SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેન' દ્વાર / ગાથા ૨૭-૨૮ અનુવર્તનાના અસંપાદનથી આ થાય છે = શિષ્યોના અનનુવર્તક ગુરુને શિષ્યોના પ્રતિષિદ્ધ આચરણથી થતો દોષ થાય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગુરુ શાસ્ત્રવિધિ પ્રમાણે શિષ્યોને અનુવર્તના કરે, છતાં કોઇ શિષ્ય કર્મને વશ થઇને સૂત્રમાં પ્રતિષેધ કરેલા કૃત્યનું સેવન કરે, તો તે શિષ્યના પ્રતિષિદ્ધના સેવનમાં ગુરુને દોષ લાગતો નથી; કેમ કે અનુવર્તના કરવાની ભગવાનની આજ્ઞાનું ગુરુએ સંપાદન કરેલ છે, તેથી ગુરુ આજ્ઞાકારી હોવાથી શિષ્યોના અપરાધથી ગુરુને કોઇ દોષ લાગતો નથી. તોપણ તે ગુરુ યોગ્ય શિષ્યોને અનુવર્તના ન કરે, તેના કારણે શિષ્ય સૂત્રમાં પ્રતિષિદ્ધ ક્રિયાનું સેવન કરે, તો ગુરુને દોષ લાગે છે; કેમ કે શિષ્યોને અનુવર્તના કરવાની ભગવાનની આજ્ઞાનું ગુરુએ સંપાદન કરેલ નથી. તેથી ગુરુની અનુવર્તનાના અભાવને કારણે શિષ્યોને જે અનર્થ થાય, તેમાં ગુરુ પણ દોષપાત્ર છે. ૨૭ણા અવતરણિકા : ૫૨ પૂર્વગાથામાં કહ્યું કે ગુરુ અનુવર્તના ન કરે અને શિષ્યો પ્રતિષિદ્ધનું સેવન કરે તો ગુરુને દોષ લાગે, અને વળી ગાથા-૨૧ માં કહેલ કે પરમાર્થને નહીં જાણનારા શિષ્યો જે વિરુદ્ધ સેવે અને તેનાથી શિષ્યોને જે અનર્થ પ્રાપ્ત થાય, તે સર્વ અનનુવર્તક ગુરુના નિમિત્તે છે. આ બંને વાતમાં પૂર્વપક્ષીની શંકા બતાવીને તેનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે ગાથા : आहऽण्णसेवणाए गुरुस्स पावं ति नायबज्झमिणं । आणाभंगाउ तयं न य सो अण्णम्मि कह बज्झं ॥ २८ ॥ અન્વયાર્થ : આહ=(૫૨) કહે છે- અળસેવળા=અન્યની સેવનાથી=અનનુવર્જિત શિષ્ય વડે કરાતી અપરાધની સેવનાથી, ગુરુ Æ=ગુરુને પાવં=પાપ થાય છે, તિ=એ પ્રકારે ફળ=આ=પૂર્વગાથાનું કથન, નાયવાં =ન્યાયબાહ્ય છે. (તેનો ગ્રંથકાર ઉત્તર આપે છે-) આમળાક=આજ્ઞાભંગથી યં=તે=પાપ, થાય છે; સો મમ્મિ ન=અને આ=આજ્ઞાભંગ, અન્યમાં નથી, (પરંતુ ગુરુમાં જ છે, તેથી) હૈં વાં=કેવી રીતે બાહ્ય છે ? ગાથાર્થ : પર શંકા કરે છે કે અનુવર્તના નહીં કરાયેલા શિષ્ય વડે કરાતા અપરાધના સેવનથી ગુરુને પાપ લાગે છે, એ પ્રકારનું પૂર્વગાથાનું કથન ન્યાય બહારનું છે. તેનો ગ્રંથકાર ઉત્તર આપે છે કે, આજ્ઞાભંગથી પાપ થાય છે અને તે આજ્ઞાભંગ અન્યમાં નથી પરંતુ ગુરુમાં જ છે. તેથી ગુરુને પાપ લાગે છે એ પ્રકારનું પૂર્વગાથાનું કથન ન્યાય બહારનું નથી જ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy