________________
પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેન' દ્વાર | ગાથા ૧૬-૧૦
ભાવાર્થ :
પૂર્વમાં કહેલા ગુણોથી યુક્ત ગુરુ અત્યંત અનુવર્તના કરે છે અર્થાત્ શિષ્યોના સ્વભાવને અનુકૂળ બનીને તેમને હિતમાં જોડવાનો પ્રયત્ન કરે છે; કારણ કે તે ગુરુ શિષ્યોના ભિન્ન ભિન્ન સ્વભાવોને જાણી શકે છે તથા કોને કેવી રીતે હિતમાં જોડવા, એ પ્રકારના શિષ્યોના આત્મહિતના ઉપાયને પણ જાણી શકે છે. વિશેષાર્થ :
મુમુક્ષુ જીવો મોક્ષની સાધના અર્થે સંયમ ગ્રહણ કરે છે, છતાં તેઓ સંપૂર્ણ કર્મથી રહિત નહીં હોવાથી તેઓની પ્રકૃતિ કર્મકૃત હોય છે, તેથી તેઓ વિવિધ સ્વભાવવાળા હોય છે. તોપણ યોગ્ય અનુવર્તના કરનાર ગુરુ તેઓનો સ્વભાવ જાણીને, તેઓના સ્વભાવને અનુરૂપ ઉચિત ઉપાય દ્વારા તેઓને સંયમરૂપી યોગમાર્ગમાં પ્રવર્તાવે છે.
આ રીતે ભિન્ન-ભિન્ન સ્વભાવવાળા શિષ્યોની પણ અનુવર્તના કરવાના અનેક ઉપાયો જાણીને તે તે પ્રકારે અનુવર્તના કરનાર ગુરુ વિચિત્ર પ્રકૃતિવાળા પણ શિષ્યોનું આત્મકલ્યાણ કરી શકે છે. આથી સદ્ગુરુમાં “અનુવર્તના’” ગુણ અપેક્ષિત છે અને આવા અનુવર્તક ગુરુ યોગ્ય જીવને પ્રવ્રજ્યા આપવાના અધિકારી છે. ૫૧૬॥
અવતરણિકા :
अनुवर्त्तनागुणमाह
અવતરણિકાર્ય :
ગુરુ દ્વારા કરાયેલી અનુવર્તનાથી શિષ્યોને થતા ગુણને=લાભને, કહે છે
ગાથા :
3G
अणुवत्तणाए सेहा पायं पावंति जोग्गयं परमं । रयणं पि गुणक्करिसं, उवेइ सोहम्मणगुणेण ॥१७॥
અન્વયાર્થ :
=
સોહમ્માનુબેન રયાં પિ મુળદ્મસિં = સોહમ્મણના ગુણ વડે = રત્નશોધકના પ્રભાવ વડે, રત્ન પણ ગુણોત્કર્ષને વેડ્ = પામે છે. (એ રીતે) અણુવત્તાણુ = અનુવર્તના વડે સેહા = શૈક્ષો પાયં પ્રાયઃ પરમં નોવં =પરમ યોગ્યતાને પાર્વતિ
પામે છે.
ગાથાર્થ :
Jain Education International
=
જેમ રત્નશોધકના પ્રભાવ વડે રત્ન પણ ગુણના ઉત્કર્ષને પામે છે, તેમ અનુવર્તના વડે શૈક્ષો પ્રાયઃ કરીને મોક્ષની પરમ યોગ્યતાને પામે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org