SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૪૩-૪૪ પ્રવર્તે છે, તેમ ભોગ પ્રત્યેનું અત્યંત આકર્ષણ હોવાથી સંસારરસિક જીવો સંયમ ગ્રહણ કરે તોપણ સંયમની ઉચિત ક્રિયાઓ દ્વારા ગુણની નિષ્પત્તિ તો કરી શકતા નથી, પરંતુ સંયમ જીવનમાં પણ તેઓનું ચિત્ત આલોકના માન-સન્માનમાં કે પરલોકના ભૌતિક ફળોમાં વળેલું હોય છે; તેથી જિનવચન પણ તેઓમાં સંવેગના પરિણામને પ્રગટ કરી શકતું નથી. પોનાપ" માં મfg' થી એ કહેવું છે કે ભૂંડને ઉપદેશથી પણ નિવારી ન શકાય અને ક્રિયાથી પણ પ્રાયઃ કરીને નિવારી ન શકાય, અર્થાત્ ભૂંડને ઉપદેશની ક્રિયા તો સંભવે નહિ, છતાં કોઈ સારા પદાર્થો તરફ ભૂંડને આકર્ષણ પેદા કરાવીને વિષ્ટામાં જવાના નિવારણરૂપ ઉપદેશથી પણ ભૂંડ વિષ્ટાથી નિવર્તન પામતું નથી, અને અટકાવવાની ક્રિયાથી પણ પ્રાયઃ ભૂંડ વિષ્ટાથી નિવર્તન પામતું નથી. અહીં “પ્રાય:' શબ્દથી એ પ્રાપ્ત થાય કે ભૂંડને થાંભલા સાથે દોરડાથી બાંધવામાં આવે તો વિષ્ટા તરફ જતું અટકાવી શકાય, પરંતુ બાંધ્યા વગર અટકાવવા રૂપ ક્રિયાથી તેને વિષ્ટામાં જતું અટકાવી ન શકાય. | ૪૨/૪૩ || અવતરણિકા : ગાથા-૩૯ ના ઉત્તરાર્ધમાં કહ્યું કે પ્રવજ્યા અત્યંત દુષ્કર છે અને તે અત્યંત દુષ્કર કેમ છે? તે વાતની ગાથા-૪૦ થી ૪૩ માં પુષ્ટિ કરી. હવે તેનું નિગમન કરતાં કહે છે ગાથા : ता धन्नाणं गीओ उवाहिसुद्धाण देइ पव्वज्जं । आयपरपरिच्चाओ विवज्जए मा हविज्ज त्ति ॥४४॥ અન્વયાર્થ : તાકતે કારણથી વિવME=વિપર્યયમાં બાયપરંપરિવ્યામો=આત્મ-પરનો પરિત્યાગ માં વિ=ન થાઓ. ઉત્ત=એથી મોકગીતાર્થ, વાહિયુદ્ધાઃઉપાધિથી-દીક્ષાના અધિકારી જીવના ૧૬ વિશેષણોથી, શુદ્ધ એવા થi=ધન્યોને પત્ર નં=પ્રવ્રજ્યા ડું=આપે છે. ગાથાર્થ : તે કારણથી અયોગ્યને દીક્ષા આપવામાં ગુણને બદલે દોષ થવારૂપ વિપર્યયને કારણે આત્મ-પરનો પરિત્યાગ ન થાઓ. એથી ગીતાર્થ, પૂર્વમાં દીક્ષાના અધિકારી જીવના વર્ણવેલા વિશેષણોથી શુદ્ધ એવા ધન્ય જીવોને પ્રવજ્યા આપે છે. ટીકા : यस्मादेवं तस्माद्धन्येभ्यः-पुण्यभाग्भ्यो गीत इति गीतार्थः, उपाधिशुद्धेभ्यः आर्यदेशसमुत्पन्नादिविशेषणशुद्धेभ्यो ददाति प्रव्रज्यां प्रयच्छति दीक्षाम्, आत्मपरपरित्यागो विपर्यये मा भूदिति; तथाहि-अधन्येभ्योऽनुपाधिशुद्धेभ्यः प्रव्रज्यादाने आत्मपरपरित्यागो नियमत एवेति गाथार्थः ॥४४॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy