________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેન' દ્વાર | ગાથા ૧૦ થી ૧૩ (૧૪) વળી ભગવાનના વચન ઉપર શ્રદ્ધાવાળો જીવ દીક્ષા માટે યોગ્ય છે.
(૧૫) વળી પ્રકૃતિથી સ્થિર બુદ્ધિવાળો અર્થાત આત્મકલ્યાણના કારણભૂત સંયમ ગ્રહણ કર્યા પછી સંયમની મર્યાદાને હું અવશ્ય પાળીશ તેવી સ્થિરબુદ્ધિવાળો જીવ પ્રવ્રયા માટે યોગ્ય છે.
(૧૬) વળી દીક્ષા લેવા માટે ગુરુ પાસે સમ્યફ ઉપસ્થિત થયેલો જીવ દીક્ષા લેવાને યોગ્ય છે.
આવા પ્રકારના પ્રવ્રજ્યાયોગ્ય ૧૬ ગુણોવાળા જે હોય, વળી જેમણે આગળમાં કહેવાશે એ વિધિથી દીક્ષા ગ્રહણ કરેલી હોય, દીક્ષા ગ્રહણ કર્યા બાદ ગુરુકુલવાસમાં રહીને ભગવાનના શાસનની મર્યાદાને જાણી હોય, વળી પ્રવ્રયાગ્રહણથી માંડીને અખંડિત શીલવાળા હોય, અર્થાત્ શક્તિના પ્રકર્ષથી સંયમમાં યત્ન કરતાં ક્વચિત્ કાળદોષના કારણે કે પ્રમાદના કારણે અતિચાર લાગતા હોય તોપણ તે અતિચારની શુદ્ધિ કરીને શુદ્ધ થયેલા હોય, તેવા ગુરુ પાસે સંયમગ્રહણ કરવું જોઈએ.
વળી, આવા પ્રકારના પણ પ્રવ્રયા આપનાર ગુરુ પરદ્રોહની વિરતિવાળા હોવા જોઈએ. તેનાથી એ કહેવું છે કે દીક્ષા આપ્યા પછી શિષ્યને ગુરુ ઉચિત યોગોમાં પ્રવર્તાવે નહીં તો શરણાગત તે યોગ્ય શિષ્યનો વિનાશ થાય, જે પરદ્રોહ છે; અને તેવો પરદ્રોહ કરવાના પરિણામથી વિરામ પામેલા ગુરુ યોગ્ય શિષ્યને સંયમમાં સમ્યફ પ્રવર્તાવી શકે છે. || ૧૦ || ટીકા :
सम्यग् यथोक्तयोगविधानेन, अधीतसूत्रः गृहीतसूत्रः, ટીકાર્ય
દીક્ષા આપવાને યોગ્ય ગુરુનું વિશેષ સ્વરૂપ બતાવે છે -
સમ્યગુ= થોક્ત યોગના વિધાનથી અર્થાતુ શાસ્ત્રમાં કહેવાયેલ યોગની વિધિ કરવાપૂર્વક, ભણાયેલા સૂત્રોવાળા=પ્રહણ કરાયેલ સૂત્રોવાળા, ટીકા :
ततो विमलतरबोधयोगात् इति तत: सूत्राध्ययनाद्यः शुद्धतरावगमस्तत्सम्बन्धादित्यर्थः, किमित्याहतत्त्वज्ञः वस्तुतत्त्ववेदी,
ટીકાર્ય :
તેના કારણે=સૂત્રના અધ્યયનને કારણે, વિમલતર બોધના યોગથી અર્થાત્ જે શુદ્ધતર અવગમ તેના સંબંધથી, શું? એથી કહે છે- તત્ત્વજ્ઞ= વસ્તુના તત્ત્વને જાણનારા, ભાવાર્થ :
દીક્ષા લેતાં પહેલાં સંસારની નિર્ગુણતાને જાણવારૂપ જે નિર્મલ બોધ હતો, તેના કરતાં દીક્ષા લીધા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org