________________
૪૦
પ્રવજ્યાવિધાનવસ્તક | ‘ફેન' દ્વાર | ગાથા ૧૦
ટીકા : ___ अनुवर्तनया-करणभूतया शिक्षकाः प्रायो = बाहुल्येन कांकदुककल्पं विहाय प्राप्नुवन्ति योग्यताम् अपवर्ग प्रति परमां = प्रधानां। स्यादेतत्, योग्य एव प्रव्रज्याह इति किं गुरुणा? इत्येतदाशझ्याह-रत्नमपि पद्मरागादि गुणोत्कर्ष = कान्त्यादिगुणप्रकर्षम् उपैति सोहम्मणगुणेण = रत्नशोधकप्रभावेण वैकटिकप्रभावेणेत्यर्थः, एवं सुशिष्या अपि गुरुप्रभावेणेति गाथार्थः ॥१७॥ ટીકાર્થ :
ગુરુની કરણભૂત એવી અનુવર્તનાથી પ્રાયઃ = બહુલપણા વડે, કાંદુકકલ્પને = કોરડા મગ તુલ્ય શૈક્ષને, છોડીને, શિક્ષકો = નવદીક્ષિત શિષ્યો, અપવર્ગ પ્રતિ = મોક્ષ તરફ, પરમ = પ્રધાન, એવી યોગ્યતાને પ્રાપ્ત કરે છે.
આ થાય=ઉપરના કથનથી કોઈને પ્રશ્ન થાય, યોગ્ય જજીવ પ્રવજ્યાને અહં હોય છે, જેથી કરીને ગુરુવડે શું? એ પ્રકારના કથનની આશંકા કરીને ગ્રંથકાર કહે છે
પદ્મરાગાદિરત્ન પણ રત્નશોધકના પ્રભાવ દ્વારા ગુણના ઉત્કર્ષને = કાંતિ આદિ ગુણના પ્રકર્ષને, પામે છે. એ રીતે ગુરુના પ્રભાવ દ્વારા સુશિષ્યો પણ મોક્ષ પ્રતિ શ્રેષ્ઠયોગ્યતાને પામે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
ગુરુની અનુવર્તનાથી શિષ્યો પ્રાયઃ મોક્ષ માટે શ્રેષ્ઠ યોગ્યતાને પ્રાપ્ત કરે છે અર્થાત્ મોક્ષમાર્ગની વિશેષ આરાધના કરનારા બને છે. અહીં પ્રશ્ન થાય કે દીક્ષાને યોગ્ય શિષ્ય મોક્ષને યોગ્ય જ હોય અર્થાત્ સ્વયં જ મોક્ષમાર્ગની આરાધના કરનારો હોય, તેમાં ગુરુની શી વિશેષતા? એથી કહે છે કે જે રીતે પદ્મરાગ, માણેક વગેરે રત્નો કાંતિ આદિ ગુણોથી યુક્ત હોવા છતાં રત્નશોધકના પ્રભાવથી તેનામાં કાંતિ વગેરે ગુણોની વૃદ્ધિ થાય છે, તે રીતે મોક્ષ માટે યોગ્ય પણ સુશિષ્યો ગુરુના પ્રભાવથી મોક્ષ પામવા માટે વિશેષ પ્રકારે યોગ્ય બને છે.
અહીં અનુવર્તનાને કરણરૂપે કહેલ છે, તેનું તાત્પર્ય એ છે કે જેમ દંડ, ભૂમી દ્વારા ઘટનું અસાધારણ કારણ છે, તેથી દંડ એ કરણ છે; તેમ અનુવર્તના, શિષ્યને સાધનામાં સમ્યગ્યત્ન કરાવવા દ્વારા શિષ્યમાં પ્રગટ થતી પરમ યોગ્યતાનું અસાધારણ કારણ છે, તેથી અનુવર્તના એ કરણ છે અર્થાત ગુરુની અનુવર્તનાથી શિષ્યનો મોક્ષમાર્ગમાં સમ્યફ યત્ન થાય છે.
અહીં ‘પ્રવ:' શબ્દથી એ કહેવું છે કે કોરડા મગ જેવા અયોગ્ય શિષ્યને યોગ્ય ગુરુની અનુવર્તનાથી પણ કાંઈ લાભ થતો નથી. II૧૭ll
અવતરણિકા :
જિગ્ન
અવતરણિકાર્ય
પૂર્વમાં ગુરુની અનુવર્તનાથી શિષ્યોને થતા લાભ બતાવ્યા. વળી યોગ્ય ગુરુથી બીજો લાભ શું થાય? તેનો સમુચ્ચય કરવા માટે “શિષ્ય' થી કહે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org