________________
૬૮
પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૪૩
અન્વયાર્થ :
નદ = જે પ્રમાણે સૂઝર = શૂકર=ભૂંડ, ૩ વ = ઉપદેશથી પણ વિઠ્ઠUT = વિષ્ટામાં ૩િ જ તપત્ર(જતો) ધારવા માટે=અટકાવવા માટે, સમર્થ નથી; =એ પ્રમાણે અ મ=અકાર્યમાં (જતો) વિરત્તમનો સંસારસૂરો=અવિરક્ત મનવાળો સંસારનો શૂકર (ઉપદેશથી પણ અટકાવવા માટે સમર્થ નથી.) ગાથાર્થ :
જે પ્રમાણે શૂકરને નિવારણરૂપ ઉપદેશથી પણ વિષ્ટામાં જતો અટકાવી શકાતો નથી, એ પ્રમાણે અકાર્યમાં જતો અવિરક્ત મનવાળો સંસારરસિયો જીવ ઉપદેશથી પણ વારી શકાતો નથી. ટીકા : _ विष्टायां-पुरीषलक्षणायां शूकरः पशुविशेषः यथा उपदेशेनापि-निवारणालक्षणेन अपिशब्दात् प्रायः क्रिययापि न शक्यते धर्तुं, किन्तु बलात्प्रवर्त्तते, एवं संसारशूकरःप्राणी, इति एवम् अविरक्तमनाः संसार एवेति गम्यते अकार्य इत्यनासेवनीये न शक्यते धर्तुमिति गाथार्थः ॥ ४३ ॥
ટીકાર્ય
જે રીતે શૂકર = પશુ વિશેષ; નિવારણાના લક્ષણવાળા ઉપદેશ વડે પણ, અને ‘મણિ' શબ્દથી પ્રાયઃ ક્રિયા વડે પણ, પુરીષના લક્ષણવાળી વિષ્ટામાં જતો ધારવા માટે શક્ય નથી, પરંતુ બળથી પ્રવર્તે છેઃ બળાત્કારે વિષ્ટામાં જાય છે; આ રીતે સંસારના શૂકરરૂપ પ્રાણી = ભવાભિનંદી જીવ, આ પ્રમાણે સંસારમાં જ અવિરક્ત મનવાળો અકાર્યમાં = નહીં સેવવા યોગ્ય કાર્યમાં, જતો ધારવા માટે શક્ય નથી. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ભવાભિનંદી જીવો ક્યારેક તીર્થકર કે અન્ય અતિશયજ્ઞાની વગેરે પાસે સંયમ પણ ગ્રહણ કરે અને જિનાગમનો અભ્યાસ પણ કરે, તોપણ તેઓનું ચિત્ત સંસારના વાસ્તવિક સ્વરૂપને જોઈ શકે તેવું નિર્મળ હોતું નથી, તેથી તેઓને મલિન ચિત્તવાળા અને ભારે કર્મી કહેલ છે. આથી જયારે તેઓ લબ્ધિ આદિની ઇચ્છાથી કે પરલોકમાં ભૌતિક સમૃદ્ધિ આદિ પ્રાપ્ત કરવાની ઇચ્છાથી સંયમ ગ્રહણ કરે છે, ત્યારે તેઓનું ચિત્ત મલિન હોવાથી જિનવચન પણ તેઓને સમ્યફ પરિણમન પામતું નથી અને જિનવચનને શ્રવણ કરવા છતાં તેઓને સંસારનો ઉચ્છેદ કરવાનો ભાવ થતો નથી.
વળી, મલિન વસ્ત્રમાં જેમ કંકુનો રંગ લાગતો નથી, તેમ મલિન ચિત્તમાં સંસારના ઉચ્છેદનો અધ્યવસાય પ્રગટતો નથી. તેથી ભાવાભિનંદી જીવોને સંયમમાં પણ અપ્રમાદભાવ પ્રગટતો નથી અને અપ્રમાદભાવ વગર જીવમાં સંયમની ક્રિયાથી પણ ગુણો નિષ્પન્ન થઈ શકતા નથી. વળી ભવાભિનંદી જીવોને અપ્રમાદભાવ કેમ થતો નથી ? તે ભૂંડના દૃષ્ટાંતથી બતાવે છે
જેમ ભૂંડને વિષ્ટામાં તીવ્ર આકર્ષણ હોય છે, તેમ ભવાભિનંદી જીવોને ભોગોમાં તીવ્ર રાગ હોય છે. તેથી જેમ વિષ્ટામાં જતા ભૂંડને નિવારવા માટે ગમે તેટલો યત્ન કરવા છતાં પણ તે બળાત્કારે વિષ્ટામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org