________________
૪૬
પ્રવજ્યાવિધાનવસ્તુક | “ફેન' દ્વાર | ગાથા ૨૩-૨૪
ટીકાર્ય :
વળી, જે ગુરુ શિષ્યોને અનુવર્તે છે સ્વભાવના અનુકૂલપણા વડે હિતમાં જોડે છે, ક્રિયાને ગ્રહણ કરાવે છે અને આગમમાં કહેવાયેલ વિધિપૂર્વક જ્ઞાન અને ક્રિયા દ્વારા નિષ્પન્ન કરે છે, તે ગુરુ તે શિષ્યોને, અન્ય પ્રાણીઓને અને પોતાને પરમપદને પ્રાપ્ત કરાવે છે=મોક્ષને વિષે લઈ જાય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
યોગ્ય શિષ્યોને દીક્ષા આપ્યા પછી જે ગુરુ તેમના સ્વભાવને જાણીને તે શિષ્યો કઈ રીતે સંયમને અનુકૂળ આરાધના કરી શકશે, તેનો નિર્ણય કરીને, તેના આત્માનું હિત થાય તે રીતે સારણા-વારણાદિ દ્વારા હિતમાં યોજે છે, તે ગુરુએ શિષ્યની વિધિપૂર્વક અનુવર્તન કરી કહેવાય.
શિષ્યોને સંયમની સામાચારી સમ્યફ રીતે ગ્રહણ કરાવે, તો વિધિપૂર્વક શિષ્યોને ક્રિયા ગ્રહણ કરાવી કહેવાય.
આ રીતે શિષ્યોને હિતમાં યોજવાથી અને ક્રિયા ગ્રહણ કરાવવાથી, જ્યારે શિષ્યો યથાર્થ બોધથી નિષ્પન્ન થાય અને ક્રિયામાં નિપુણ થાય ત્યારે તે શિષ્યો ગુરુ દ્વારા જ્ઞાન અને ક્રિયાથી વિધિપૂર્વક નિષ્પન્ન કરાયા કહેવાય.
આમ કરવાથી શિષ્યો પોતાના આત્માનું હિત સાધી શકે છે અને ગુરુ પણ અન્ય કોઈ આશંસા વગર શિષ્યના હિત માટે યત્ન કરે છે, તેથી ગુરુને અને શિષ્યને નિર્જરાની પ્રાપ્તિ થાય છે; અને ગુરુ અને શિષ્યોની ઉચિત પ્રવૃત્તિ જોઇને અન્ય જીવોને પણ ભગવાનના શાસન પ્રત્યે અહોભાવ થાય છે અને અહોભાવ થવાને કારણે તે જીવો વિચારે છે કે અહો ! આ ભગવાનના શાસનની કેવી સુંદર વ્યવસ્થા છે કે જેથી ગુરુ અને શિષ્યો આ રીતે ઉચિત પ્રવૃત્તિ કરનારા છે! આ પ્રકારના અહોભાવથી તે જીવોને પણ બોધિબીજ વગેરેની પ્રાપ્તિ થાય છે. આમ, ગુરુની અનુવર્તના, ગ્રાહણા અને નિષ્પાદના દ્વારા ગુરુ, શિષ્યો અને અન્ય જીવો એમ ત્રણેય પણ ક્રમે કરીને મોક્ષને પામે છે. ૨૩. અવતરણિકા :
एतदेव दर्शयतिઅવતરણિકાર્ય
પૂર્વગાથામાં કહ્યું કે ગુની અનુવર્તના વગેરેથી શિષ્યોને, અન્ય જીવોને અને ગુરુને પરમપદની પ્રાપ્તિ થાય છે, એને જ ક્રમસર ત્રણ ગાથાઓમાં દર્શાવે છે અર્થાત ગુરુની અનુવર્તનાથી શિષ્યો કઈ રીતે પરમપદ પામે છે તે ગાથા-૨૪ માં બતાવે છે, અન્ય જીવો કઈ રીતે પરમપદ પામે છે તે ગાથા-૨૫ માં બતાવે છે અને ગુરુ કઈ રીતે પરમપદ પામે છે તે ગાથા-૨૬ માં બતાવે છે
ગાથા :
णाणाइलाभओ खलु दोसा हीयंति वड्डई चरणं । इअ अब्भासाइसया सीसाणं होइ परमपयं ॥२४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org