________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભિક્ષા’ દ્વાર | ગાથા ૨૮૫-૨૮૬
આ આ પ્રમાણે છે—વર્ષાકાળમાં અગ્નિ આદિ ઉપદ્રવો થતા નથી એ એ પ્રમાણે છે, તે કારણથી ઉપધિની અબંધના, પાત્રની સ્થાપના થાય છે. પ્રકૃતના પ્રકૃત એવી પાત્રની પ્રત્યુપેક્ષણાના, નિગમન માટે કહે છે – આ રીતે કહેવાયેલ પ્રકારવાળી પાત્રવિષયક પ્રત્યુપેક્ષણા છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ:
ચોમાસામાં ભેજનું બાહુલ્ય હોવાને કારણે અગ્નિનો ઉપદ્રવ પ્રાયઃ થતો નથી, અને વર્ષાઋતુમાં ભાગી જવાના ઉપાયના અભાવને કારણે ચોરોનો ઉપદ્રવ પણ પ્રાયઃ થતો નથી અને રાજાઓ પણ ચોમાસામાં એકબીજા પર હુમલા કરતા નથી; કેમ કે સૈન્ય માટે સામગ્રીનો અભાવ હોય છે. આથી વર્ષાઋતુમાં સાધુએ ઉપધિ બાંધવાની નથી અને પાત્રાને પોતાની પાસે રાખવાના નથી, પરંતુ એકાંતવાળા ઉચિત સ્થાને સ્થાપન કરવાના છે.
હવે પાત્રપડિલેહણની વિધિનું નિગમન કરતાં કહે છે કે ગાથા ૨૬૭થી અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે પાત્રપડિલેહણા જાણવી.
ગાથા ૨૩૦માં પ્રતિદિનક્રિયાનાં દસ દ્વારો બતાવ્યાં. તેમાં પડિલેહણા નામના પ્રથમ દ્વારનું વર્ણન ગાથા ૨૩૩થી શરૂ કર્યું અને તે પ્રથમ દ્વારનું જ બીજું અંગ પાત્રપડિલેહણા બાકી રાખ્યું; કેમ કે વસ્ત્રપડિલેહણા સૂર્યોદય પહેલાં કરવાની હોય છે, અને પાત્રપડિલેહણા સૂર્યોદય પછી પ્રથમ પહોરના ચોથા ભાગના અવશેષમાં કરવાની હોય છે. અને વસ્ત્રની પડિલેહણા કર્યા પછી વસતિની પ્રમાર્જના કરવાની હોય છે, તેથી ગાથા ૨૩૦માં બતાવેલાં ૧૦ દ્વા૨ોમાંથી પડિલેહણા નામના પ્રથમ દ્વારના પહેલા અંગરૂપ વસ્ત્રપ્રતિલેખનાની વિધિ ગાથા ૨૬૨માં પૂરી થતાં બીજું પ્રમાર્જના દ્વાર ગાથા ૨૬૩થી ૨૬૬ સુધી બતાવ્યું. ત્યારબાદ પડિલેહણારૂપ પ્રથમદ્વારના બીજા અંગરૂપ જે પાત્રપ્રતિલેખનાની વિધિ બતાવવાની બાકી હતી, તે ગાથા ૨૬૭થી શરૂ કરીને ગાથા ૨૮૫માં પુરી કરી. તેથી પ્રસ્તુત ગાથાના અંતે કહ્યું કે પડિલેહણાદ્વાર અને પ્રમાર્જનાદ્વાર પૂરું થયું. ૨૮૫
અવતરણિકા
मूलप्रतिद्वारगाथायां कार्त्स्न्येन व्याख्यातं प्रत्युपेक्षणाद्वारं, साम्प्रतं भिक्षाद्वारव्याचिख्यासुराह
અવતરણિકાર્ય
મૂળદ્વાર ગાથા ૨૩૦માં બતાવાયેલ પ્રથમ ‘પ્રત્યુપેક્ષણા' દ્વાર સંપૂર્ણપણાથી વ્યાખ્યાન કરાયું. હવે ભિક્ષા’ નામના ત્રીજા દ્વારનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે
નોંધઃ
અવતરણિકામાં મૂલપ્રતિદ્વારથાયાં છે, તેમાં ‘પ્રતિ' શબ્દ વધારાનો હોય, તેવું લાગે છે.
૫
ગાથા :
कयजोगसमायारा उवओगं काउ गुरुसमीवंमि । आवसियाए णिती जोगेण य भिक्खणट्ठाए ॥ २८६॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org