SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ so પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૩૨ થી ૩૦ (૯) સકતજ્ઞ : પોતાના ઉપર બીજાએ કરેલા ઉપકારને જાણનારો હોય. (૧૦) વિનીત : જે માતાપિતા આદિ વડીલોનો વિનય કરતો હોય. (૧૧) રાજાદિનો અવિરોધી : રાજા, મંત્રી વગેરે મોટા માણસોની વિરુદ્ધ કાર્ય કરનાર ન હોય અર્થાત રાજા વગેરે જેના વિરોધી ન હોય; કેમ કે રાજા વગેરેના વિરોધીને દીક્ષા આપવાથી અનર્થ થવાનો સંભવ છે. (૧૨) રાજદિને બહુમત : ગૃહસ્થપણામાં પણ ઉચિત વર્તનને કારણે જે રાજા, અમાત્ય અને નગરજનોને બહુમાનપાત્ર હોય. ટીકામાં રાનવીના વિરુદ્ધક્ષાશિ છે, ત્યાં કારથી વઘુમતિ નું ગ્રહણ કરવાનું છે. તેથી એ પ્રાપ્ત થાય કે રાજાદિની અવિરુદ્ધકારી અને રાજાદિને બહુમત; કેમ કે ગાથા-૧૦ ની ટીકામાં આપેલ ઉદ્ધરણમાં પણ પ્રવ્રયાને યોગ્ય જીવોના ૧૬ ગુણો વર્ણવ્યા છે, તે જ ૧૬ ગુણો અહીં પણ વર્ણવવા છે. (૧૩) કલ્યાણાંગ : ખોડખાંપણથી રહિત અને પાંચ ઇંદ્રિયોથી પરિપૂર્ણ શરીરવાળો હોય. (૧૪) શ્રદ્ધાળુઃ જિનવચન ઉપર શ્રદ્ધાવાળો હોય, કારણ કે શ્રદ્ધા વિના ચારિત્ર સમ્યગૂ બનતું નથી. (૧૫) સ્થિર : દીક્ષા લેનાર જીવ સ્થિર ચિત્તવાળો હોવો જોઇએ; કારણ કે અસ્થિર ચિત્તવાળો જીવ પોતે સ્વીકારેલા સંયમ, તપ, અભિગ્રહ વગેરેને પાળી ન શકે. (૧૬) સમુપસંપન્નઃ સારી રીતે એટલે કે સંપૂર્ણ સમર્પણ ભાવથી દીક્ષા લેવા આવ્યો હોય. આવા પ્રકારના ગુણોથી યુક્ત, દીક્ષાને અભિમુખ એવો દીક્ષાર્થી પ્રવ્રજયા ગ્રહણ કરવા માટે યોગ્ય છે. ૧૩૨/૩૩/૩૪/૩૫/૩૬ અવતરણિકા : उत्सर्गत एवंभूता एव, अपवादतस्त्वाहઅવતરણિકાર્ય : ગાથા-૩૨ થી ૩૬ માં દીક્ષાર્થીના જે ૧૬ ગુણો વર્ણવ્યા એવા પ્રકારના જ જીવો ઉત્સર્ગથી દીક્ષા લેવા માટે યોગ્ય છે. વળી અપવાદથી કેવા જીવો દીક્ષા લેવા માટે યોગ્ય છે, તે કહે છેગાથા : कालपरिहाणिदोसा एत्तो एक्कादिगुणविहीणा वि। जे बहुगुणसंपन्ना ते जुग्गा हुंति नायव्वा ॥ ३७॥ અન્વયાર્થ : - વનિપરિખિલોસ=કાલપરિહાણિના દોષને કારણે પ્રજ્જો = આનાથી = પૂર્વમાં દીક્ષા લેનારના ગુણો બતાવ્યા એનાથી, વધુ વિદીપ વિ = એકાદિ ગુણથી વિહીન પણ ને વહુગુણસંપન્ના = જેઓ બહુગુણસંપન્ન હોય, તે = તેઓ ગુIT=(પ્રવ્રયા લેવાને) યોગ્ય નાયબ્રી=જ્ઞાતવ્ય હૃતિ = થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy