________________
૩૬
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેન' દ્વાર | ગાથા ૧૪-૧૫
ગાથાર્થ :
પર્ષદાદિ કાર્યથી રહિત, પૂર્વમાં બતાવેલા ગુણોવાળા ગુરુએ શિષ્યના અનુગ્રહના હેતુથી અને પોતાના કર્મની નિર્જરાના હેતુથી સમ્યફ પ્રવજ્યા આપવી જોઇએ. ટીકા :
ईदृशेन गुरुणा एवंविधेनाचार्येण, सम्यग् अविपरीतेन विधिना, पर्षदादिकार्यरहितेन = सम्पूर्णा मे पर्षद् भविष्यति पानकादिवाहको वेत्याद्यैहिककार्यनिरपेक्षेण, प्रव्रज्या दातव्या दीक्षा विधेया, किं तयङ्गीकृत्य? इत्यत्राह- तदनुग्रहनिर्जराहेतोः इति विनेयानुग्रहार्थं कर्मक्षयार्थं चेति गाथार्थः ॥१४॥ ટીકાર્ય :
પર્ષદાદિના કાર્યથી રહિત=“મારી પર્ષદા સંપૂર્ણ થશે અથવા પાનકાદિનો વાહક થશે.' ઈત્યાદિ ઐહિક કાર્યથી નિરપેક્ષ એવા, આવા પ્રકારના ગાથા-૧૦ થી ૧૩ માં બતાવ્યા એવા પ્રકારના, ગુરુએ=આચાર્યએ, સમ્યગુ=અવિપરીત વિધિ વડે, પ્રવ્રજ્યા આપવી જોઇએ=દીક્ષા કરવી જોઇએ. શેને અંગીકાર કરીને? એ પ્રકારની શંકામાં કહે છે- તેના અનુગ્રહ અને નિર્જરાના હેતુથી અર્થાત વિનેયના = શિષ્યના, અનુગ્રહના અર્થે અને કર્મના ક્ષયના અર્થે, દીક્ષા આપવી જોઈએ. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ગાથા-૧૦ થી ૧૩ માં બતાવેલા ગુણોવાળા પ્રવ્રજયાદાનની યોગ્યતાવાળા ગુરુએ, ‘મારા શિષ્ય પરિવારની વૃદ્ધિ થશે અથવા પાણી આદિ લાવવામાં કામ લાગશે” એવા કોઈપણ આલોકનાં કાર્યોની અપેક્ષાથી રહિત બનીને, શિષ્યના આત્માના અનુગ્રહ માટે અને પોતાનાં કર્મોનો ક્ષય માટે યોગ્ય જીવને વિધિપૂર્વક દીક્ષા આપવી જોઇએ. તે ૧૪ અવતારણિકા :
ईदृशि गुरौ गुणमाह - અવતરણિકાર્ય :
આવા પ્રકારના=ગાથા-૧૦ થી ૧૩ માં કહેલા ૧૭ ગુણોવાળા, ગુરુ હોતે છતે શિષ્યોને થતા ગુણને = લાભને, કહે છે
ગાથા :
भत्तिबहुमाण सद्धा थिरया चरणम्मि होइ सेहाणं । एआरिसम्मि निअमा गुरुम्मि गुणरयणजलहिम्मि ॥१५॥
અન્વયાર્થ :
VIRય િરિસમ ગુરુ નિગમ=ગુણરૂપી રત્નના જલધિરૂપ આવા પ્રકારના ગુરુમાં નિયમથી સેદાઇ મત્તિવમાં શૈક્ષોને ભક્તિ અને બહુમાન થાય છે. (અને આવા ગુરુમાં ભક્તિ-બહુમાન થવાથી) ઘરમિ=ચરણમાં સિદ્ધ થયા=શ્રદ્ધા (અને) સ્થિરતા રોકથાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org