________________
૯૦
પ્રતિદિનક્રિયાવસ્તક “ભિક્ષા' દ્વાર/ ગાથા ૨:૦-૨૧ इत्थमभिदधति-धर्मयोगमेनं चिन्तयन्तीति वर्त्तते, किंविशिष्टमित्याह-गुरुबालवृद्धशैक्षक(?इतरविषयकं) रेषे, एतदर्थं निर्व्याजमहं प्रवृत्तो, नाऽऽत्मन एवाऽर्थमिति गाथार्थः ॥२९०॥ નોંધઃ
મૂળગાથામાં સિક્ષમ' ને ઠેકાણે “સિવ+GIકૃમિ' અને ટીકામાં “શૈક્ષ'ને ઠેકાણે “શૈક્ષતિવિષય' પાઠ શુદ્ધ જણાય છે. આથી આ ગાથામાં એ પ્રમાણે અર્થ કરેલ છે, પાઠશુદ્ધિ મળેલ નથી. ટીકાર્ય :
અને સાધુઓ કાયોત્સર્ગમાં તેનાપૂર્વક નમસ્કારપૂર્વક, જે અર્થછે તેનેચિંતવે છે; કેમકે સમ્યગુઅનાલોચિતના ગ્રહણનો પ્રતિષેધ છે=સારી રીતે આલોચન નહીં કરાયેલ ભિક્ષા ગ્રહણ કરવાનો શાસ્ત્રમાં નિષેધ છે.
વળી અન્ય આચાર્યો આ પ્રમાણે કહે છે – આ ધર્મયોગને ચિંતવે છે. કેવા વિશિષ્ટ ધર્મયોગને ચિંતવે છે? એથી કરીને કહે છે – ગુરુ, બાલ, વૃદ્ધ, શેક્ષક, ઈતરવિષયક એવા ધર્મયોગને ચિંતવે છે. તે ગુરુ આદિ વિષયક ધર્મયોગને સ્પષ્ટ કરે છે – આમના અર્થે=ગુરુ આદિના માટે, નિર્ચાજ=બહાના વગરનો, હું પ્રવૃત્ત છું ભિક્ષા માટે પ્રવૃત્ત થયો છું, આત્માના જ અર્થે નહીં, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
કાયોત્સર્ગમાં સાધુઓ નમસ્કારના ચિંતવનપૂર્વક પોતે ભિક્ષા લાવવા માટે આ કાયોત્સર્ગ કર્યો છે એ રૂપ જે અર્થ છે, તેને ચિંતવે છે. આશય એ છે કે કાયોત્સર્ગમાં સાધુઓ નમસ્કારમંત્રપૂર્વક ભિક્ષા લાવવા માટેની ઉચિત વિધિ શું છે? અને પોતાને ભિક્ષા ગ્રહણ કરવા લાયક ઉચિત કર્તવ્ય શું છે? તેનું ચિંતવન કરે છે અર્થાત્ ભિક્ષાગ્રહણની ક્રિયા સંયમવૃદ્ધિનું કારણ કઈ રીતે બને? તેના માટેની સર્વ ઉચિત યતનાનું સાધુ ચિંતવન કરે છે, કેમ કે સમ્યગું આલોચન કર્યા વગર સાધુને ભિક્ષા ગ્રહણ કરવાનો શાસ્ત્રમાં નિષેધ છે.
વળી બીજા આચાર્યો કહે છે કે સાધુ કાયોત્સર્ગમાં નવકારના ચિંતવનપૂર્વક ગુરુ માટે, બાલ માટે, વૃદ્ધ માટે, શૈક્ષ માટે અને ઇતર માટેઃપ્રાપૂર્ણક આદિ સાધુ માટે, ભિક્ષા લાવીશ, એ પ્રકારના ધર્મયોગનું ચિંતવન કરે. આ જ વાતને સ્પષ્ટ કરે છે –
હું આત્મવંચના કર્યા વગર ગુરુ, બાળ આદિ નિમિત્તક ભિક્ષા માટે પ્રવૃત્ત થયો છું, પરંતુ પોતાના જ માટે નહિ. આશય એ છે કે નવકારનું ચિંતવન કર્યા પછી સાધુ વિચારે કે શાસ્ત્રમાં કહેવાયેલી વિધિના ઉલ્લંઘનરૂપ માયા વગર ગુરુ, બાલાદિના અર્થે ભિક્ષા લેવા માટે હું પ્રવૃત્ત થયો છું, પરંતુ ફક્ત પોતાના માટે જ નહિ, આ પ્રકારનું ચિંતવન કરવાથી સાધુને ઉચિત પ્રવૃત્તિ કરવાનો અધ્યવસાય પેદા થાય છે. ૨૯oll અવતરણિકા : કાયોત્સર્ગમાં ભિક્ષાગ્રહણવિષયક ચિંતવન કર્યા પછી શિષ્યો શું કરે? તે બતાવે છે –
ગાથા :
चिंतित्तु तओ पच्छा मंगलपुव्वं भणंति विणयणया । संदिसह त्ति गुरू वि अ लाभो त्ति भणाइ उवउत्तो ॥२९१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org