________________
૨
પ્રતિદિનક્રિયાવસ્તુક, પ્રત્યુપેક્ષણા' દ્વાર/પેટા દ્વાર : “પાત્રપ્રભુપેક્ષણા' | ગાથા ૨૮૩-૨૮૪
ગાથાર્થ :
શેષકાળમાં અગ્નિ હોતે છતે, ચોરનો ભય હોતે છતે અને રાજ્યનો ક્ષોભ થયે છતે વિરાધના થાય છે. આથી રજસ્યાણ અને પાત્રનું ધારણ કરવું જોઈએ, ચોમાસામાં પાત્રનો પણ નિક્ષેપ કરવો જોઈએ. ટીકાઃ
रजस्त्राणभाजनधरणं ऋतुबद्धे कुर्यात्, निक्षिपेद्वर्षासु भाजनमपि, अधारणे दोषमाह-अग्नौ स्तेनभये राज्यक्षोभे वा विराधना संयमात्मनोर्भवतीति गाथार्थः ॥२८३॥ ટીકાર્ય :
ઋતુબદ્ધમાં=શેષકાળમાં, રજસ્ત્રાણ અને ભાજનનું ધારણ કરે, વર્ષોમાં ભાજનને પણ નિક્ષેપ કરે ચોમાસામાં પાત્રનું પણ સ્થાપન કરે. અધારણમાં=શેષકાળમાં પાત્રને પાસે નહીં રાખવામાં, દોષને કહે છે – અગ્નિ હોતે છતે, સ્તનનો ભય હોતે છતે અથવા રાજ્યનો ક્ષોભ થયે છતે સંયમ અને આત્માની વિરાધના થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૨૮all અવતરણિકા:
તથા વાહ – અવતરણિકા:
અને તે પ્રમાણે કહે છે અર્થાતુ પૂર્વગાથામાં કહ્યું કે તુબદ્ધકાળમાં ઉપધિનું બંધન ન કરે અને પાત્રનું ધારણ ન કરે તો, અગ્નિ આદિના ઉપદ્રવ વખતે સંયમવિરાધના અને આત્મવિરાધના થાય છે, તે કઈ રીતે થાય છે ? તે પ્રમાણે કહે છે – ગાથા :
परिगलमाणो हीरेज्ज डहणभेआ तहेव छक्काया।
गुत्तो अ सयं डज्झे हीरिज्ज व जं च तेण विणा ॥२८४॥ અન્વયાર્થ :
(શેષકાળમાં સાધુ ઉપધિનું બંધન અને પાત્રનું ધારણ ન કરે તો,) રત્નનો પરિગલતી= હાથમાંથી પડતી એવી ઉપધિ, રીર=હરાય=કોઈ વડે હરણ થાય, હફમે=દહન અને ભેદ થાયaઉપધિ અગ્નિમાં બળી જાય અને પાત્ર ભાંગી જાય, તહેવ=તે રીતે જ છRયા =ષકાયો (વિરાધાયેલા થાય.) ગુત્ત =અને ગુપ્ત એવા સાધુ સયં=સ્વયં હો ઢીરિઝ વ=દાઝે અથવા હરાય. તે રવિUT=અને તેના વિના=ઉપધિપાત્ર વિના, =જે થાય, (તેને ઉપધિ-પાત્રનો નિક્ષેપ કરતા સાધુ પ્રાપ્ત કરે છે.) ગાથાર્થ :
શેષકાળમાં સાધુ ઉપધિનું બંધન અને પાત્રનું ધારણ ન કરે તો હાથમાંથી પડતી ઉપધિનું કોઈ વડે હરણ થાય, ઉપાધિ અગ્નિમાં બળી જાય અને પાત્ર ભાંગી જાય. તે રીતે જ ષટકાયો વિરાધાયેલા થાય, અને ગુપ્ત એવા સાધુ સ્વયં દાઝે અથવા હરાય. અને ઉપધિ-પાત્ર વિના જે થાય તેને ઉપધિ-પાત્રનો નિક્ષેપ કરતા સાધુ પ્રાપ્ત કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org