________________
પ્રતિદિનક્રિયાવસ્તક ભિક્ષા દ્વાર/ ગાથા ૨૯૧
૯૧
અન્વયાર્થ:
દ્વિતિજી તો પછી ચિંતવન કરીને ત્યારપછી વિપાયા=વિનયથી ન=નમેલા શિષ્યો, સંસિક “તમે આજ્ઞા આપો” ત્તિ એ પ્રમાણે મંત્રપુત્રં મંગલપૂર્વક મuiતિ કહે છે, વત્તો મ પુરક વિ અને ઉપયુક્ત એવા ગુરુ પણ નામ =“લાભ” ત્તિ એ પ્રમાણે મUIટ્ટ કહે છે. ગાથાર્થ:
ચિંતવન કરીને ત્યારપછી વિનયથી નમેલા શિષ્યો “તમે આજ્ઞા આપો” એ પ્રમાણે મંગલપૂર્વક કહે છે, અને ઉપયુક્ત એવા ગુરુ પણ “લાભ” એ પ્રમાણે કહે છે. ટીકા?
चिन्तयित्वा ततः पश्चात् मङ्गलपूर्व=नमस्कारपूर्वकं भणन्ति विनयनताः अभिदधत्य‘वनताः, किमित्याहसंदिसतेत्यादि संदिशत यूयं', गुरुरपि च 'लाभ' इति भणति, कालोचितानुकूलानपायित्वाद्, उपयुक्तो= निमित्ते असम्भ्रान्त इति गाथार्थः ॥२९१॥ ટીકાર્ય :
ચિંતવીને ત્યારપછી મંગલપૂર્વક=નમસ્કારપૂર્વક, વિનયથી નમેલા કહે છેઃઅર્ધઅવનત એવા સાધુઓ કહે છે. શું? એથી કહે છે – “તમે આજ્ઞા આપો' એ પ્રમાણે કહે છે. અને ઉપયુક્ત નિમિત્તમાં અસંભ્રાંત, એવા ગુરુ પણ લાભ' એ પ્રમાણે કહે છે, કેમ કે કાલોચિતને અનુકૂળનું અનાયીપણું છે અર્થાત્ ભિક્ષાએ જતાં શિષ્યોને તે કાળે લાભ” કહેવું એ રૂપ કાલોચિતને અનુકૂળ એવા આશીર્વચનનું અદોષપણું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું એ પ્રમાણે, ભિક્ષાવિષયક ચિંતવન કરીને, ત્યારપછી નવકાર બોલીને વિનયથી નમેલા શિષ્યો ગુરુને કહે કે “હે ભગવન્! ભિક્ષાગમનની આજ્ઞા આપો” અને ગુરુ પણ નિમિત્તમાં અસંભ્રાંત ઉપયોગવાળા થઈને “લાભ” એ પ્રમાણે આશીર્વચન આપે છે.
અહીં પ્રશ્ન થાય કે ગુરુ “લાભ” કેમ કહે? તેથી કહે છે, કાળને ઉચિત પ્રવૃત્તિને અનુકૂળ એવો ગુરુનો “લાભ”, એ પ્રકારનો વચનપ્રયોગ અનપાયિ છે અર્થાત્ દોષ વગરનો છે.
આશય એ છે કે ભિક્ષાનાં છ કારણોમાંથી કોઈપણ યોગ્ય કારણ ઉપસ્થિત હોય ત્યારે સાધુ ભિક્ષા માટે જવાનો સંકલ્પ કરે છે, અને ભિક્ષાની ઉચિત ક્રિયારૂપે ઉપયોગનો કાઉસ્સગ્ન કરે છે. તે કાયોત્સર્ગમાં ભિક્ષાવિષયક સમ્યગૂ આલોચન કરે, આલોચન કર્યા પછી નમસ્કારપૂર્વક વિનયથી ગુરુને નમીને સંહિ એ પ્રકારના શબ્દથી શિષ્યો ભિક્ષાએ જવા માટે ગુરુ પાસે અનુજ્ઞા માંગે. આ કાળને ઉચિત એવું શિષ્યનું કર્તવ્ય છે, અને શિષ્યનું કર્તવ્ય જો કાળને ઉચિત હોય તો તેને અનુકૂળ એવું આશીર્વચન આપવું તે ગુરુ માટે ઉચિત છે; કેમ કે પોતાના આશીર્વચનથી શિષ્યને નિર્દોષ ભિક્ષાનો લાભ થાય તેવી ગુરુને પણ ઉચિત ઇચ્છા છે. માટે શિષ્યને સંયમને અનુકૂળ નિર્દોષ ભિક્ષા મળે તેવી ઇચ્છાપૂર્વક ગુરુ નિમિત્તશુદ્ધિમાં ઉપયોગ રાખીને ‘લાભ” એવો વચનપ્રયોગ કરે છે, જેથી ગુરુના આવા આશીર્વાદથી પણ શિષ્યને સંયમમાં ઉપષ્ટભક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org