________________
૪૮
પ્રવૃજ્યાવિધાનવસ્તુક | ‘કેન' દ્વાર | ગાથા ૨૪-૨૫ વિશેષાર્થ :
યોગ્ય મુમુક્ષુને દીક્ષા લેતી વખતે સંસારની અસારતાનું જ્ઞાન હોય છે અને ભગવાનનું શાસન તારનારું છે તે રૂપ સમ્યગદર્શન પણ હોય છે અને દીક્ષા લીધા પછી ઉચિત ક્રિયાઓ કરવાથી તેનામાં સમ્યફ ચારિત્ર પણ પ્રગટે છે. આમ છતાં, દીક્ષા ગ્રહણકાળમાં તે રત્નત્રયી પ્રાથમિક ભૂમિકાની હોય છે અને જયારે ગુરુની ઉચિત અનુવર્તનાને કારણે શિષ્યને પોતે ગ્રહણ કરેલા માર્ગમાં સ્થિરતા પ્રગટે છે, ત્યારે તેની શાસ્ત્રના અધ્યયનમાં વેગથી પ્રવૃત્તિ થાય છે, જેથી તેનામાં વિશિષ્ટ કોટિનું નિર્મળ જ્ઞાન અને દર્શન પ્રગટે છે; અને ઉચિત ક્રિયાઓ વિશિષ્ટ એવા નિર્મળ જ્ઞાન અને દર્શનથી નિયંત્રિત બનવાથી તે શિષ્યમાં પૂર્વના ચારિત્ર કરતાં વિશિષ્ટ પ્રકારના ચારિત્રની પરિણતિ પેદા થાય છે. આથી તેનું ચિત્ત અતિશય-અતિશયતર નિર્લેપ થતું જાય છે અને આ રીતે ક્રમસર રત્નત્રયીની વૃદ્ધિ થવાથી તે શિષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ર૪ો
ગાથા :
एआरिसा इहंखलु अण्णेसिं सासणम्मि अणुरायो। बीअं सवणपवित्ती संताणे तेसु वि जहुत्तं ॥२५॥
અન્વયાર્થ :
ફ૬ વસ્તુ=અહીં જ=જિનશાસનમાં જ, રિસ=આવા પ્રકારના (જીવો) છે, (એમ) પ્રાપ્તિ =અન્યોને સાસ િકરાયોઃશાસનમાં અનુરાગ થાય છે, વીગં= (જ) બીજ છે. સવUપવિત્ર શ્રવણ-પ્રવૃત્તિ થાય છે = કેટલાક સાંભળે છે અને કેટલાક સ્વીકારે છે. સંતાઈ સંતાન થાય છે=આ પ્રમાણે કુશલના પ્રવાહની પ્રવૃત્તિ થાય છે. તેનુ વિગતેઓને પણ=ગુણના પક્ષપાતી જીવોને પણ, દુi=યથોક્ત થાય છે = જે પ્રમાણે ગાથા-૨૩ માં કહેવાયું તે પ્રમાણે પરમપદ થાય છે. ગાથાર્થ :
પૂર્વગાથામાં બતાવેલ તે પ્રમાણે જ્ઞાનાદિ ગુણોથી યુક્ત ગુરુ-શિષ્યોને જોઇને, આ જિનશાસનમાં જ આવા પ્રકારના જ્ઞાનાદિયુક્ત જીવો છે, એમ ગુણના પક્ષપાતી અન્ય જીવોને જિનશાસનમાં અનુરાગ થાય છે અને આવો અનુરાગ બીજ છે. કેટલાક શ્રવણ કરે છે અને કેટલાક જિનશાસનના સ્વીકારની પ્રવૃત્તિ કરે છે, આ પ્રમાણે કુશલ પ્રવાહની પ્રવૃત્તિ થાય છે. ગુણના પક્ષપાતી જીવોને પણ, વિજ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થવાથી ગાથા-૨૩માં કહ્યા મુજબ પરમપદ પ્રાપ્ત થાય છે. ટીકા :
तान् ज्ञानादियुतान् दृष्ट्वा ईदृशा-ज्ञानादियुक्ता इहं खलु-इहैव जिनशासने, इति अन्येषां-गुणपक्षपातिनां शासने अनुरागो भवति भावत एव शोभनं भव्यमिदं शासनमिति, बीजं इत्येतदेव सम्यक्त्वापवर्गबीजं, केषाञ्चित्त्वनुरागातिशयात् श्रवणप्रवृत्तिः अहो शोभनमेतदिति शृण्वन्त्येवापरेऽङ्गीकुर्वन्ति च, सन्ताने इत्येवं कुशलसन्तानप्रवृत्तिः, तेषामपि अन्येषां सन्तानिनां यथोक्तं विज्ञानादिगुणलाभतः परमपदमेवेति गाथार्थः || ૨ ||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org