________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેન” દ્વાર | ગાથા: ૧૮
ગાથા :
एत्थ य पमायखलिया पुव्वब्भासेण कस्स व न हुँति ।
जो ते वणेइ सम्मं गुरुत्तणं तस्स सफलं ति ॥१८॥ અન્વયાર્થ :
– ય= અને અહીં = પ્રવ્રયાવિધાનમાં, પુત્રમાણે = પૂર્વના અભ્યાસને કારણે વરૂ વ =કોને જ પમાયાવત્રિય = પ્રમાદથી અલિતો = સ્કૂલનાઓ, ઈંતિ = નથી થતી? નો = જે(ગુરુ) તે = તેઓને = પ્રમાદથી થતી તે અલનાઓને, સમi વોટ્ટ = સમ્યફ દૂર કરે છે, તે ગુરુત્ત = તેનું ગુરુપણું સતંત્ર સફળ છે.
* ‘તિ' પાદપૂર્તિ માટે છે.
.
* ‘a' gવ કારના અર્થમાં છે અને તે ઇવ કાર મોટાભાગે જીવોની પ્રમાદથી સ્કૂલનાઓ થાય છે તે જણાવવા અર્થે છે.
ગાથાર્થ :
અને પ્રવજ્યાના વિધાનમાં પૂર્વના અભ્યાસને કારણે કોની જ પ્રમાદથી ખલનાઓ નથી થતી? જે ગુરુ તે ખલનાઓને સમ્યફ દૂર કરે છે, તેનું ગુરુપણું સફળ છે. ટીકા : ___अत्र च प्रव्रज्याविधाने प्रमादस्खलितानि इति प्रमादात् सकाशाद्दुश्चेष्टितानि पूर्वाभ्यासेन कस्य वा न भवन्ति, अनादिभवाभ्यस्तो हि प्रमादः न झटित्येव त्यक्तुं पार्यते, यस्तानि स्खलितानि अपनयति सम्यक्-प्रवचनोक्तेन विधिना गुरु त्वं तस्य सफलं गुणगुरुत्वेनेति गाथार्थः ॥ १८ ॥ ટીકાર્ય :
અને અહીં = પ્રવ્રયાના વિધાનમાં, પૂર્વનો અભ્યાસ હોવાથી પ્રમાદથી અલનાઓ = પ્રમાદને કારણે દુષ્ટ ચેષ્ટાઓ, કોની જ નથી થતી? જ કારણથી અનાદિભવથી અભ્યસ્ત એવો પ્રમાદ જલદી જ ત્યજવો શક્ય નથી. તે અલનાઓને સમ્યક્ = પ્રવચનમાં કહેવાયેલ વિધિપૂર્વક, જે ગુરુ દૂર કરે છે, તેનું = તે ગુરુનું, ગુણથી ગુરુપણું હોવાથી ગુરુપણું સફળ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
પૂર્વના પ્રમાદના અભ્યાસથી સંયમજીવનમાં ભૂલ કોની ન થાય ? અર્થાત્ પ્રાય: ભૂલ થવાની સંભાવના છે જ; કારણ કે પ્રમાદ અનાદિકાળથી રૂઢ થઈ ગયેલો હોવાથી એકદમ દૂર થઈ શકતો નથી. આથી શાસ્ત્રોક્ત વિધિથી શિષ્યોના દોષોને દૂર કરવામાં ગુરુપણું સફળ બને છે; કારણ કે ગુરુપણું પદ વગેરેથી આવતું નથી, પરંતુ શિષ્યોના દોષોને દૂર કરવાની કુશળતાથી જ આવે છે. તે ૧૮ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org