________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વારઃ “પાત્રપ્રત્યુપેક્ષણા' / ગાથા ૨૮૪ ટીકા :
परिगलन् हियेतोपधिरिति गम्यते, दहनभेदावित्युपधिपात्रयोः स्यातां, तथैव षट्कायास्तद्व्यापृततया सम्भ्रान्तनिर्गमन इति, गुप्तो वा उपध्यर्थं स्वयं दह्येत ह्रियेत वा स्वयमेव, यच्च तेन विना आज्ञाविराधनाऽसंयमादि तच्च प्राप्नोति निक्षिपन्, 'गहिएण पुण पडिग्गहेणं वेंटियं गहाय बाहिरकप्पं उवरि छोढुं ताहे वच्चइ' રૂતિ થાર્થઃ ૨૮૪ ટીકાર્ય :
પત્નિન્ ... તે પરિગલતી ઉપાધિ હરાય અર્થાતુ ચોમાસા સિવાયના કાળમાં ઉપધિ બાંધી ન હોય અને પાત્રા ધારણ કરેલા ન હોય તો ચોર વેગેરેના ઉપદ્રવ વખતે જેમ-તેમ ઉપધિ લઈને નીકળતા સાધુના હાથમાંથી ઉપધિ પડી જવાને કારણે તેનું હરણ થાય;
હન . ... ચીતા ઉપધિ અને પાત્રનો દહન અને ભેદ થાય અર્થાત્ અગ્નિ લાગે ત્યારે નહીં બાંધેલ ઉપધિ અને પાત્રાને લઈને સાધુ નીકળે તો અગ્નિની જ્વાળાના સંસર્ગથી ઉપધિ બળી જાય અને પાત્રા પણ ક્યાંક અથડાઈને ભાંગી જાય.
તર્થવ ... રૂતિ તેમાં વ્યાપ્રતપણાને કારણે ઉપધિ અને પાત્રના ગ્રહણમાં પ્રવૃત્તપણાને કારણે, સંભ્રાંત નિર્ગમનમાં સંભ્રમપૂર્વક નીકળવામાં, તે પ્રકારે જ=જે પ્રકારે દહન-ભેદ થાય તે પ્રકારે જ, છકાયો વિરાધાયેલા થાય.
ગુણો વા ...સ્વયમેવ અથવા ઉપધિના અર્થે ગુપ્ત એવો સ્વયં બળે કે સ્વયં જ હરાય અર્થાતુ ઉપાધિ અગ્નિમાં બળીને જીવહિંસાનું નિમિત્ત ન બને તે માટે ઉપધિનું રક્ષણ કરતા સાધુ સ્વયં અગ્નિમાં બળી જાય અથવા રાજ્યનો ક્ષોભ થયો હોય તો સ્વયંનું જ હરણ થાય, જેથી કોઈ સ્વેચ્છાદિથી ઉપદ્રવ થવાને કારણે સંયમવિરાધના કે આત્મવિરાધના થવાનો પણ પ્રસંગ આવે.
યત્ર — વિપિન અને તેના વિના આજ્ઞાનું વિરાધન, અસંયમાદિ જે થાય છે તેને, નિક્ષેપ કરતા=ઉપધિ-પાત્રાને શાસ્ત્રવિધિથી નિરપેક્ષ રીતે સ્થાપન કરતા સાધુ, પ્રાપ્ત કરે છે અર્થાતુ શાસ્ત્રવિધિ પ્રમાણે ઉપધિને ન બાંધી હોય કે પાત્રાને ધારણ ન કર્યા હોય અને અગ્નિ વગેરે કોઈપણ ઉપદ્રવ ન થાય તોપણ, ભગવાનની આજ્ઞાના પાલન વિના જે આજ્ઞાવિરાધના અને અસંયમાદિ દોષો થાય છે, તે દોષોને ઉપધિ અને પાત્રાની જેમ તેમ નિક્ષેપ કરતા સાધુ પ્રાપ્ત કરે છે.
આ રીતે શાસ્ત્રવિધિ પ્રમાણે વિટિયાનું બંધન અને પાત્રનું ધારણ કરેલ ન હોય તો કયા દોષો પ્રાપ્ત થાય, તે બતાવ્યું. હવે જે સાધુઓ શાસ્ત્રવિધિ પ્રમાણે ઋતુબદ્ધકાળમાં વિટિયાનું બંધન અને પાત્રનું ધારણ કરે છે, તેઓને જ્યારે અગ્નિ વગેરેનો ઉપદ્રવ થાય ત્યારે કેવી રીતે નીકળી જવું જોઈએ? તે બતાવવા કહે છે –
હિUT ... વશ્વ “વળી ગ્રહણ કરેલા પ્રતિગ્રહ સાથે પાત્ર સાથે, વિટિયાને ગ્રહણ કરીને બાહ્યકલ્પને કામળીને, શરીર ઉપર નાખીને, ત્યારે=જ્યારે અગ્નિ આદિનો ઉપદ્રવ હોય ત્યારે, જાય છે=ઉપાશ્રયમાંથી સાધુ નીકળી જાય છે.”
તિ થાર્થ એ પ્રમાણે ગાથાર્થ છે. ૨૮૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org