________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૪૧
ટીકાર્ય
અને આ = અપ્રમાદ, સંસારથી વિરાગ પામેલાઓને થાય છે, પરંતુ તેના = સંસારના, અભિનંદીઓને નહીં. જિનવચનથી થશે = સંસારના અભિનંદી જીવોને પણ જિનવચન સાંભળવા દ્વારા અપ્રમાદ થઈ શકશે, એ પ્રમાણે જો હોય, એની આશંકા કરીને કહે છે- અન્ય તો દૂર રહો, પરંતુ તેઓને = સંસારાભિનંદીઓને, પ્રાયઃ જિનવચન પણ ગુણનું સાધક થતું નથી = શુભનું નિર્વક થતું નથી. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
અત્યંત અપ્રમાદ સંસારથી વિરક્ત જીવોને થાય છે, પરંતુ ભવાભિનંદી જીવોને થઈ શકતો નથી. અહીં કોઈ કહે કે ભવાભિનંદી જીવોને ભગવાનના વચનથી અપ્રમાદ થશે. તેનું નિરાકરણ કરતાં કહે છે કે બીજું તો દૂર રહો, પરંતુ ભગવાનનું વચન પણ, પ્રાયઃ કરીને સંસારના અભિનંદી જીવોને ગુણનું સાધક બનતું નથી. વિશેષાર્થ :
કેટલાક યોગ્ય જીવોને ભગવાનના વચન વગર પણ મોહના ઉચ્છેદને અનુકૂળ અત્યંત અપ્રમાદ થઇ શકે છે, તોપણ મોટા ભાગના જીવો ભગવાનના વચનના બળથી જ અત્યંત અપ્રમાદ કરી શકે છે; અને ભવાભિનંદી જીવો જિનવચનથી અન્ય નિમિત્તોથી તો અપ્રમાદ કરી શકતા નથી, પરંતુ જિનવચનથી પણ પ્રાય: કરીને અપ્રમાદ કરી શકતા નથી. તેથી ભવાભિનંદી જીવોને જિનવચન પણ પ્રાયઃ ગુણસાધક બનતું નથી. આથી ભવાભિનંદી જીવો સંયમ ગ્રહણ કરે તોપણ, મોહરૂપી વૃક્ષનું ઉન્મેલન કરી શકતા નથી.
અહીં ‘પ્રય:' એટલા માટે કહ્યું છે કે ભવાભિનંદી જીવો પણ ક્યારેક અચાનક જ પરિવર્તન થવાથી જિનવચનને અવલંબીને સંસારસાગર તરી જાય છે, પરંતુ મોટા ભાગે ભવાભિનંદી જીવો જિનવચનથી તરી શકતા નથી.
જેમ કે દઢપ્રહારી પૂર્વમાં પાપની પ્રવૃત્તિઓમાં અત્યંત રક્ત હતા, અથવા તો પ્રદેશ રાજા પણ પૂર્વમાં અત્યંત નાસ્તિકશિરોમણિ હતા, તોપણ નિમિત્તવિશેષને પામીને જિનવચનના બળથી આત્મહિત સાધી ગયા. ૪૧
અવતરણિકા :
किमित्यत आहઅવતરણિકાર્ય :
પૂર્વગાથામાં કહ્યું કે ભવાભિનંદી જીવોને જિનવચન પણ પ્રાયઃ ગુણસાધક થતું નથી. તેથી જિજ્ઞાસા થાય કે કયા કારણથી જિનવચન પણ ગુણસાધક થતું નથી? એથી કહે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org