________________
૨
પ્રવજ્યાવિધાનવજુક “કેભ્યઃ' દ્વાર | ગાથા ૩૮-૩૯
ટીકા : ___ न तु मनुजादिभिर्धभैर्युक्ता इत्येतावतैव योग्या इति आदिशब्दादार्यदेशोत्पन्नग्रहः, किमेतदित्थम्? इत्यत्राहप्रायो-बाहुल्येन गुणसम्पन्नाः सन्तः गुणप्रकर्षसाधका येन, गुणप्रकर्षश्च प्रव्रजितेन साधनीय इति गाथार्थः ॥३८॥ ટીકાર્થ :
વળી જીવો મનુજ આદિ ધર્મોથી યુક્ત છે, એટલાથી જ પ્રવજ્યાને યોગ્ય થતા નથી. આ = ઉપરનું કથન, આ પ્રમાણે કેમ છે? એ પ્રકારની શંકામાં કહે છે- જે કારણથી પ્રાય: = બહુલપણાથી, ગુણથી સંપન્ન છતા જીવો ગુણના પ્રકર્ષના સાધક છે અને ગુણનો પ્રકર્ષ પ્રવ્રજિત વડે=સાધુ વડે, સાધનીય છેક સાધવા યોગ્ય છે. “મનુનાિિાઈઃ” માં આ શબ્દથી આર્યદેશમાં ઉત્પન્ન થવારૂપ ધર્મનો ગ્રહ છે =પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
અહીં કોઈ કહે છે કે આત્મકલ્યાણ માટે મનુષ્યભવની અને આર્યદેશમાં ઉત્પત્તિની આવશ્યકતા છે, તેથી આર્યદેશમાં ઉત્પન્ન થયેલા મનુષ્યને દીક્ષા આપી શકાય; અને દીક્ષા લીધા પછી સંયમની ક્રિયા દ્વારા મનુષ્યાદિ ધર્મોવાળા જીવમાં ગુણો પ્રગટશે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે મનુષ્યાદિ ધર્મોથી યુક્ત હોવા માત્રથી જીવ દીક્ષાને યોગ્ય થતો નથી; કેમ કે પ્રાયઃ ગુણસંપન્ન જીવો ગુણના પ્રકર્ષને સાધી શકે છે અને દીક્ષા ગ્રહણ કરનારને ગુણના પ્રકર્ષને સાધવાનો છે.
અહીં “પ્રાયઃ' શબ્દથી એ કહેવું છે કે કોઇક વખત સર્વથા ગુણરહિત જીવ પણ કોઇ નિમિત્તને પામીને ગુણના પ્રકર્ષને સાધનાર બને છે. દા.ત. ઇલાચીપુત્ર આદિ. આમ છતાં, મોટાભાગના જીવો ગુણસંપન્ન ન હોય તો સંયમ ગ્રહણ કર્યા પછી ગુણના પ્રકર્ષને સાધી શકતા નથી. તેથી જ પૂર્વમાં બતાવેલા ૧૬ ગુણોથી યુક્ત જીવોને દીક્ષા આપવામાં આવે તો સંયમની ક્રિયા દ્વારા તેઓ ગુણના પ્રકર્ષને સાધી શકે છે; પરંતુ ગુણરહિત અને માત્ર આર્યદેશમાં ઉત્પન્ન થયેલા મનુષ્યને દીક્ષા આપવામાં આવે તો તુચ્છ પ્રકૃતિ હોવાને કારણે તે ધર્મની લઘુતા કરે છે અને સંયમ ગ્રહણ કરીને પણ આત્મહિત સાધવાને બદલે આત્માનું અહિત કરે છે. માટે ઘણા ગુણોથી યુક્ત મનુષ્યને દીક્ષા આપવાની વિધિ છે. / ૩૮
અવતરણિકા :
निगमयन्नाह
અવતરણિકાર્ય :
ગાથા-૩ર થી ૩૮માં દીક્ષા ગ્રહણ કરવાના અધિકારી જીવોના ગુણો બતાવ્યા. તેનું નિગમન કરતાં કહે છે
ગાથા :
एवंविहाण देया पव्वज्जा भवविरत्तचित्ताणं। अच्चंतदुक्कराजं थिरंच आलंबणमिमेसिं ॥ ३९ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org