો અતિક્રમ થાય છે. ર૯૪ો અવતરણિકા:
ગાથા ૨૯૩માં બતાવેલ કે સાધુઓ “આવશ્યકી અને જસ્સ જોગો” એ પ્રમાણે કહીને વસતિમાંથી બહાર નીકળે છે. ત્યાં “આવશ્યકી” બોલવાનું કારણ ગાથા ૨૯૩ના ઉત્તરાર્ધમાં અને ગાથા ૨૯૪માં દર્શાવ્યું. હવે જસ્ય જોગો’ ન બોલે તો શું થાય? એ બતાડવા માટે કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org