SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેના દ્વાર | ગાથા ૧૫-૧૬ ન હોય તેને ચારિત્રના પરિણામમાં રુચિ થઈ શકતી નથી; કેમ કે આવા શિષ્ય કેવળ ભૌતિક ફળ મેળવવા અર્થે જ ચારિત્ર ગ્રહણ કર્યું છે, વસ્તુતઃ તેનામાં ગુણનો પક્ષપાત નથી; કેમ કે ગુણ પ્રત્યે તીવ્ર પક્ષપાતવાળા જીવને તો ગુણવાન ગુરુમાં અવશ્ય ભક્તિ-બહુમાન થાય. તે ૧૫ અવતરણિકા : गुणान्तरमाह અવતરણિકાર્ચ : ગાથા-૧૦ થી ૧૩માં વર્ણન કરાયેલા સ્વરૂપવાળા ગુરુ પાસે દીક્ષા લેવાથી શિષ્યને પ્રાપ્ત થતા પૂર્વગાથામાં બતાવેલા ગુણોથી ગુણાંતરને = અન્ય લાભોને, કહે છેગાથા : अणुवत्तगो अ एसो हवइ दढं जाणई जओ सत्ते। चित्ते चित्तसहावे अणुवत्ते तह उवायं च ॥१६॥ અન્વયાર્થ : પક્ષો = અને આ = પૂર્વમાં કહેવાયેલા ગુણોવાળા ગુરુ, ઢું મyવત્તાનો હવ = દઢ અનુવર્તક થાય છે; = જે કારણથી મyવત્તે ચિત્તસહવે સન્ત = ચિત્ર અનુવર્ય = અનેક રૂપે અનુવર્તનીય, એવા ચિત્ર=વિવિધ, સ્વભાવવાળા સત્ત્વોને = જીવોને, તદ ર = અને તે પ્રકારના = જે પ્રકારે વિવિધ સ્વભાવવાળા જીવોની અનુવર્તના થઇ શકે તે પ્રકારના, કવાર્થ = ઉપાયને નારું = જાણે છે. ગાથાર્થ : અને આવા ગુરુ દઢ અનુવર્તક થાય છે; જે કારણથી અનેક પ્રકારે અનુવર્તના કરી શકાય એવા વિવિધ સ્વભાવવાળા જીવોને અને તેઓની અનુવર્તના થઈ શકે તેવા પ્રકારના ઉપાયને જાણે છે. ટીકા : अनुवर्तकश्च एषः = अनन्तरोदितो गुरु र्भवति दृढं = अत्यर्थं, कुत इत्याह-जानाति यतः सत्त्वान् = प्राणिनः चित्रान् = अनेकरू पान् चित्रस्वभावान् = नानास्वभावान् अनुवान् इत्यनुवर्तनीयान् तथोपायं च = अनुवर्तनोपायं च जानातीति गाथार्थः ॥ १६ ॥ ટીકાર્ય : અને આ = પૂર્વમાં કહેવાયેલા ગુરુ, દેઢ = અત્યર્થ = અત્યંત, અનુવર્તક થાય છે. ક્યા કારણથી? એથી કહે છે-જે કારણથી ચિત્ર અનુવર્યએવા ચિત્રસ્વભાવવાળાસત્ત્વોને અર્થાત અનેક રૂપે અનુવર્તનીય = અનુવર્તન કરી શકાય એવા, જુદા જુદા સ્વભાવવાળા પ્રાણીઓને = જીવોને, અને તે પ્રકારના ઉપાયને = અનુવર્તનના ઉપાયને, જાણે છે. એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy