SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેન' દ્વાર | ગાથા ૨૪ ૪૦ અન્વયાર્થ : VTVફર્નામો વસ્તુ જ્ઞાનાદિના લાભથી જ રોસ=દોષો ચંતિઃક્ષય પામે છે, (તેથી) વરઘf= ચરણ =ચારિત્ર, વહૂકું =વધે છે. રૂ=આ પ્રકારે અમારફતયા=અભ્યાસના અતિશયથી સફાઇ પરમાર્થ શિષ્યોને પરમપદ હો=થાય છે. ગાથાર્થ : જ્ઞાનાદિના લાભથી જ દોષો નાશ પામે છે, તેથી ચાસ્ત્રિ વધે છે. આ પ્રકારે અભ્યાસના અતિશયથી શિષ્યોને પરમપદ થાય છે. ટીકા : ज्ञानादिलाभतः खलु-अनुवर्त्यमाना हि शिष्याः स्थिरा भवन्ति ततो ज्ञानदर्शने लभन्ते ततो लाभात् खलु शब्दोऽवधारणे तत एव, दोषा-रागादयो हीयन्ते त्यज्यन्ते क्षीयन्ते वा, ततो वर्द्धते चरणं-चारित्रं, इय-एवं अभ्यासातिशयात्-अभ्यासातिशयेन तत्रान्यत्र वा जन्मनि कर्मक्षयभावात् शिष्याणां भवति परमपदंमोक्षाख्यमिति गाथार्थः॥२४॥ ટીકાર્થ : જ્ઞાનાદિના લાભથી જ = જે કારણથી અનુવર્તાતા શિષ્યો સ્થિર થાય છે, તેનાથી અર્થાત્ શિષ્યો સ્થિર થવાથી, જ્ઞાન અને દર્શન પ્રાપ્ત થાય છે તે લાભથી જ અર્થાત જ્ઞાન અને દર્શનની પ્રાપ્તિ થવાથીજ, રાગાદિ દોષો ત્યજાય છે અથવા ક્ષય પામે છે. તેનાથી = રાગાદિદોષોનો ત્યાગ ક્ષય થવાથી, ચરણ-ચારિત્ર, વધે છે. આ રીતે અભ્યાસના અતિશયથી=અભ્યાસના અતિશય વડે, તે અથવા અન્ય જન્મમાં કર્મનાલયના ભાવને કારણે શિષ્યોને મોક્ષ નામનું પરમપદ થાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : દીક્ષા આપ્યા પછી ગુરુ યોગ્ય શિષ્યોની વિધિપૂર્વક અનુવર્તન કરે, તો શિષ્યોને સ્થિરતા પ્રાપ્ત થાય છે અર્થાત્ આ ગુરુના બળથી આપણને સાચા તત્ત્વની પ્રાપ્તિ થશે અને અવશ્ય આપણે આ સંસારસાગરથી તરી જઇશું, એ પ્રકારની શિષ્યોને સ્થિર બુદ્ધિ પ્રાપ્ત થાય છે, અને તેવી બુદ્ધિ થવાને કારણે જ ગુરુ પાસે રહીને શિષ્યો નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને આવા શિષ્યો જેમ જેમ નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરે છે, તેમ તેમ ભગવાનના શાસન પ્રત્યેની તેમની શ્રદ્ધા અતિશયિત થાય છે; કેમ કે નવા નવા અભ્યાસથી તે શિષ્યો સૂક્ષ્મ પદાર્થનું દર્શન કરી શકે છે. તેથી ખરેખર!આ ભગવાનનું શાસન અપૂર્વતત્ત્વને બતાવનારું છે, તેવો તેમને બોધ થાય છે અને તે બોધથી ભગવાનના શાસન પ્રત્યે તેમને તીવ્ર રુચિ પ્રગટે છે. આ પ્રકારે નિર્મળ થયેલા જ્ઞાન અને દર્શનથી રાગાદિ દોષો ઘટે છે, પૂર્વમાં સામાન્યથી પ્રાપ્ત થયેલું ચારિત્ર વૃદ્ધિ પામે છે અને આ પ્રકારના જ્ઞાન, દર્શન અને ચારિત્રની વૃદ્ધિના અભ્યાસના અતિશયથી શિષ્યોને તે ભવમાં કે અન્ય ભવમાં કર્મનો ક્ષય થાય છે અને પરમપદની પ્રાપ્તિ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy