________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેન” દ્વાર | ગાથા ૧૩-૧૪
૨
ટીકા : ___ तथा प्रवचनार्थवक्ता सूत्रार्थवक्तेत्यर्थः, स्वगुर्वनुज्ञातगुरु पदश्चैव असति तस्मिन् दिगाचार्यादिना स्थापितगुरुपद इत्यर्थः, ईदृशो गुरुः खलुशब्दोऽवधारणार्थः ईदृश एव, कालदोषादन्यतरगुणरहितोऽपि बहुतरगुणयुक्त इति वा विशेषणार्थः, भणितो रागादिरहितैः = प्रतिपादितो वीतरागैरिति गाथार्थः ॥ १३ ॥
ટીકાર્ય :
તથા પ્રવચન અને અર્થના વક્તા = સૂત્ર અને અર્થને કહેનારા, અને પોતાના ગુરુથી અનુજ્ઞા પામેલ ગુરુના પદવાળા. તે નહીં હોતે છતે = પોતાના ગુરુ ન હોય તો, દિગાચાર્યાદિ વડે સ્થપાયેલ ગુરુપદવાળા. વનુ શબ્દ અવધારણના અર્થવાળો છે, એથી આવા પ્રકારના જ ગુરુ અથવા રવનુ શબ્દ કાળના દોષથી કોઈક ગુણથી રહિત પણ ઘણા ગુણોથી યુક્ત, એ પ્રકારના વિશેષણના અર્થવાળો છે. તેવા ગુરુ રાગાદિથી રહિત વડે કહેવાયા છે = વીતરાગ વડે પ્રતિપાદન કરાયા છે. એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
શિષ્યાદિને સૂત્ર અને અર્થની વાચના આપતા હોય, જેમને પોતાના ગુરુએ ગુરુપદે સ્થાપિત કર્યા હોય, સ્વગુરુના અભાવમાં દિગાચાર્યે = ગચ્છાચાર્યે, જેમને ગુરુપદે સ્થાપ્યા હોય, એવા જ ગુરુને વીતરાગ ભગવંતોએ દીક્ષા આપવા માટે લાયક કહ્યા છે. કાલદોષથી ઉપરમાં બતાવેલ સર્વ ગુણસંપન્ન ન હોય, કેટલાક ગુણોથી રહિત હોય છતાં ઘણા ગુણોથી યુક્ત હોય તો તેવા ગુરુ પણ દીક્ષા આપવાને લાયક છે.
મૂળગાથામાં “ઘ' શબ્દ અવધારણ અર્થમાં છે અથવા તો કાલદોષને કારણે એકાદ ગુણથી રહિત પણ ઘણા ગુણોથી યુક્ત ગુરુની પાસે જ દીક્ષા ગ્રહણ કરવી, એ પ્રકારની વિશેષતા બતાવવા માટે છે. તેથી એ પ્રાપ્ત થાય કે અવધારણ અર્થમાં “વસુ' શબ્દને ગ્રહણ કરીએ તો પૂર્વમાં બતાવેલા સર્વ ગુણોથી યુક્ત જ ગુરુ દીક્ષા આપવા માટે અધિકારી છે, અન્ય નહીં; અને “ઘ7' શબ્દનો બીજો વિશેષતા બતાવતો અર્થ ગ્રહણ કરીએ તો વર્તમાનકાળ વિષમ હોવાને કારણે ઉપરમાં વર્ણવેલ સંપૂર્ણ ગુણોવાળા ગુરુ ન મળે તોપણ ઘણા ગુણોથી યુક્ત હોય તેવા ગુરુ પણ દીક્ષા આપવા માટે અધિકારી છે. ૧૩.
ગાથા :
एआरिसेण गुरुणा सम्मं परिसाइकज्जरहिएणं।
पव्वज्जा दायव्वा तयणुग्गहनिज्जराहेउं ॥१४॥ અન્વયાર્થ :
સાફmref=પર્ષદાદિ કાર્યથી રહિત, પરિ ગુરુ = આવા પ્રકારના ગુરુએ = પૂર્વમાં બતાવેલા ગુણોવાળા ગુરુએ, તયપુનિન્જર = તેના અનુગ્રહ અને નિર્જરાના હેતુથી = શિષ્ય પર ઉપકાર કરવા માટે અને પોતાના કર્મની નિર્જરા કરવા માટે, સર્પ = સમ્યફ = શાસ્ત્રમાં બતાવેલી વિધિપૂર્વક, પર્વજ્ઞા રાયબ્બા = પ્રવ્રયા આપવી જોઇએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org