SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેન' દ્વાર | ગાથા ૧૦ થી ૧૩ ટીકાર્ય : તથા કેવલ આવા નહીં = માત્ર ઉપરમાં વર્ણવેલ ગુણોવાળા નહીં, પરંતુ આજેય, અનુવર્તક અને ગંભીર; તેમાં આદેય એટલે ગ્રાહ્યવાક્યવાળા, અને અનુવર્તક અર્થાત્ ભાવથી અનુકૂલપણા વડે આશ્રિત જીવોનું સમ્યક રીતે પાલન કરનારા, ગંભીર = વિપુલ ચિત્તવાળા, પરલોકમાં અવિષાદી એટલે પરિષહાદિથી અભિદુત = અભિભવ પામેલા, કાયના = છ કાયના, સંરક્ષણાદિમાં જે દીનતાને પામતા નથી, તે પરલોકમાં અવિષાદી છે અને તેવા ગુરુ બ્રજ્યા આપવા માટે યોગ્ય છે. ભાવાર્થ : શિષ્યને દીક્ષા આપવા માટે ઉપયોગી ઉપરમાં બતાવેલા ગુણોથી અન્ય વિશેષ ગુણો બતાવવા અર્થે ગ્રંથકાર કહે છે કે ફક્ત આટલા જ ગુણોવાળા નહીં પરંતુ આમેય, અનુવર્તક અને ગંભીર ગુરુ દીક્ષા આપવા માટે યોગ્ય છે. આદેય એટલે ગ્રાહ્ય વાક્યવાળા, અર્થાત્ જેમનું વચન ગ્રાહ્ય બનતું હોય તેવા ગુરુ યોગ્ય શિષ્યોને અનુશાસન આપી શકે છે. તેથી ગુરુ આદેય ગુણવાળા હોવા જોઇએ. વળી અનુવર્તક એટલે જીવની ભાવપરિણતિને અનુરૂપ શિષ્યનું સમ્યફ પાલન કરનારા હોય, તેવા અનુવર્તક ગુરુ પાસે દીક્ષા લેવી જોઇએ. વળી દીક્ષા આપવા માટે યોગ્ય ગુરુ વિશાળ ચિત્તવાળા હોવા જોઇએ. વળી, પરલોકનું હિત કરવામાં વિષાદ વગરના ચિત્તવાળા ગુરુ હોવા જોઈએ, અર્થાત્ પરિષહાદિ આવી પડ્યા હોય ત્યારે પૃથ્વીકાયાદિ છ કાયના રક્ષણાદિમાં દીનતા પામનારા ન હોય, પરંતુ આલોકના સુખની ઉપેક્ષા કરવા દ્વારા શક્તિના પ્રકર્ષથી પરિષહાદિને સહન કરીને પણ પરલોકના હિતનું કારણ એવા સંયમના પાલનમાં દઢ યત્ન કરનારા હોય. ટીકા : उपशमलब्ध्यादिकलितश्च = उपशमलब्ध्युपकरणलब्धिस्थिरहस्तलब्धियुक्तश्चेति गाथार्थः ॥ १२ ॥ ટીકાર્ય : અને ઉપશમલબ્ધિ આદિથી કલિત = ઉપશમલબ્ધિ, ઉપકરણલબ્ધિ અને સ્થિર હસ્તલબ્ધિથી યુક્ત, ગુરુ દીક્ષા આપવાને યોગ્ય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. * ઉપશમલબ્ધિ એટલે બીજાને શાંત કરવાનું સામર્થ્ય. * ઉપકરણલબ્ધિ એટલે સંયમમાં ઉપકારક એવા નિર્દોષ વસ્ત્ર-પાત્ર આદિ ઉપકરણને મેળવવાની શક્તિ. * સ્થિરહસ્તલબ્ધિ એટલે બીજાઓને વ્રતપાલનાદિમાં સ્થિર કરવાની શક્તિ. I૧૨ા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy