SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ પ્રવજ્યાવિધાનવસ્તુક | "કેન' દ્વાર | ગાથા ૨૬ ગાથા : इय कुसलपक्खहेंऊ सपरुवयारम्मि निच्चमुज्जुत्तो। सफलीकयगुरुसद्दो साहेइ जहिच्छिअंकज्जं ॥२६॥ અન્વયાર્થ : રૂ=આ પ્રમાણે =ગાથા-૨૪-૨૫ માં બતાવ્યું એ પ્રમાણે, (શિષ્યોના અને અન્ય જીવોના) સતપવહે =કુશલપક્ષના હેતુ, સપર વથામ=સ્વ અને પરના ઉપકારમાં નિશ્વમુળુત્તો નિત્ય ઉઘુક્ત, સત્નીયપુસદ્દોસફલ કર્યો છે “ગુરુ” શબ્દ જેમણે એવા (ગુરુ) ગછિક Ë=ાથેચ્છિત કાર્યને સદેહેં=સાધે છે. ગાથાર્થ : ગાથા-૨૪-૨૫ માં બતાવ્યું એ પ્રમાણે, શિષ્યોને અને અન્ય જીવોને પુણ્યપ્રાપ્તિના કારણ, સ્વ અને પરના ઉપકારમાં નિત્ય ઉધમવાળા, સફલ કર્યો છે “ગુરુ' શબ્દ જેમણે એવા ગુરુ, જે પ્રકારે ઇચ્છાયેલા છે એ પ્રકારનું મોક્ષરૂપ કાર્ય સાધે છે. ટીકા : इय एवं कुशलपक्षहेतुः-पुण्यपक्षकारणं स्वपरोपकारे नित्योद्युक्तो नित्योद्यतः सफलीकृतगुरु शब्दो गुणगुरु त्वेन साधयति यथेप्सितं कार्यं-परमपदमिति गाथार्थः ॥ २६ ॥ ટીકાર્ય આ રીતે કુશલ પક્ષના હેતુ=પુણ્યરૂપ પક્ષના કારણ, સ્વ-પરના ઉપકારમાં નિત્ય ઉઘુક્તકનિત્ય ઉદ્યત, ગુણથી ગુરુપણું હોવાને કારણે સફલ કર્યો છે “ગુરુ” શબ્દ જેમણે એવા ગુરુ, યથેચ્છિત એવા પરમપદરૂપ કાર્યને સાધે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : અનુવર્તના કરવાથી શિષ્યોને ભગવાનના શાસન પ્રત્યે બદ્ધ અનુરાગ થાય છે, જે શિષ્યોના પુણ્યપક્ષરૂપ છે; અને ગુરુની ઉચિત અનુવર્તનાથી જ્ઞાનાદિયુક્ત બનેલા શિષ્યોને જોઇને, ગુણના પક્ષપાતવાળા જીવોને કુશલપરંપરાના કારણભૂત જૈનશાસનનો પક્ષપાત થાય છે, જે અન્યોના પુણ્યપક્ષરૂપ છે; કેમ કે જિનશાસનનો પક્ષપાત જીવને પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ કરાવીને આત્માના હિતનું કારણ બને છે. આ પ્રમાણે શિષ્યના અને અન્ય જીવોના કુશલપક્ષનું કારણ ગુરુ છે. વળી શિષ્યોને અનુવર્તન કરવા દ્વારા ગુરુ હંમેશાં પોતાના અને પર એવા શિષ્યોના ઉપકારમાં ઉદ્યમવાળા હોય છે. વળી, “ગુરુ' શબ્દની વ્યુત્પત્તિ છે કે ગૃતિ શાસ્ત્રતત્ત્વ રૂતિ ગુરુ:', આ અર્થ ઘટી શકે તેવા ગુણવાળા ગુરુ હોય છે; કેમ કે તેઓ યોગ્ય શિષ્યોને અનુવર્તન કરીને જ્ઞાનાદિથી યુક્ત કરે છે. તેથી આ પ્રકારે ઉચિત પ્રવૃત્તિ કરનારા ગુરુ પોતાને ઇચ્છિત એવા મોક્ષરૂપ કાર્યને સાધે છે. રદી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy