________________
૯૪.
પ્રતિદિનક્રિયાવસ્તુક| ‘ભિક્ષા' દ્વાર/ ગાથા ૨૯૩-૨૯૪
ભાવાર્થ :
ગુરુ પૂર્વના સાધુઓની જેમ ભિક્ષા લાવવાની અનુજ્ઞા આપે. ત્યારપછી સાધુઓ “આવશ્યકી વડે અને જન્સ જોગો' એવો વચનપ્રયોગ કરીને ગોચરી માટે વસતિમાંથી નીકળે છે.
અહીં પ્રશ્ન થાય કે સાધુઓ આવો વચનપ્રયોગ કેમ કરે છે? એથી કહે છે કે સાધુને કારણના અભાવમાં વસતિમાંથી બહાર જવું કલ્પતું નથી; કેમ કે સંયમવૃદ્ધિના કારણ વગર સાધુ વસતિની બહાર જાય તો અસંયમી જીવો જેવી નિષ્કારણ પ્રવૃત્તિ થાય, જેથી સંયમનો નાશ થાય. વસ્તુતઃ સાધુને કારણ ન હોય તો વસતિમાં પણ ગમનાદિ ચેષ્ટા કરવાનો નિષેધ છે, ફક્ત સ્થિર આસનમાં બેસીને શાસ્ત્રવચનોથી આત્માને ભાવિત કરવાની વિધિ છે. આથી જયાં કારણ વગર ચેષ્ટા માત્રનો પણ નિષેધ હોય ત્યાં કારણ વગર વસતિની બહાર ગમનનો તો અત્યંત નિષેધ પ્રાપ્ત થાય.
વળી, ભિક્ષા ગ્રહણ માટે વસતિમાંથી નીકળતી વખતે સાધુ “આવશ્યિકી વડે એ પ્રકારનો વચનપ્રયોગ કરે છે. એનાથી એ સૂચિત થાય છે કે “સંયમવૃદ્ધિના આવશ્યક કાર્ય માટે હું બહાર જઈ રહ્યો છું, તેથી તે આવશ્યક કાર્યને હું પૂર્ણ યતનાપૂર્વકની ગમનાદિ ચેષ્ટા દ્વારા કરીશ.” આ પ્રકારની જાગૃતિ “આવશ્વિકી” બોલવાથી થાય છે.
વળી, ભિક્ષાર્થે નીકળતી વખતે સાધુ “જર્સી જોગો' એ પ્રકારનો વચનપ્રયોગ કરે છે. એનાથી એ સૂચિત થાય છે કે “મને જે ઉચિત વસ્તુનો યોગ થશે, તેને હું ગ્રહણ કરીશ” એમ સાધુ ગુરુને જણાવે છે. તેથી આવો વચનપ્રયોગ કર્યો હોય તે સાધુ ભિક્ષાટન કરતાં ગોચરી સિવાય નિર્દોષ વસ્ત્ર, પાત્ર કે કોઈ યોગ્ય શિષ્ય મળે, તો તે પણ ગ્રહણ કરી શકે; કેમ કે તે સાધુએ ગુરુને કહેલું છે કે “જેનો જોગ થશે તેને હું ગ્રહણ કરીશ.” આવા પ્રકારની વિનયની શાસ્ત્રીય મર્યાદા છે. ૨૯all
અવતરણિકા : *
તથા -
અવતરણિકાર્ય :
પૂર્વગાથામાં કહ્યું કે સાધુને નિષ્કારણ વસતિની બહાર જવું કલ્પતું નથી. હવે કારણ હોય તોપણ વસતિની બહાર જવું ક્યારે કલ્પતું નથી? તે બતાડવા “તથા'થી સમુચ્ચય કરે છે – ગાથા :
गुरुणा अपेसियाणं गुरुसंदिद्वेण वा विकज्जंमि।
तह चेव कारणंमि विन कप्पई दोससब्भावा ॥२९४॥ અન્વયાર્થ:
તદ વેવ તેવી રીતે જ સાધુને જેવી રીતે નિષ્કારણ વસતિની બહાર જવું કલ્પતું નથી તેવી રીતે જ, વારdifમ વિ=કારણ હોતે છતે પણ ગુરુ મસિયા ગુરુ વડે અપ્રેષિતોને=નહીં મોકલાયેલા એવા સાધુઓને, ગુરુવિ વા વિ અથવા ગુરુથી સંદિષ્ટ સાથે વન્નમિ=કાર્ય હોતે છતે ન પ (વસતિની બહાર જવું) કલ્પતું નથી; ટોસસમાવી=કેમ કે દોષનો સદ્ભાવ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org