________________
૭૦
પ્રજ્યાવિધાનવસ્તક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૪૪
ટીકાર્ય :
યસ્પર્વ રીક્ષા જે કારણથી આમ છે = ગાથા-૩૯ થી ૪૩ માં બતાવ્યું. એ રીતે પ્રવજ્યાથી ગુણસંપન્ન જીવો જ ગુણવૃદ્ધિ કરી શકે છે, તે કારણથી, ગીતાર્થ, ઉપાધિથી શુદ્ધ = આર્યદેશસમુત્પન્નાદિ વિશેષણોથી શુદ્ધ, એવા ધન્યોને = પુણ્યભાગીઓને = પુણ્યશાળી જીવોને, પ્રવ્રયા આપે છે = દીક્ષા આપે
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે ઉપાધિશુદ્ધ એવા ધન્યોને જ દીક્ષા કેમ અપાય? અન્યને કેમ નહિ? તેથી કહે છેટીકાર્ય :
મા ... મૂરિતિ વિપર્યયમાં=અયોગ્યને દીક્ષા આપવામાં, આત્મા અને પરનો પરિત્યાગ ન થાઓ ! એથી ઉપાધિશુદ્ધ એવા ધન્યોને જ ગીતાર્થ દીક્ષા આપે છે.
તે તથાદિ થી સ્પષ્ટ કરે છે
થળે ... થાઈ: ઉપાધિથી અશુદ્ધ એવા અન્યોને પ્રવજ્યાના દાનમાં=દીક્ષા આપવામાં, આત્મ-પરનો પરિત્યાગ નિયમથી જ થાય છે અર્થાત દીક્ષા આપનાર અને લેનાર એમ બંનેને ક્લેશની પ્રાપ્તિ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પ્રવ્રયા અત્યંત દુષ્કર છે; કેમ કે અત્યંત અપ્રમાદભાવથી જ જીવ મોહનો નાશ કરી શકે છે. તેથી અયોગ્ય જીવોને દીક્ષાથી પણ લાભ થતો નથી. તે કારણથી ગીતાર્થ ગુરુ યોગ્ય જીવોને દીક્ષા આપે છે, અન્યને નહીં, કેમ કે તેઓ જાણતા હોય છે કે અયોગ્યને દીક્ષા આપનાર ગુરુ પોતાના આત્માને દુર્ગતિમાં નાંખે છે અને દીક્ષા લેનારને પણ દુર્ગતિની પ્રાપ્તિ કરાવે છે. માટે પોતાનું અને પરનું અહિત ન થાય તે કારણથી ગીતાર્થો અયોગ્યને દીક્ષા આપતા નથી.
(૧) આત્મપરિત્યાગ એટલે અયોગ્ય જીવને પ્રવ્રયા આપવારૂપ અવિષયમાં પ્રવૃત્તિ કરીને આત્માને ક્લેશમાં નાખવો તે,
(૨) પરંપરિત્યાગ એટલે અયોગ્ય જીવને પ્રવજ્યા આપવારૂપ અવિષયમાં પ્રવૃત્તિ કરીને પર એવા શિષ્યના આત્માને ક્લેશમાં નાખવો તે. ૪૪ અવતરણિકા :
एतदेव भावयतिઅવતરણિકાર્ય :
પૂર્વગાથામાં કહ્યું કે અયોગ્ય જીવોને પ્રવ્રયા આપવામાં આવે તો આત્મપરિત્યાગ અને પરપરિત્યાગ નિયમથી જ થાય છે. તેથી આત્મપરિત્યાગ કઈ રીતે થાય છે, એનું જ પ્રસ્તુત ગાથામાં ભાવન કરે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org