________________ પ્રતિદિનક્રિયાવસ્તુ | ‘ભિક્ષા' દ્વાર/ ગાથા 291-292 બને એવા નિર્દોષ આહારની પ્રાપ્તિ થાય છે. આથી જ જો ગુરુને તે પ્રકારના અસંભ્રાંત ઉપયોગને કારણે નિમિત્તશુદ્ધિ ન જણાય તો શિષ્યને ફરીથી કાઉસ્સગ્ન કરવાનું કહે છે. આ પ્રકારની વિધિ વિંશતિવિશિકામાં દર્શાવેલ છે. 291II અવતરણિકા : પૂર્વગાથામાં બતાવ્યું કે શિષ્ય ભિક્ષાએ જવાની ગુરુ પાસે અનુજ્ઞા માંગે ત્યારે ગુરુ “લાભ” એવું આશીર્વચન આપે. ત્યારપછી શિષ્યો શું કરે? તે બતાવે છે - ગાથા : कह घेत्थिमो त्ति पच्छा सविसेसणया भणंति ते सम्म / आह गुरू वि तह त्ति अजह गहिरं पुव्वसाहूहि // 292 // અન્વયાર્થ: પછી વિસાવ=પાછળથી (ગુરુને) સવિશેષથી નમેલા તે–તેઓ-સાધુઓ, દ0િમો =કેવી રીતે અમે ગ્રહણ કરીશું? ત્તિ એ પ્રમાણે સમું સમ્યગુ મviતિ કહે છે, ગુરૂ વિ =અને ગુરુ પણ પુત્રસાદૂર્દિ દહિટ્સપૂર્વના સાધુઓ વડે જે પ્રમાણે ગ્રહણ કરાયેલું છે, તતે પ્રમાણે (તમે ભિક્ષા ગ્રહણ કરજો) ત્તિ એમ માકહે છે. ગાથાર્થ : પાછળથી ગુરુને સવિશેષથી નમેલા સાધુઓ “કેવી રીતે અમે ગ્રહણ કરીશું?” એ પ્રમાણે સમ્યમ્ કહે છે, અને ગુરુ પણ “જેવી રીતે પૂર્વના સાધુઓ વડે ગ્રહણ કરાયું છે, તેવી રીતે તમે ભિક્ષા ગ્રહણ કરજે” એમ કહે છે. ટીકાઃ ततः कथं ग्रहीष्याम इति एवं पश्चात् सविशेषनताः सन्तो भणन्ति ते साधवः सम्यक्, आह गुरुरपि 'तथा' इति, अस्यैव भावार्थमाह-'यथा गृहीतं पूर्वसाधुभिः' इति अनेन गुरोरसाधुप्रायोग्यभणनप्रतिषेधमाहेति गाथार्थः // 292 // ટીકાર્ચઃ ત્યારપછી સવિશેષથી નમેલા છતા તેઓ=સાધુઓ, કઈ રીતે અમે ગ્રહણ કરીશું એ પ્રમાણે સમ્યક કહે છે. ગુરુ પણ તે રીતે એ પ્રમાણે કહે છે. આના જ=ગુરુ તે રીતે એમ કહે છે એના જ, ભાવાર્થને કહે છે. “જે રીતે પૂર્વના સાધુઓ વડે ગ્રહણ કરાયું તે રીતે ગ્રહણ કરજો. આ પ્રકારના આના દ્વારા=કથન દ્વારા, ગુરુને અસાધુ પ્રાયોગ્યના ભણનના પ્રતિષેધને કહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગુરુ ‘લાભ' એવું આશીર્વચન આપે ત્યારપછી વિશેષ પ્રકારે નમેલા તે સાધુઓ “અમે કઈ રીતે ભિક્ષા ગ્રહણ કરીશું?” એ પ્રમાણે ગુરુને સમ્યગૂ પૂછે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org